મહારાષ્ટ્ર સરકારને મસ્જિદોમાંથી લાઉડસ્પીકર હટાવવાનું અલ્ટીમેટમ આપનાર મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના પ્રમુખ રાજ ઠાકરેની ગમે ત્યારે ધરપકડ થઈ શકે છે. હકીકતમાં, 6 એપ્રિલે શિરાલાની મેજિસ્ટ્રેટ કોર્ટે રાજ ઠાકરે વિરુદ્ધ બિનજામીનપાત્ર વોરંટ જારી કર્યું હતું.
સાંગલીના શિરાલા ખાતેની મેજિસ્ટ્રેટ કોર્ટે 6 એપ્રિલે MNS વડા રાજ ઠાકરે વિરુદ્ધ 2008ના કેસના સંબંધમાં IPCની કલમ 143, 109, 117, 7 અને બોમ્બે પોલીસ એક્ટની 135 હેઠળ બિનજામીનપાત્ર વોરંટ જાહેર કર્યું હતું.
કોર્ટે મુંબઈ પોલીસ કમિશનરના બિનજામીનપાત્ર વોરંટ હેઠળ MNS પ્રમુખ રાજ ઠાકરેની ધરપકડ કરવાનો આદેશ આપ્યો હતો. તેમ છતાં મુંબઈ પોલીસે હજુ સુધી ધરપકડને અંતિમ સ્વરૂપ આપ્યું નથી.
જોકે, મુંબઈ પોલીસે આ મામલે કોઈ કાર્યવાહી કરી નથી. રાજ ઠાકરેને એક જૂના કેસમાં બિનજામીનપાત્ર વોરંટ જારી કરવામાં આવ્યું છે. કોર્ટે પોલીસને એ પણ પૂછ્યું કે 6 એપ્રિલે વોરંટ જારી થયા પછી પણ રાજ વિરુદ્ધ કોઈ કાર્યવાહી કેમ કરવામાં આવી નથી.
Despite the Court asking the Mumbai Police Commissioner to arrest & bring MNS chief Raj Thackeray before the court in the non-bailable warrant, the Mumbai Police has not executed the order yet. (2/2)
— ANI (@ANI) May 3, 2022
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, 2008માં MNS કાર્યકર્તાઓએ ઠાકરેના સમર્થનમાં પરલીમાં સ્ટેટ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (ST)ની બસો પર પથ્થરમારો કર્યો હતો. હકીકતમાં, રાજ ઠાકરેની વર્ષ 2008માં રેલવેમાં પ્રાંતીય યુવાનોની ભરતીના મામલે ધરપકડ કરવામાં આવી હતી. આ ધરપકડના વિરોધમાં MNS કાર્યકર્તાઓએ રાજ્યમાં ઘણી જગ્યાએ વિરોધ પ્રદર્શન કર્યા હતા. અંબાજોગાઈમાં પણ એસટી બસને નિશાન બનાવવામાં આવી હતી.
આ મામલે કેસ નોંધાયા બાદ રાજ ઠાકરેને કોર્ટ દ્વારા વારંવાર હાજર થવા માટે કહેવામાં આવતું હતું. જો કે, રાજ ઠાકરેએ કોઈપણ સુનાવણીમાં હાજરી આપી ન હતી. જામીન હોવા છતાં સળંગ તારીખે હાજર ન થવા બદલ બિનજામીનપાત્ર વોરંટ જારી કરવામાં આવ્યું હતું.
નોંધનીય છે કે 1લી મે એટલે કે મહારાષ્ટ્ર સ્થાપના દિવસે જ રાજ ઠાકરેએ ઔરંગાબાદમાં જંગી જાહેરસભા કરી હતી જેમાં એનસીપીના શરદ પવારને આડે હાથે લીધા હતા. આ સભાની પરવાનગી પણ પોલીસ દ્વારા 16 શરતો સાથે અપાઈ હતી. હાલ ઔરંગાબાદ કમિશ્નર એ સભાના વિડીયો ચેક કરી રહ્યા છે જેથી કઈ કઈ શરતોનું ઉલ્લંઘન કર્યું છે એ નોંધીને પગલાં લઈ શકાય.
મહારાષ્ટ્ર સરકાર પર આરોપ લાગી રહ્યો છે કે તે રાજકીય દ્વેષના કારણે આમ જૂના કેસમાં રાજ ઠાકરે વિરુદ્ધ કાર્યવાહી કરી રહી છે. આ પહેલી વાર નથી કે મહારાષ્ટ્રની હાલની સરકાર પર આવો આરોપ લાગ્યો હોય. આ પહેલા આ રાજસ્થાન સરકારે બદલાની કાર્યવાહી કરતાં કંગના રનૌતની ઓફિસ તોડી પડાઈ હોવાના આરોપ લોકોએ લગાવ્યા હતા. અને તાજેતરમાં જ રાણા દંપત્તિ વિરુદ્ધ પણ બદલાની કાર્યવાહી થઈ હોવાની વાતો થઈ રહી છે.