Wednesday, July 24, 2024
More
  હોમપેજદેશત્રીજીવાર પ્રધાનમંત્રી બન્યા બાદ પહેલીવાર બાબા વિશ્વનાથના દરબારમાં પહોંચ્યા મોદી: આ પહેલા...

  ત્રીજીવાર પ્રધાનમંત્રી બન્યા બાદ પહેલીવાર બાબા વિશ્વનાથના દરબારમાં પહોંચ્યા મોદી: આ પહેલા કર્યું વિશાળ જનસભાને સંબોધન, ખેડૂતોને આપી ભેટ અને કરી ગંગા આરતી

  સતત ત્રીજી વાર વડાપ્રધાન પદના શપથ લીધા બાદ પીએમ મોદીએ પ્રથમવાર બાબા વિશ્વનાથના દરબારમાં દર્શન કર્યા હતા. તેમની સાથે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ બાબાના ધામમાં પહોંચ્યા છે. બાબાના દરબારમાં વડાપ્રધાન મોદીએ ષોડશોપચાર વિધિથી બાબા વિશ્વનાથની પૂજા કરી હતી.

  - Advertisement -

  સતત ત્રીજી વાર વડાપ્રધાન પદના શપથ લીધા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના સંસદીય ક્ષેત્ર વારાણસી પહોંચ્યા હતા. ત્રીજી વાર વડાપ્રધાન બન્યા બાદ પહેલી વાર પીએમ મોદીએ બાબા વિશ્વનાથના દર્શન કર્યા. તે પહેલા તેમણે ગંગા મૈયાનું પૂજન કરીને લગભગ એક કલાક સુધી ગંગા આરતીનો લાહવો લીધો. આરતી દરમિયાન પીએમ મોદી ભાવવિભોર જોવા મળ્યા હતા. દેવ દર્શન પહેલા વડાપ્રધાન મોદીએ વારાણસીમાં વિશાળ જનમેદનીને પણ સંબોધી હતી.

  મળતી માહિતી અનુસાર સતત ત્રીજી વાર વડાપ્રધાન પદના શપથ લીધા બાદ પીએમ મોદીએ પ્રથમવાર બાબા વિશ્વનાથના દરબારમાં દર્શન કર્યા હતા. તેમની સાથે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ બાબાના ધામમાં પહોંચ્યા છે. બાબાના દરબારમાં વડાપ્રધાન મોદીએ ષોડશોપચાર વિધિથી બાબા વિશ્વનાથની પૂજા કરી હતી. કહેવામાં આવી રહ્યું છે કે બાબાના દરબારથી દર્શન સંપ્પન કર્યા બાદ વડાપ્રધાન મોદી સીધા નિર્માણધીન સિગારા સ્ટેડીયમ જઈને તેનું નિરીક્ષણ કર્યું હતું.

  ગંગા મૈયાની પૂજા-આરતી કરી

  આ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દશાશ્વમેગ ઘાટ પર જઈને ગંગા મૈયાનું પૂજન કર્યું હતું. પૂજન કર્યા બાદ લગભગ એક કલાક સુધી પીએમ મોદી ગંગા મૈયાની આરતીમાં પણ હાજર રહ્યા હતા. આ પાંચમી વખત છે કે પીએમ મોદી ગંગા મૈયાની આરતીમાં હાજર હોય. આરતી દરમિયાન તેઓ એકદમ ભાવવિભોર જોવા મળ્યા હતા. દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી આરતી સાથે ચાલી રહેલા ભજન પણ ગણગણતા નજરે પડ્યા હતા.

  - Advertisement -

  ગંગા આરતી બાદ વડાપ્રધાન મોદીનું સન્માન કરવામાં આવ્યું હતી. તેમને રુદ્રાક્ષની માળા, પેંડાનો પ્રસાદ અને મા ગંગાનું પ્રતિક ચિહ્ન આપવામાં આવ્યું હતી. વડાપ્રધાન મોદીને ભવ્ય ગંગા આરતીનો ફોટો પણ પ્રસાદ સ્વરૂપે આપવામાં આવ્યો.

  ત્રીજીવાર વડાપ્રધાન બન્યા બાદ પ્રથમવાર વારાણસીની જનતાને સંબોધી

  ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેદ્ર મોદીના ત્રીજી વાર પીએમ બન્યા બાદ વારાણસીનો આ પ્રથમ પ્રવાસ છે. તેમણે તમામ કાર્યક્રમો પહેલા પોતાના સંસદીય ક્ષેત્રની વિશાળ જનમેદનીને સંબોધી હતી. આ જનસભામાં વડાપ્રધાન મોદીએ 9.27 કરોડ ખેડૂતોને સન્માન નિધિના 17માં હપ્તા તરીકે 20,000 કરોડ રૂપિયા અને સ્વ-સહાય જૂથોની 30,000 મહિલાઓને ‘કૃષિ સખી’ના પ્રમાણપત્રોના રૂપમાં ‘ભેટ’ આપવામાં આવી હતી. ખેડૂત સંમેલન તરીકે રાજાતાલાબ નજીક મહેંદીગંજ મડાઇ ખાતે આ કાર્યક્રમ યોજાયો હતો. પીએમ મોદીએ કહ્યું કે આ વખતે દેશે અભૂતપૂર્વ જનાદેશ આપ્યો છે, આ વખતે ઇતિહાસ રચાયો છે. લોકશાહી દેશોમાં ભાગ્યે જ જોવા મળ્યું છે કે ચૂંટાયેલી સરકાર ત્રીજી વખત પાછી ફરી હોય. 60 વર્ષ પહેલા ભારતમાં આવું થયું હતું અને ભારતના લોકોએ તે ફરી કરી બતાવ્યું.

  વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જનસભાને સંબોધિત કરતા કહ્યું કે, “આપણી માતાઓ અને બહેનો અહીં આટલી મોટી સંખ્યામાં હાજર છે. માતા અને બહેનો વિના ખેતીની કલ્પના કરવી અશક્ય છે. એટલે હવે ખેતીને નવી દિશા આપવામાં માતા-બહેનોની ભૂમિકાનો પણ વિસ્તાર કરવામાં આવી રહ્યો છે. નમો ડ્રોન દીદીની જેમ કૃષિ સખી કાર્યક્રમ પણ આવો જ એક પ્રયાસ છે. અમે બહેનોને આશા વર્કર તરીકે કામ કરતી જોઈ છે. આપણે બેંક સખીઓના રૂપમાં ડિજિટલ ઈન્ડિયાનું નિર્માણ કરવામાં બહેનોની ભૂમિકા જોઈ છે. હવે આપણે જોઈશું કે કૃષિ સખીના રૂપમાં ખેતીને એક નવી તાકાત મળી રહી છે. આજે 30 હજારથી વધુ હેલ્પ ગ્રૂપને કૃષિ સખી તરીકે સર્ટિફિકેટ આપવામાં આવ્યા છે. હવે આ યોજના 12 રાજ્યોમાં શરૂ થઈ છે. આવનારા સમયમાં દેશભરમાં હજારો સમૂહોને તેની સાથે જોડવામાં આવશે. આ અભિયાનથી 3 કરોડ કરોડપતિ દીદીઓ બનાવવામાં પણ મદદ મળશે.”

  - Advertisement -
  Join OpIndia's official WhatsApp channel

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં