Tuesday, March 31, 2026
More
    હોમપેજક્રાઈમઅમદાવાદના બાપુનગરના રામદેવપીર મંદિરમાં રઝાક આલમે કરી તોડફોડ, મૂર્તિ પણ ખંડિત કરી:...

    અમદાવાદના બાપુનગરના રામદેવપીર મંદિરમાં રઝાક આલમે કરી તોડફોડ, મૂર્તિ પણ ખંડિત કરી: પૂજારી-સ્થાનિકોએ કહ્યું– લગાવી રહ્યો હતો ‘અલ્લાહુ અકબર’ના નારા

    પૂજારીએ પછીથી સ્થાનિકો અને પોલીસને જાણ કરી હતી. કંટ્રોલ રૂમમાં જાણ થતાં જ પોલીસની એક ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ત્યારબાદ સ્થાનિકોએ રઝાકને પકડીને પોલીસને સોંપી દીધો હતો.

    - Advertisement -

    અમદાવાદના (Ahmedabad) બાપુનગર વિસ્તારમાં આવેલા રામદેવપીર મંદિરનું તાળું તોડીને તોડફોડ કરવામાં આવી હતી. મંદિરના પૂજારીએ જણાવ્યું કે એક શખ્સ મંદિરમાં ઘૂસી આવ્યો હતો અને મૂર્તિ પણ ખંડિત કરી હતી. તેણે ‘અલ્લાહુ અકબર’ના નારા લગાવ્યા હોવાનું પણ પૂજારી અને સ્થાનિકોએ જણાવ્યું. સ્થાનિકોએ આખરે આરોપીને પકડીને પોલીસને સોંપી દીધો હતો. જેની ઓળખ રઝાક આલમ તરીકે થઈ છે. 

    વધુ વિગતો અનુસાર, ઘટના બુધવારે (10 સપ્ટેમ્બર) વહેલી સવારે બની હતી. પૂજારીએ ફરિયાદમાં જણાવ્યું છે કે, રઝાક રાત્રે દારૂના નશામાં મંદિર પાસે ઊંઘી ગયો હતો. વહેલી સવારે ઉઠ્યો અને મંદિરમાં તોડફોડ શરૂ કરી દીધી. તેણે મંદિરમાં મૂર્તિઓ પણ ખંડિત કરી. ત્યારબાદ તેણે ‘અલ્લાહુ અકબર’ના નારા લગાવ્યા અને કહ્યું– ‘આજ મેરા અલ્લાહ ખુશ હોગા.’ 

    પૂજારીએ પછીથી સ્થાનિકો અને પોલીસને જાણ કરી હતી. કંટ્રોલ રૂમમાં જાણ થતાં જ પોલીસની એક ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ત્યારબાદ સ્થાનિકોએ રઝાકને પકડીને પોલીસને સોંપી દીધો હતો. રિપોર્ટ અનુસાર, પોલીસની ગાડીમાં બેઠા પછી પણ રઝાકે નારા લગાવવાના ચાલુ રાખ્યા હતા. 

    - Advertisement -

    બીજી તરફ, આરોપીને ‘માનસિક બીમાર’ ગણાવવાનો ચાલુ કરી દેવાયો છે. મંદિરમાં તોડફોડ કર્યા બાદ સ્થાનિકોએ પકડીને પોલીસને સોંપી દીધો પછી રઝાકનો બાપ પોલીસ મથકે પહોંચ્યો હતો, જેણે પોતાના પુત્રને ‘માનસિક અસ્થિર’ ગણાવ્યો છે અને કહ્યું કે તેની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. પ્રાપ્ત જાણકારી અનુસાર, તેઓ મૂળ બિહારના છે. 

    ઘટના વિશે વિશ્વ હિંદુ પરિષદના એક નેતાએ જણાવ્યું કે, મંદિરમાં રામદેવપીરની મૂર્તિને નુકસાન થયું છે અને હનુમાનજીની મૂર્તિ પણ ઊંધી પાડી દેવામાં આવી હતી. ઘટના બાદ પાડોશીઓ ત્યાં આવી પહોંચ્યા અને આરોપીને પકડીને પોલીસને હવાલે કરી દીધો હતો. તેમણે પણ જણાવ્યું કે રઝાક મંદિરની બહાર નીકળીને ‘અલ્લાહુ અકબર’ના નારા લગાવી રહ્યો હતો. 

    હાલ બાપુનગર પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. દિવ્ય ભાસ્કરના રિપોર્ટ અનુસાર, બાપુનગર પોલીસ મથકના PI એસ. જી ખાંભલાએ જણાવ્યું કે પૂજારીની ફરિયાદ નોંધીને તપાસ ચાલુ કરવામાં આવી છે અને આરોપી શખ્સને પણ પોલીસ મથક લાવવામાં આવ્યો છે. પોલીસ આ ખરેખર માનસિક અસ્થિર છે કે કેમ તે બાબતે પણ તપાસ કરી રહી હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં