Monday, October 7, 2024
More
    હોમપેજદુનિયાઓપનિંગના દિવસે જ આખા મોલને લૂંટીને લઈ ગઈ પ્રજા, લાઠી-દંડા લઈને આવી...

    ઓપનિંગના દિવસે જ આખા મોલને લૂંટીને લઈ ગઈ પ્રજા, લાઠી-દંડા લઈને આવી ચડ્યા લોકોના ટોળાં: કંગાળ દેશ પાકિસ્તાનની વધુ એક શરમજનક ઘટના

    કલાકોમાં મોલની બહાર હજારો લોકોના ટોળાં એકઠા થવા લાગ્યા અને હાથમાં લાઠી-દંડા લઈને મોલમાં ઘૂસવાનો પ્રયાસ કરવા લાગ્યા. વધતી સંખ્યાને જોઈને મોલના કર્મચારીઓએ ગેટ બંધ કરી દીધો. જેના કારણે ટોળાંઓ ભડકી ઉઠ્યા અને લાઠી-દંડાથી તેમણે મોલના કાચના દરવાજાને જ તોડી પાડ્યો.

    - Advertisement -

    પાડોશી દેશ પાકિસ્તાનની આર્થિક સ્થિતિ દિનપ્રતિદિન કથળતી જઈ રહી છે. ભૂખમરો અને ગરીબીનો સામનો કરી રહેલા પાકિસ્તાનમાં હવે લૂંટફાટ પણ થવા લાગી છે. દેશની હાલત જોઈને કોઈ વિદેશી વેપારી પાકિસ્તાનમાં રોકાણ પણ નથી કરી રહ્યા અને જે એક-બે કરી રહ્યા છે તો તેમના સ્ટોર અને મોલને પણ લૂંટી લેવામાં આવે છે. હવે ફરી પાકિસ્તાનની વધુ એક શરમજનક ઘટના સામે આવી છે. જાણવા મળી રહ્યું છે કે, પાકિસ્તાનના કરાચી શહેરમાં ઉદ્ઘાટનના દિવસે જ આખા મોલને લૂંટી લેવાની ઘટના બનવા પામી છે. સ્થાનિક લોકોએ લાઠી-દંડા વડે હુમલો કરીને આખો મોલ જ લૂંટી લીધો છે.

    માહિતી અનુસાર, પાકિસ્તાન મૂળના એક વેપારી વિદેશમાં પોતાનો બિઝનેસ ચલાવે છે. તેમણે મોટું સાહસ કરીને કરોડો રૂપિયાનું રોકાણ કરી પાકિસ્તાનના કરાચીમાં એક મોલ બનાવ્યો હતો. શહેરના ગુલિસ્તા-એ-જૌહર વિસ્તારમાં બનાવવામાં આવેલા આ મોલનું નામ ‘ડ્રીમ બાજાર’ રાખવામાં આવ્યું હતું. આ સાથે જ મોલનું ઉદ્ઘાટન પણ કરવામાં આવ્યું છે. ઉદ્ઘાટનના દિવસે જ વેપારીએ ગ્રાહકોને આકર્ષવા માટે મોટી-મોટી ઓફરોની જાહેરાત પણ કરી હતી. જાહેરાત બાદ સ્થાનિક લોકો મોટી સંખ્યામાં ત્યાં આવી ચડ્યા.

    થોડી જ કલાકોમાં મોલની બહાર હજારો લોકોના ટોળાં એકઠા થવા લાગ્યા અને હાથમાં લાઠી-દંડા લઈને મોલમાં ઘૂસવાનો પ્રયાસ કરવા લાગ્યા. વધતી સંખ્યાને જોઈને મોલના કર્મચારીઓએ ગેટ બંધ કરી દીધો. જેના કારણે ટોળાંઓ ભડકી ઉઠ્યા અને લાઠી-દંડાથી તેમણે મોલના કાચના દરવાજાને જ તોડી પાડ્યો. ત્યારબાદ તો હજારોનું ટોળું મોલમાં ઘૂસી ગયું અને જેના હાથમાં જે આવ્યું તે લઈને ભાગવા લાગ્યા. માત્ર થોડા જ કલાકોમાં આખા મોલને લૂંટી લેવામાં આવ્યો.

    - Advertisement -

    પાકિસ્તાની મીડિયા અનુસાર, ઘટનાની જાણ થયા બાદ પાકિસ્તાની પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી હતી, પરંતુ ભડકેલા લોકોએ પોલીસ પર પણ હુમલો કરી દીધો હતો. લોકોના ટોળાંને નિયંત્રિત કરવા માટે પોલીસે પણ લાઠીચાર્જ શરૂ કર્યો હતો. પરંતુ તેમ છતાં લોકોએ લૂંટફાટ ચાલુ રાખી હતી. જોકે, બાદમાં સ્થિતિ નિયંત્રણમાં આવી હતી, પરંતુ ત્યાં સુધીમાં તો આખા મોલને લૂંટી લેવામાં આવ્યો હતો. ઘટનાના વિડીયો પણ સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થઈ રહ્યા છે. દુનિયાભરના લોકો ન માત્ર પાકિસ્તાનની પરંતુ પાકિસ્તાની જનતાની પણ ઠેકડી ઉડાવી રહ્યા છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં