Tuesday, June 24, 2025
More
    હોમપેજદેશજે આદમપુર એરબેઝનો નાશ કર્યાનું પાકિસ્તાને ચલાવ્યું હતું જુઠ્ઠાણું, ત્યાં પહોંચ્યા PM...

    જે આદમપુર એરબેઝનો નાશ કર્યાનું પાકિસ્તાને ચલાવ્યું હતું જુઠ્ઠાણું, ત્યાં પહોંચ્યા PM મોદી: ઑપરેશન સિંદૂરમાં સામેલ ફાઇટર્સ સાથે કરી વાત, આતંકી દેશના પ્રોપગેન્ડાને પણ કર્યો ધ્વસ્ત

    પાકિસ્તાને અગાઉ ખોટા દાવા કર્યા હતા કે, તેણે ભારતીય લશ્કરી ઠેકાણાંને નુકસાન પહોંચાડ્યું છે. તેણે આદમપુર એરબેઝ પર પણ પ્રોપગેન્ડા ફેલાવ્યો હતો. જોકે, વિદેશ સચિવ વિક્રમ મિસરીએ પ્રેસ કૉન્ફરન્સમાં તસવીર શેર કરતા કહ્યું હતું કે, પાકિસ્તાનના આ દાવા સંપૂર્ણપણે ખોટા છે.

    - Advertisement -

    PM નરેન્દ્ર મોદી (PM Modi) મંગળવારે (13 મે, 2025) પંજાબના આદમપુર એરબેઝ (Adampur Air Base) પહોંચ્યા હતા. ‘ઑપરેશન સિંદૂર’ની (Operation Sindoor) સફળતા પછી તેમણે આદમપુર એરબેઝની આ મુલાકાત લીધી હતી. આ મુલાકાતમાં વડાપ્રધાન મોદીએ સૈનિકોના અનુભવો સાંભળ્યા અને તેમની હિંમત અને બહાદુરીની પ્રશંસા પણ કરી. સાથે એ પણ નોંધવા જેવું છે કે, પાકિસ્તાને આ જ એરબેઝનો નાશ કર્યો હોવાનો દાવો કર્યો હતો અને પોતાના દેશમાં વાહવાહી મેળવવા જુઠ્ઠાણું ચલાવ્યું હતું.

    PM મોદી 13 મેના રોજ સવારે 7 વાગ્યે દિલ્હીના પાલમ એરપોર્ટથી ઉડાન ભરીને આદમપુર એરબેઝ પહોંચ્યા હતા. તેઓ લગભગ 1 કલાક સુધી અહીં હાજર રહ્યા હતા. અહીં સૈનિકોને મળતા તેમના ફોટા અને વિડીયો પણ સામે આવ્યા છે. તેમાંની એક તસવીર હાલ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે.

    જેમાં વડાપ્રધાન મોદીની પાછળ ભારતીય ફાઇટર પ્લેન MiG-29નો ફોટો દેખાય છે. તેના પર લખ્યું છે કે, “દુશ્મનના પાયલોટ્સ કેમ બરાબર સૂઈ શકતા નથી?” આ ફોટામાં પીએમ મોદી વાયુસેનાની કેપ પહેરેલા જોવા મળ્યા છે. વડાપ્રધાન મોદીની આ એક જ મુલાકાતના કારણે પાકિસ્તાનનો પ્રોપગેન્ડા પણ ધ્વસ્ત થઈ ગયો છે.

    - Advertisement -

    પાકિસ્તાનનો પ્રોપગેન્ડા ધ્વસ્ત

    પાકિસ્તાને અગાઉ ખોટા દાવા કર્યા હતા કે, તેણે ભારતીય લશ્કરી ઠેકાણાંને નુકસાન પહોંચાડ્યું છે. તેણે આદમપુર એરબેઝ પર પણ પ્રોપગેન્ડા ફેલાવ્યો હતો. જોકે, વિદેશ સચિવ વિક્રમ મિસરીએ પ્રેસ કૉન્ફરન્સમાં તસવીર શેર કરતા કહ્યું હતું કે, પાકિસ્તાનના આ દાવા સંપૂર્ણપણે ખોટા છે. ત્યારબાદ હવે પીએમ મોદીની આ મુલાકાતે પાકિસ્તાનની વધુ ફજેતી કરી દીધી છે.

    નોંધવા જેવું છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે (13 મે, 2025) રાત્રે 8 વાગ્યે રાષ્ટ્રને સંબોધન કર્યું હતું. જેમાં તેમણે ઑપરેશન સિંદૂરની સફળતા બદલ ભારતીય સેનાને અભિનંદન આપ્યા હતા. આ સાથે તેમણે પાકિસ્તાનને પણ કડક સંદેશ આપ્યો હતો.

    તેમણે કહ્યું કે, ભારતની કાર્યવાહી હાલ માત્ર મુલતવી રાખવામાં આવી છે, સમાપ્ત થઈ નથી. તેમણે કહ્યું હતું કે, જો પાકિસ્તાન આતંકવાદને પ્રોત્સાહન આપવાનું ચાલુ રાખશે તો ભારત તેની દરેક કાર્યવાહીનો જવાબ આપશે. પીએમ મોદીએ કહ્યું હતું કે, ટેરર અને ટૉક એક સાથે ચાલશે નહીં.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં