Friday, April 26, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટપોલીસે શીઝાનની સીક્રેટ ગર્લફ્રેન્ડ શોધી કાઢી: તો શું તુનીષાને અંધારામાં રાખવામાં આવી...

    પોલીસે શીઝાનની સીક્રેટ ગર્લફ્રેન્ડ શોધી કાઢી: તો શું તુનીષાને અંધારામાં રાખવામાં આવી હતી?જાણો કોણ છે તેની સીક્રેટ ગર્લફ્રેન્ડ

    હવે તુનીષા શર્માના આત્મહત્યા કેસમાં નવો વણાંક આવ્યો છે. મળતી ખબર પ્રમાણે શીઝાને તુનીષાનો છોડી દીધી હતી અને તેને એક સીક્રેટ ગર્લફ્રેન્ડ પણ હતી જેની પોલીસે પુષ્ટી કરી છે.

    - Advertisement -

    હવે તુનીષા શર્માના આત્મહત્યા કેસમાં નવો વણાંક આવ્યો છે. મળતી ખબર પ્રમાણે શીઝાને તુનીષાનો છોડી દીધી હતી અને તેને એક સીક્રેટ ગર્લફ્રેન્ડ પણ હતી જેની પોલીસે પુષ્ટી કરી છે.

    સદાય હસતો ચહેરા સાથે દેખાતી તુનીષાએ પોતાના સેટ પર જ મેકઅપ રુમમાં આત્મહત્યા કરી હતી અને આ દુનિયા છોડી દીધી હતી. લાલ કપડામાં સજ્જ હમણાંજ તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે, અંતિમ સંસ્કાર વખતે ત્યાં હાજર દરેકની આંખોમાં આસું હતા. તુનીષા તો ચાલી ગઈ પણ દિવસે ને દિવસે તેની આત્મહત્યાનો કેસ ગૂંચવાતો જઈ રહ્યો છે. હવે પોલીસને આ મામલામાં નવી જાણકારીઓ મળી છે.

    અભિનેત્રી તુનીષા શર્માના આત્મહત્યા કેસમાં સોમવારે (26 ડિસેમ્બર) ઘણા ખુલાસા થયા છે. આ કેસમાં પોલીસે તુનીષા શર્મા સાથે કામ કરનાર અભિનેતા શીઝાન મોહમ્મદ ખાનની ધરપકડ કરી છે. તુનીષા શર્માની માતાએ શીઝાન ખાન પર તેની પુત્રી સાથે છેતરપિંડી જેવા ઘણા ગંભીર આરોપો લગાવ્યા અને કડક સજાની માંગ કરી હતી.

    - Advertisement -

    તુનીષા શર્માની માતાએ સોમવારે આરોપ લગાવ્યો હતો કે શીઝાન ખાને છેતરપિંડી કરી અને તેની પુત્રીનો ઉપયોગ કર્યો છે. તેમણે કહ્યું કે શીઝાનનું તુનીષા સાથે અફેર હતું અને તેણે તેની સાથે લગ્ન કરવાનું વચન આપ્યું હતું. તેમણે ઉમેર્યુ હતું કે “તુનીષા સિવાય તેના અન્ય મહિલાઓ સાથે પણ સંબંધો હતા. તેણે ત્રણથી ચાર મહિના તુનિષાનો ઉપયોગ કર્યો હતો. શીઝાનને સજા થવી જોઈએ. તેને બક્ષવામાં ન આવે. મેં મારી દીકરી ગુમાવી છે.”

    તુનીષાની માતાના આરોપો બાદ પોલીસ આ મામલાની ઊંડી તપાસ કરી રહી છે અને હવે પોલીસે શીઝાનની ગુપ્ત પ્રેમિકાની પણ પુષ્ટિ કરી છે. મળતી માહિતી મુજબ, વાલિવ પોલીસે યુવતીની ઓળખ કરી લીધી છે, પરંતુ હજુ સુધી તેનું નિવેદન નોંધ્યું નથી. સાથે જ પોલીસ શીઝાનની જૂની વોટ્સએપ ચેટ જે ડીલીટ કરી દેવામાં આવી છે તે પણ રીકવર કરવા પ્રયત્ન કરી રહી છે.

    આ સાથે જ પોલીસે સેટ પરથી CCTV કેમેરાના ફૂટેજ પણ જપ્ત કર્યા છે અને આગળ તપાસ કરી રહી છે. પોલીસ પૂછપરછમાં શીઝાનની ગુપ્ત પ્રેમિકાનો મામલો સામે આવ્યા બાદ આ કેસમાં નવો વળાંક આવ્યો છે. શીઝાનની મુશ્કેલીઓ વધી રહી હોય તેવું લાગી રહ્યું છે. શીઝાનની સિક્રેટ ગર્લફ્રેન્ડનું નામ અને વિગતો પોલીસ દ્વારા જાહેર કરવામાં આવી નથી, કારણ કે પોલીસનું કહેવું છે કે હજૂ યુવતીની તપાસ બાકી છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં