Wednesday, November 13, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટસંજય રાઉતે રાણા દંપતીને 20 ફૂટ ઊંડે દાટવાના તેમના નિવેદનને સ્વીકાર્યું, હનુમાન...

    સંજય રાઉતે રાણા દંપતીને 20 ફૂટ ઊંડે દાટવાના તેમના નિવેદનને સ્વીકાર્યું, હનુમાન ચાલીસના પાઠ કરવા અંતિમક્રિયાની તૈયારી સાથે આવવું એમ પણ કહ્યું

    શિવસેનાના સંસદ સભ્ય સંજય રાઉતે રાણા દંપત્તિને જમીનની નીચે દાટી દેવાની ધમકી આપવાનું સ્વીકાર્યું છે અને ઉમેર્યું છે કે આવું તેમણે સંસદ સભ્ય તરીકે નહીં પરંતુ શિવસૈનિક તરીકે કહ્યું હતું.

    - Advertisement -

    શિવસેનાના નેતા સંજય રાઉતે મુંબઈમાં હનુમાન ચાલીસાના પાઠ કરવાના વિવાદમાં સાંસદ નવનીત રાણા અને ધારાસભ્ય રવિ રાણાને 20 ફૂટ ઊંડે દાટવાના તેમના નિવેદનને યોગ્ય ગણાવ્યું છે. રવિવારે, રાણા દંપતીએ સીએમ ઉદ્ધવ ઠાકરેના ઘર માતોશ્રીની સામે વિરોધ તરીકે હનુમાન ચાલીસાનો પાઠ કરવાનો પ્રયાસ કર્યા પછી, સંજય રાઉતે ટિપ્પણી કરી હતી, “માતોશ્રી સાથે ગડબડ કરવાની હિંમત ન કરો. તને 20 ફૂટ જમીન નીચે દાટી દઈશ.”

    સોમવારે, એક ઇન્ટરવ્યુમાં બરખા દત્ત સાથે વાત કરતી વખતે, રાઉતે ખુલ્લેઆમ સ્પષ્ટતા કરી હતી કે રાણાને ‘જાનથી મારી નાખવાની ધમકી’ આપતી વખતે તેણે જે કીધું એ બરાબર જ કીધું હતું. જ્યારે તેમની 20 ફૂટ-દફન ટિપ્પણી વિશે પૂછવામાં આવ્યું તો ‘જો કોઈએ માતોશ્રીને પડકારવાનો પ્રયાસ કર્યો, તો તેઓએ તેમના અંતિમ સંસ્કાર માટેની સામગ્રી તૈયાર રાખવી જોઈએ’, સંજય રાઉતે જોરથી સ્મિત સાથે જવાબ આપ્યો. રાઉતે જવાબ આપ્યો, “હાહાહા…હા, આ જાનથી મારી નાખવાની ધમકી હોઈ શકે છે. હું નકારતો નથી.”. જ્યારે દત્તે સંજય રાઉતને નકારી કાઢ્યું કે તેઓ (રાજ્યસભા) સંસદસભ્ય તરીકે આ વાતને કેવી રીતે ન્યાયી ઠેરવી શકે, ત્યારે તેમણે કહ્યું, “આ મારા સંસદસભ્ય તરીકે નહીં, આ મારી શિવસૈનિક હોવા અંગેની વાત છે. મેં મારું આખું જીવન બાળાસાહેબ ઠાકરે સાથે વિતાવ્યું છે અને તેથી મને ખબર છે કે કેવી રીતે અને શું બોલવું. મેં જે કહ્યું તેના પર હું કાયમ છુ.”

    સંજય રાઉતે કહ્યું, “હું જાણું છું કે આ લોકશાહી છે અને તમને વિરોધ કરવાનો અધિકાર છે. પરંતુ જ્યારે માતોશ્રીની વાત આવે છે ત્યારે તે અમારા માટે આસ્થાની વાત છે. જો તમે તેને પડકારવાનો પ્રયાસ કરશો તો મારા જેવા નેતાઓ તેને સ્વીકારશે નહીં.” જ્યારે રાઉતને તેની ભાષા અંગે પ્રશ્ન કરવામાં આવ્યો હતો જેમાં ઘણી વાર દુર્વ્યવહાર અને હિંસા હોય છે, ત્યારે તેમણે કહ્યું હતું કે તે ભાગ્યે જ આવી ભાષાનો ઉપયોગ કરે છે અને માત્ર ત્યારે જ જ્યારે વિરોધી તે જ સમજે છે.

    - Advertisement -

    સીએમના ઘરની સામે હનુમાન ચાલીસાના પાઠ કરવાના આયોજન માટે રાણા દંપતી પર લગાવવામાં આવેલા રાજદ્રોહના આરોપો વિશે પૂછવામાં આવતાં, સંજય રાઉતે આ કેસનો બચાવ કરતા કહ્યું, “આ કેસ મુંબઈ પોલીસે દાખલ કર્યો છે. તેઓ સ્વતંત્ર સંસ્થાઓ છે. કોર્ટ તેની કાયદેસરતા પર નિર્ણય લેશે. તેમણે કહ્યું કે જો કોઈ વ્યક્તિ ધર્મ, રાજ્યના આધારે રાષ્ટ્ર અથવા રાજ્યને તોડવા માંગે છે અને વિભાજન કરવા માંગે છે, તો આવા લોકોને કડક સજા થવી જોઈએ.

    શનિવારે, સાંસદ નવનીત રાણા અને તેમના પતિ વિધાનસભ્ય રવિ રાણાની મુંબઈ પોલીસે સીએમ ઉદ્ધવ ઠાકરેના ઘર માતોશ્રીની સામે હનુમાન ચાલીસાનો પાઠ કરવાનો પ્રયાસ કર્યા પછી ધરપકડ કરી હતી. જ્યારે નવનીત રાણાએ આવું કરવાની પોતાની યોજના જાહેર કરી, ત્યારે શિવસેનાના કાર્યકરોએ તેના ઘરની સામે ઊઘ્ર વિરોધ કર્યો. બંને હાલમાં મુંબઈની સંબંધિત જેલમાં 14 દિવસની ન્યાયિક કસ્ટડીનો સામનો કરી રહ્યા છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં