Monday, November 11, 2024
More
    હોમપેજદેશનવરાત્રિના શુભ અવસર પર PM મોદીએ માતા દુર્ગાની આરાધના માટે લખ્યો ‘આવતી...

    નવરાત્રિના શુભ અવસર પર PM મોદીએ માતા દુર્ગાની આરાધના માટે લખ્યો ‘આવતી કળાય’ ગરબો: અવાજ આપનાર ગાયિકાનો માન્યો આભાર

    PM મોદીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતા લખ્યું હતું કે, “હું એક પ્રતિભાશાળી ઉભરતી ગાયિકા પૂર્વા મંત્રીને આ ગરબો ગાવા અને તેની આટલી મધુર પ્રસ્તુતિ કરવા બદલ ધન્યવાદ પાઠવું છું.”

    - Advertisement -

    દેશમાં નવરાત્રિના (Navratri 2024) પાવન અવસરની ઉજવણી ચાલી રહી છે. મા શક્તિની પૂજા-અર્ચના સાથે ખુબ ઉત્સાહ પૂર્વક દેશમાં લોકો આ ઉત્સવ ઉજવી રહ્યા છે. આ દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi) પણ માતા દુર્ગાને સમર્પિત ‘આવતી કળાય’ નામક એક ગરબો (Aavati kalay) લખ્યો હતો. તેમણે સોશિયલ મીડિયાના માધ્યમથી આ ગરબાનો વિડીયો શેર કર્યો હતો. તથા દેશવાસીઓ માટે માતા દુર્ગાને પ્રાર્થના પણ કરી હતી. આ ગરબો ગાનાર સિંગર પૂર્વા મંત્રીનો (Purva Mantri) PM મોદીએ આભાર પણ વ્યક્ત કર્યો હતો.

    PM મોદીએ સોશિયલ મીડિયા માધ્યમ X પર તેમના ઓફીશીયલ હેન્ડલ પરથી સોમાવરે (7 ઓક્ટોબર) એક વિડીયો પોસ્ટ કર્યો હતો. માતા દુર્ગાને સમર્પિત ગરબાનો વિડીયો પોસ્ટ કરતા તેમણે દેશવાસીઓ માટે પ્રાર્થના પણ કરી હતી. ઉલ્લેખનીય છે કે PM મોદીએ પોસ્ટ કરેલ ગરબો તેમણે પોતે લખ્યો છે અને ગાયિકા પૂર્વા મંત્રીએ ગરબાને પોતાનો આવાજ આપ્યો છે.     

    PM મોદીએ વિડીયો પોસ્ટ કરતા લખ્યું હતું કે, “આ નવરાત્રિનો શુભ સમય છે અને લોકો મા દુર્ગા પ્રત્યેની તેમની ભક્તિમાં એક થઈને વિવિધ રીતે ઉજવણી કરી રહ્યા છે. આ આદર અને આનંદની ભાવનામાં મેં તેમની શક્તિ અને કૃપાને શ્રદ્ધાંજલિ રૂપે એક ગરબો ‘આવતી કળાય’ લખ્યો હતો. તેમનો આશીર્વાદ સદાય આપણા પર બન્યો રહે.” આ વિડીયો 8 લાખથી વધુ લોકો જોઈ ચુક્યા છે.

    - Advertisement -

    આ ઉપરાંત PM મોદીએ તેમણે લખેલ ગરબો ‘આવતી કળાય’ને અવાજ આપવા બદલ ગાયિકા પૂર્વા મંત્રીનો પણ આભાર વ્યક્ત કર્યો હતો. તથા તેમના વખાણ પણ કર્યા હતા. PM મોદીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતા લખ્યું હતું કે, “હું એક પ્રતિભાશાળી ઉભરતી ગાયિકા પૂર્વા મંત્રીને આ ગરબો ગાવા અને તેની આટલી મધુર પ્રસ્તુતિ કરવા બદલ ધન્યવાદ પાઠવું છું.”

    ઉલ્લેખનીય છે કે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ PM મોદીએ કરેલી પોસ્ટને રિપોસ્ટ કરીને આ વિડીયો શેર કર્યો હતો. PM મોદી દર વર્ષે નવરાત્રિના પાવન અવસર દરમિયાન ઉપવાસ કરીને મા દુર્ગાની આરાધના કરતા હોય છે. ત્યારે આ વખતે તેમણે માતા દુર્ગાને સમર્પિત ગરબો લખીને તેમની આરાધના કરી હતી.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં