Sunday, March 2, 2025
More
    હોમપેજગુજરાતસોમનાથ દાદાના દર્શને પહોંચ્યા પીએમ મોદી, પૂજા-અર્ચના પણ કરી: સાંજે સાસણમાં મંદિર...

    સોમનાથ દાદાના દર્શને પહોંચ્યા પીએમ મોદી, પૂજા-અર્ચના પણ કરી: સાંજે સાસણમાં મંદિર ટ્રસ્ટની બેઠક; વાઇલ્ડ લાઇફ બોર્ડની બેઠકની પણ કરશે અધ્યક્ષતા

    મંદિરે પહોંચ્યા બાદ પીએમ મોદીએ મહાદેવના દર્શન કર્યા. ત્યારબાદ પંડિતોએ તેમના કપાળે તિલક કર્યું. ત્યારબાદ મંત્રોચ્ચાર અને શાસ્ત્રોક્ત વિધિ વચ્ચે પૂજા-અર્ચના કરવામાં આવી. વડાપ્રધાને શિવલિંગની પૂજા કરી અભિષેક પણ કર્યો હતો. 

    - Advertisement -

    ગુજરાત પ્રવાસે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે (2 માર્ચ) સાંજે વેરાવળ સ્થિત પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના દર્શને પહોંચ્યા હતા. અહીં તેમણે મહાદેવના દર્શન કર્યા, પૂજા-અર્ચનામાં ભાગ લીધો. તેમણે અભિષેક પણ કર્યો હતો. 

    મંદિરે પહોંચ્યા બાદ પીએમ મોદીએ મહાદેવના દર્શન કર્યા. ત્યારબાદ પંડિતોએ તેમના કપાળે તિલક કર્યું. ત્યારબાદ મંત્રોચ્ચાર અને શાસ્ત્રોક્ત વિધિ વચ્ચે પૂજા-અર્ચના કરવામાં આવી. વડાપ્રધાને શિવલિંગની પૂજા કરી અભિષેક પણ કર્યો હતો. 

    સોમનાથથી વડાપ્રધાન સાસણ જવા માટે રવાના થયા હતા. સાસણમાં સાંજે તેઓ સોમનાથ ટ્રસ્ટની બેઠક કરશે. ત્યારબાદ બીજા દિવસે નેશનલ બોર્ડ ફૉર વાઇલ્ડ લાઇફની એક બેઠક તેમના અધ્યક્ષસ્થાને યોજાઈ રહી છે. તેઓ બોર્ડના ચેરમેન છે. જેમાં કુલ 47 સભ્યો છે. બોર્ડમાં ચીફ ઑફ આર્મી સ્ટાફ પણ છે તેમજ વિવિધ દેશોના પ્રતિનિધિઓ તેમજ વિવિધ NGO સાથે સંકળાયેલા માણસો છે. નોંધનીય છે કે સોમનાથ મંદિર ટ્રસ્ટના પણ પીએમ મોદી અધ્યક્ષ છે.

    - Advertisement -

    બેઠક પૂર્ણ કર્યા બાદ વડાપ્રધાન સાસણમાં રાત્રિરોકાણ કરશે. ત્યારબાદ તેઓ બીજા દિવસે ગીર નેશનલ પાર્ક ખાતે જંગલ સફારી પણ માણી શકે. તેઓ રાજકોટની પણ મુલાકાત લેશે. ત્યારબાદ તેઓ દિલ્હી જવા માટે રવાના થશે. 

    પીએમ મોદીની ત્રણ દિવસીય ગુજરાત યાત્રા 1 માર્ચે શરૂ થઈ હતી. પહેલા તેઓ જામનગર પહોંચ્યા હતા, જ્યાં રાત્રિરોકાણ કર્યું. બીજા દિવસે તેઓ અનંત અંબાણીના વનતારાની મુલાકાતે પહોંચ્યા હતા. પ્રાણીઓના બચાવ, જાળવણી અને વસવાટ માટે બનાવવામાં આવેલા આ વિશાળ પરિસરની પીએમએ મુલાકાત લીધી. ત્યારબાદ તેઓ સોમનાથ પહોંચ્યા હતા, જ્યાં તેમના સ્વાગત માટે મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. 

    ઉલ્લેખનીય છે કે પીએમ મોદી આગામી સપ્તાહે ફરી એક વખત ગુજરાત આવશે. 7 અને 8 માર્ચના રોજ દક્ષિણ ગુજરાતના સુરત અને નવસારીમાં તેમના કાર્યક્રમો આયોજિત છે. જે માટે હાલ તૈયારીઓ ચાલી રહી છે. 

    13 વર્ષ ગુજરાતના મુખ્યમંત્રી રહી ચૂકેલા નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા બાદ પણ અવારનવાર ગૃહરાજ્યની મુલાકાત લેતા રહેતા હોય છે. તેમને ગુજરાત છોડ્યાને એક દાયકો વીતી ચૂક્યો છે, પરંતુ જ્યારે-જ્યારે તેઓ આવે છે ત્યારે ગુજરાતના લોકો તેમનું એ જ સ્નેહ સાથે સ્વાગત કરે છે. આટલાં વર્ષે પણ ગુજરાત, ગુજરાતીઓ અને મોદીના સંબંધો અકબંધ રહ્યા છે. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં