Wednesday, April 24, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટમનીષ બનીને મોહમ્મદ શાહિદે હિંદુ યુવતીને ફસાવી: કોંગ્રેસની વિદ્યાર્થી પાંખ NSUIનો સક્રિય...

    મનીષ બનીને મોહમ્મદ શાહિદે હિંદુ યુવતીને ફસાવી: કોંગ્રેસની વિદ્યાર્થી પાંખ NSUIનો સક્રિય કાર્યકર રહ્યો છે, કોલેજમાં ચૂંટણી પણ જીત્યો હતો

    સોશિયલ મીડિયા પર મનીષ સેન બનીને યુવતીઓને ફસાવનાર મોહમ્મદ શાહિદે આધાર કાર્ડ સહિતના દસ્તાવેજોમાં ગોલમાલ કરીને નામ મનીષ કરી દીધું હતું. પોલીસે તેના રૂમની તપાસ કરતાં આ દસ્તાવેજો મળી આવ્યા હતા.

    - Advertisement -

    રાજસ્થાનના ભીલવાડામાં હિંદુ નામ રાખીને કોલેજની હિંદુ યુવતી સાથે મિત્રતા કેળવી બળાત્કારની કોશિશ કરનાર મોહમ્મદ શાહિદ ઘોરીની ધરપકડ થયા બાદ તેના વિશે વધુ માહિતી સામે આવી છે. જાણવા મળ્યું છે કે તે કોંગ્રેસની વિદ્યાર્થી પાંખ NSUIનો સક્રિય સભ્ય રહી ચૂક્યો છે અને કોલેજમાં ચૂંટણી પણ જીત્યો હતો. 

    દૈનિક ભાસ્કરના એક રિપોર્ટ અનુસાર, સોશિયલ મીડિયા પર મનીષ સેન બનીને યુવતીઓને ફસાવનાર મોહમ્મદ શાહિદે આધાર કાર્ડ સહિતના દસ્તાવેજોમાં ગોલમાલ કરીને નામ મનીષ કરી દીધું હતું. પોલીસે તેના રૂમની તપાસ કરતાં આ દસ્તાવેજો મળી આવ્યા હતા.

    પોલીસે મોહમ્મદ શાહિદના રૂમની તલાશી લેતાં બોગસ આધાર કાર્ડ સહિતના દસ્તાવેજો મળીએ આવ્યા હતા. જેમાં તસ્વીર મોહમ્મદની અને નામ મનીષ સેન લખવામાં આવ્યું હતું. તેણે મકાન માલિકને પણ સાચું નામ જણાવ્યું ન હતું. મનીષ સેનના નામે જ તેણે પંચવટી વિસ્તારમાંમાં રૂમ ભાડે લીધો હતો. આધાર કાર્ડમાં તેણે નામ એડિટ કરીને મનીષ સેન કરી દીધું હતું. 

    - Advertisement -

    તદુપરાંત, મોહમ્મદ શાહિદ કોલેજના રાજકારણમાં સક્રિય રહ્યો હોવાનું સામે આવ્યું હતું. તે ભીલવાડામાં એક મોબાઈલ કંપનીનો મેનેજર હોવાનું સામે આવ્યું છે. તે છેલ્લા 10 વર્ષથી પાલી અને ભીલવાડામાં અલગ-અલગ નામો રાખીને રહેતો હતો. 2014-15 માં તે બાંગડ કોલેજમાંથી વિદ્યાર્થી સંગઠનની ચૂંટણીમાં સંયુક્ત મહાસચિવની ચૂંટણી પણ જીત્યો હતો તેમજ મોહમ્મદ શાહિદ NSUIનો સભ્ય પણ રહી ચૂક્યો છે. 

    શું છે કેસ? 

    પોલીસે આપેલ જાણકારી અનુસાર, કોલેજમાં ભણતી એક યુવતીએ સોશિયલ મીડિયા પર યુવક મનીષ સેન સાથે મિત્રતા હોવાનું કહ્યું હતું. 18 જુલાઈએ યુવકે બોલાવતાં તે તેના રૂમ પર ગઈ હતી. આરોપ છે કે એકાંતનો ફાયદો ઉઠાવીને ઈસમે યુવતીને નશાયુક્ત પદાર્થો પીવડાવીને તેની સાથે બળાત્કાર કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, યુવતીએ બૂમાબૂમ કરતાં આસપાસના લોકો આવી પહોંચ્યા હતા અને આરોપી ઈસમને પકડી લીધો હતો. જે બાદ પોલીસને જાણ કરી સોંપી દેવામાં આવ્યો હતો. 

    પોલીસને યુવતીએ આરોપીનું નામ મનીષ સેન હોવાનું કહ્યું હતું, પરંતુ તપાસ બાદ જાણવા મળ્યું કે તેણે યુવતીને ખોટું નામ કહ્યું હતું અને તેનું સાચું નામ મોહમ્મદ શાહિદ ઘોરી છે. જે બાદ પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી અને આરોપીના રૂમની તલાશી પણ લીધી હતી. 

    પોલીસને આરોપી શાહિદના મોબાઈલમાંથી પીડિત યુવતીની કેટલીક તસ્વીરો પણ મળી આવી છે. પોલીસને આશંકા છે કે તેણે સોશિયલ મીડિયા મારફતે અન્ય પણ યુવતીઓને ફસાવી હોય શકે છે. હાલ આરોપીને રિમાન્ડ પર લઇ કેસની તપાસ કરવામાં આવી રહી છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં