Monday, May 6, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ‘શું ભગવાન રામ પરિવારવાદી હતા?’: પ્રિયંકા ગાંધી વાડ્રાએ પોતાના પરિવારની સરખામણી ભગવાન...

    ‘શું ભગવાન રામ પરિવારવાદી હતા?’: પ્રિયંકા ગાંધી વાડ્રાએ પોતાના પરિવારની સરખામણી ભગવાન રામ અને પાંડવો સાથે કરી, સોશિયલ મીડિયા પર થઇ રહી છે ટીકા

    પ્રિયંકા ગાંધીના આ નિવેદનના કારણે સોશિયલ મીડિયા પર તેમણે ટીકાનો સામનો પણ કરવો પડ્યો. લોકોએ તેમને યાદ અપાવ્યું કે આ રાજાશાહી નથી પરંતુ લોકશાહી છે.

    - Advertisement -

    કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ મોદી સમાજ સામે કરેલી ટિપ્પણી મામલે બદનક્ષીના કેસમાં 2 વર્ષની સજા પામ્યા બાદ અને લોકસભાનું સભ્યપદ ગુમાવ્યા બાદ કોંગ્રેસ પાર્ટી બેબાકળી જોવા મળી રહી છે અને આજથી પ્રદર્શનો પણ યોજવામાં આવી રહ્યાં છે. આ પ્રદર્શનોની આગેવાની રાહુલનાં બહેન અને કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી કરી રહ્યાં છે. આવા જ એક પ્રદર્શન દરમિયાન પાર્ટીના કાર્યકર્તાઓને સંબોધન કરતી વખતે પ્રિયંકા ગાંધીએ તેમના પરિવારની સરખામણી ભગવાન રામ સાથે કરી હતી. 

    ભારતીય જનતા પાર્ટી કાયમ કોંગ્રેસ પર પરિવારવાદ અને વંશવાદના આરોપો લગાવતી રહી છે. જેને લઈને પ્રિયંકા ગાંધીએ પોતાના સંબોધનમાં ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે, તમે અમને પરિવારવાદી કહો છો તો રામ કોણ હતા? તેમણે પાંડવોનો પણ ઉલ્લેખ કર્યો અને પછી દાવો કર્યો કે આ દેશના લોકતંત્રને તેમના પરિવારના લોહીથી સીંચવામાં આવ્યું છે. 

    પ્રિયંકા ગાંધીએ કહ્યું, “તેઓ (ભાજપ) અમને પરિવારવાદી કહે છે. તો ભગવાન રામ કોણ હતા? ભગવાન રામને વનવાસ મોકલવામાં આવ્યા. તેમણે પોતાની ધરતી પ્રત્યે પોતાનો ધર્મ નિભાવ્યો. શું ભગવાન રામ પરિવારવાદી હતા? શું પાંડવો પરિવારવાદી છે, જેઓ પોતાના પરિવારના સંસ્કારો માટે લડ્યા…અને અમને શું શરમ આવવી જોઈએ કે અમારા પરિવારના સભ્યો શહીદ થયા આ દેશ માટે?”

    - Advertisement -

    આગળ પ્રિયંકા ગાંધીએ રાષ્ટ્રધ્વજ બતાવીને કહ્યું કે, આ ઝંડામાં અને આ ધરતીમાં તેમના પરિવારનું લોહી (સિંચાયેલું) છે. તેમણે કહ્યું, “આ દેશના લોકતંત્રને મારા પરિવારના લોહીએ સીંચ્યું છે.” ત્યારબાદ સભામાંથી તાળીઓ પણ સાંભળવા મળે છે. 

    પ્રિયંકા ગાંધીના આ નિવેદનના કારણે સોશિયલ મીડિયા પર તેમણે ટીકાનો સામનો પણ કરવો પડ્યો. લોકોએ તેમને યાદ અપાવ્યું કે આ રાજાશાહી નથી પરંતુ લોકશાહી છે. કેટલાકે એમ પણ કહ્યું કે, તેમણે પોતાના પરિવારની સરખામણી રામ ભગવાનના પરિવાર સાથે કરવી જોઈએ નહીં. 

    2007માં તત્કાલીન યુપીએ સરકારે સુપ્રીમ કોર્ટમાં એક સોગંદનામું દાખલ કરીને કહ્યું હતું કે ભગવાન રામના અસ્તિત્વના કોઈ ઐતિહાસિક પુરાવા નથી. જેને લઈને એક યુઝરે કટાક્ષ કરીને લખ્યું કે જો ભગવાન રામનું અસ્તિત્વ જ ન હતું તો કેવું રાજ અને કેવો પરિવારવાદ!

    એક વ્યક્તિએ પરિવાર સાથે ભગવાન રામના પરિવારની તુલના કરવા બદલ અને રાહુલ ગાંધીને ભગવાન રામ સાથે સરખાવવા બદલ પ્રિયંકા ગાંધીની ટીકા કરી હતી. 

    જતન આચાર્યે કહ્યું કે, પ્રિયંકાને રાજાશાહી અને લોકશાહી વચ્ચેનો ભેદ જ ખબર નથી. 

    પ્રિયંકા ગાંધીના પરિવારે લોહીથી લોકતંત્રનું સિંચન કર્યું હોવાના નિવેદન પર કટાક્ષ કરતાં વિકાસ અગ્રવાલે લખ્યું કે, ‘નહેરુને વીટો વાપરીને 1947માં પીએમ બનાવવામાં આવ્યા હતા. ઇન્દિરાએ કટોકટી લાગુ કરી હતી. રાજીવ ગાંધીએ શાહબાનો કેસના ચુકાદાને પલટાવી નાંખ્યો હતો. સોનિયા ગાંધી પોતે NAC અધ્યક્ષ બનીને ચૂંટાયેલા પીએમ કરતાં પણ ઉપરવટ ગયાં હતાં. ખરેખર આ પરિવારે દેશમાં લોકશાહીનું જતન કર્યું છે.’

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં