હોમપેજદેશ‘હું તમારી સાથે, શાંતિના માર્ગ પર આગળ વધો’: મણિપુરમાં હિંસા પીડિતો સાથે...

‘હું તમારી સાથે, શાંતિના માર્ગ પર આગળ વધો’: મણિપુરમાં હિંસા પીડિતો સાથે પીએમ મોદીની મુલાકાત, ₹7,300 કરોડના વિકાસકાર્યોની ભેટ

પીએમ મોદીએ શાંતિની અપીલ કરતા કહ્યું કે, “હું તમામ સંગઠનોને અપીલ કરીશ કે તેઓ શાંતિના માર્ગ પર આગળ વધે અને તેમના સપના પૂરા કરે. હું તમારી સાથે છું... ભારત સરકાર મણિપુરના લોકો સાથે છે."

- Advertisement -

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 13થી 15 સપ્ટેમ્બર દરમિયાન મિઝોરમ, મણિપુર, આસામ, પશ્ચિમ બંગાળ અને બિહારની મુલાકાતે છે. આ દરમિયાન, તેઓ ₹71,850 કરોડથી વધુના વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. તેમની યાત્રાની શરૂઆત મિઝોરમથી થઈ હતી. મિઝોરમ પછી તેઓ મણિપુરના ચુરાચંદપુર પહોંચ્યા, જ્યાં તેમણે ₹7300 કરોડના પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કર્યું. સૌ પ્રથમ, PM મોદી ચુરાચંદપુર જિલ્લામાં પહોંચ્યા અને મે 2024માં વંશીય હિંસાનો ભોગ બનેલા લોકોને મળ્યા હતા.

PM મોદીની ચુરાચંદપુરની આ પહેલી મુલાકાત છે. તેઓ ત્યાંના વિસ્થાપિત લોકોને પણ મળ્યા હતા. ચુરાચંદપુર પછી તેઓ મણિપુરની રાજધાની ઇમ્ફાલ ગયા, જ્યાં તેમણે ₹1200 કરોડથી વધુના પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કર્યું. PM મોદીએ ઇમ્ફાલમાં એક જાહેરસભાને સંબોધિત કરી હતી. આ દરમિયાન તેમણે મણિપુરના મહત્વ અંગે વાત કરી હતી.

PM મોદીએ કહ્યું કે, “મણિપુરની આ ભૂમિ સાહસ અને હિંમતની ભૂમિ છે. આ હિલ્સ… કુદરતની અમૂલ્ય ભેટ છે અને આ હિલ્સ તમારા બધાની સતત મહેનતનું પ્રતીક પણ છે. હું મણિપુરના લોકોની ભાવનાને સલામ કરું છું. આટલા ભારે વરસાદમાં પ તમે આટલી મોટી સંખ્યામાં અહીં આવ્યા, હું આ પ્રેમ માટે તમારો આભાર વ્યક્ત કરું છું.”

- Advertisement -

મણિપુરના લોકોએ કરેલ સ્વાગતનો ઉલ્લેખ કરતા વડા પ્રધાને કહ્યું, “જ્યારે ખરાબ હવામાનને કારણે મારું હેલિકોપ્ટર ઉડાન ભરી શક્યું નહીં, ત્યારે મેં રોડ દ્વારા મુસાફરી કરવાનું નક્કી કર્યું. રસ્તા પરના લોકોએ હાથમાં તિરંગો લઈને મારું સ્વાગત કર્યું. મને મળેલા પ્રેમ અને ઉષ્માને હું ક્યારેય ભૂલીશ નહીં. હું મણિપુરના લોકો પ્રત્યેના સન્માનમાં મસ્તક નમાવું છું.”

તેમણે મણિપુરમાં વિકાસનો ઉલ્લેખ કરતા કહ્યું કે “મણિપુરના નામમાં જ મણિ છે, આ તે મણિ છે જે આવનારા સમયમાં સમગ્ર ઉત્તર-પૂર્વની ચમક વધારશે. ભારત સરકાર મણિપુરને વિકાસના માર્ગ પર ઝડપથી આગળ વધારવા માટે સતત પ્રયાસ કરી રહી છે. આ સંદર્ભમાં હું આજે તમારા બધાની વચ્ચે આવ્યો છું. થોડા સમય પહેલાં આ મંચ પરથી લગભગ ₹7000 કરોડના પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ કરવામાં આવ્યો છે.”

તેમણે આગળ કહ્યું કે, “આ પ્રોજેક્ટ્સ મણિપુરના લોકો, અહીં ટેકરીઓ પર રહેતા આદિવાસી સમાજના જીવનને વધુ સારું બનાવશે. ભારત સરકાર મણિપુરની વિકાસ યાત્રાને ઝડપી બનાવવા માટે સતત પ્રયાસો કરી રહી છે. આ ભાવના સાથે હું આજે તમારી વચ્ચે આવ્યો છું.” તેમણે એમ પણ કહ્યું હતું કે સરકાર 9 જગ્યાઓ પર વર્કિંગ વુમન હોસ્ટેલની શરૂઆત પણ કરી રહી છે.

PM મોદીએ કનેક્ટિવિટી અંગે વાત કરતા કહ્યું કે, “પહેલાં ગામડાઓ સુધી પહોંચવું મુશ્કેલ હતું, પરંતુ હવે સેંકડો ગામડાઓ સુધી રોડ કનેક્ટિવિટી લંબાવવામાં આવી છે. પહાડી લોકો, આદિવાસી ગામડાઓને આનો ઘણો ફાયદો થયો છે. મણિપુર અન્ય દેશો સાથે તેની સરહદ વહેંચે કરે છે અને કનેક્ટિવિટી હંમેશા અહીં એક પડકાર રહ્યો છે. નબળી કનેક્ટિવિટીને કારણે તમે જે મુશ્કેલીઓનો સામનો કરો છો તે હું સમજું છું. તેથી, 2014થી મેં મણિપુરમાં કનેક્ટિવિટી સુધારવા પર ખૂબ ભાર મૂક્યો છે. અમારી સરકાર દરમિયાન જ મણિપુરમાં રેલ કનેક્ટિવિટી વિસ્તરી રહી છે. જીરીબામ-ઇમ્ફાલ રેલ્વે લાઇન ખૂબ જ ટૂંક સમયમાં રાજધાની ઇમ્ફાલને રાષ્ટ્રીય રેલ નેટવર્ક સાથે જોડશે.”

PM મોદીએ જણાવ્યું કે મણિપુરમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર ₹3700 કરોડ ખર્ચવામાં આવ્યા છે અને ₹8700 કરોડના રોકાણ સાથે નવા ધોરીમાર્ગો પર કામ ચાલી રહ્યું છે. સરકારે દેશભરમાં ગરીબો માટે કોંક્રિટ ઘરો બનાવવાની યોજના શરૂ કરી છે. મણિપુરમાં હજારો પરિવારોને પણ આનો લાભ મળ્યો છે. તેમણે કહ્યું કે ચુરાચંદપુર, મણિપુર, દેશના બાકીના ભાગો સાથે પ્રગતિ કરી રહ્યું છે.

વડાપ્રધાને કહ્યું કે, “જેમ જેમ દેશભરમાં ગરીબો માટે કાયમી ઘરો બનાવવાની જાહેરાત કરી હતી, તેમ મણિપુરને પણ આનો ફાયદો થયો છે. અહીં લગભગ 60,000 ઘરો પહેલાંથી જ બનાવવામાં આવ્યા છે, જે હજારો પરિવારોને ગૌરવ અને સુરક્ષાનું જીવન પૂરું પાડે છે. અમને સંતોષ છે કે તાજેતરમાં હિલ્સ અને ખીણોમાં વિવિધ જૂથો સાથે કરારો માટે વાટાઘાટો થઈ છે.”

તેમણે શાંતિની અપીલ કરતા કહ્યું કે, “હું તમામ સંગઠનોને અપીલ કરીશ કે તેઓ શાંતિના માર્ગ પર આગળ વધે અને તેમના સપના પૂરા કરે. હું તમારી સાથે છું… ભારત સરકાર મણિપુરના લોકો સાથે છે…. મણિપુરની ભૂમિ આશા અને આકાંક્ષાઓની ભૂમિ છે. કમનસીબે, આ સુંદર પ્રદેશ પર હિંસાનો પડછાયો પડ્યો છે. થોડા સમય પહેલાં હું રાહત છાવણીઓમાં રહેતા અસરગ્રસ્ત લોકોને મળ્યો હતો. તેમને મળ્યા પછી હું વિશ્વાસ સાથે કહી શકું છું કે મણિપુરમાં આશા અને આત્મવિશ્વાસનો નવો સૂરજ ઉગી રહ્યો છે.”

આ ઉપરાંત તેમણે ચુરાચંદપુરમાં એક મેડિકલ કોલેજની સ્થાપના અંગે પણ વાત કરી હતી. ઉપરાંત PM-DEVIN યોજના અને આયુષ્માન ભારત યોજના અંગે પણ વાત કરી હતી. આયુષ્માન ભારત હેઠળ મણિપુરના 2.5 લાખથી વધુ દર્દીઓએ મફત સારવાર મેળવી છે. PM મોદીએ જણાવ્યું કે સરકાર મણિપુરમાં જીવન પાટા પર લાવવાના પ્રયાસો કરી રહી છે. બેઘર લોકોને 7000 ઘરો પૂરા પાડવામાં આવી રહ્યા છે. ₹3000 કરોડનું ખાસ પેકેજ અને ₹500 કરોડની ખાસ જોગવાઈ પણ કરવામાં આવી છે.

પ્રધાનમંત્રી મોદીની આ મુલાકાત ખાસ કરીને તે ક્ષેત્રોમાં વિકાસને પ્રાથમિકતા આપવા માટે છે, જે છેલ્લા કેટલાક વર્ષોમાં સંઘર્ષના પડકારોમાંથી પસાર થઈ રહ્યા હતા. તેમની યોજનાઓમાં મુખ્ય પ્રોજેક્ટ્સ ઉપરાંત, રાજ્યોના સામાજિક અને આર્થિક માળખાગત સુવિધાઓને મજબૂત બનાવવાનો પણ ઉદ્દેશ્ય છે.

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં