Sunday, April 21, 2024
More
  હોમપેજન્યૂઝ રિપોર્ટમાતોશ્રીને હાથ લગાવ્યો તો 20 ફૂટ નીચે દાટી દઈશું: નવનીત કૌરને ધમકી...

  માતોશ્રીને હાથ લગાવ્યો તો 20 ફૂટ નીચે દાટી દઈશું: નવનીત કૌરને ધમકી આપતા સંજય રાઉત

  પોતે ઉદ્ધવ ઠાકરેના નિવાસસ્થાન માતોશ્રીની બહાર હનુમાન ચાલીસાનું પઠન કરશે તેવો પડકાર ફેંકનાર અમરાવતીના સંસદ સભ્ય નવનીત કૌર રાણાને શિવસેનાના સંજય રાઉતે ખુલ્લી ધમકી આપી છે.

  - Advertisement -

  મહારાષ્ટ્રમાં હનુમાન ચાલીસા અંગે ચાલી રહેલા વિવાદમાં આજે શિવસેનાના પ્રવક્તા સંજય રાઉતે સંસદ સભ્ય નવનીત કૌર રાણા અને તેમના પતિ રવિ રાણાને ધમકી આપતાં કહ્યું છે કે, “માતોશ્રીને હાથ લગાવવાનો પ્રયાસ પણ ન કરતા નહીંતો અમે તમને જમીનથી 20 ફૂટ નીચે દાટી દઈશું.”

  સંજય રાઉતે આ ધમકી નાગપુર ખાતે એક પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરતાં કહ્યું હતું. નવનીત અને રવિ રાણાએ મુંબઈમાં ઉદ્ધવ ઠાકરેના નિવાસ માતોશ્રી ખાતે હનુમાન ચાલીસાનો પાઠ કરવાનો પડકાર ફેંક્યો હતો.

  છેલ્લા અમુક દિવસો દરમ્યાન શિવસેનાએ આ દંપત્તિ વિષે ઘણી અભદ્ર ભાષામાં કમેન્ટ્સ કરી છે જેમણે મહારાષ્ટ્રમાં લાઉડસ્પીકરની ચળવળ ચલાવવાની શરુ કરી છે. સંજય રાઉતે જણાવ્યું હતું કે તેઓ આ રેકોર્ડ પર  જણાવે છે કે જો માતોશ્રીને હાથ પણ લગાવવામાં આવશે તો તેમને જમીનથી 20 ફૂટ નીચે દાટી દેવામાં આવશે.

  - Advertisement -

  રાઉતે ઉમેર્યું હતું કે આ સાચું હિન્દુત્વ નથી, એ લોકો (રાણા દંપત્તિ) નફરતનું ઝેર ફેલાવી રહ્યાં છે, અમે આ પ્રકારની પ્રયુક્તિઓને કડક હાથે દબાવી દઈશું. રાઉતે આ દંપત્તિને અમરાવતીના બંટી અને બબલી કહેતાં કહ્યું હતું કે તેઓ તેમના મુંબઈ ખાતેના નિવાસસ્થાનના દરવાજા આગળ એમ્બ્યુલન્સ મુકીને તેને બ્લોક કરવાના શિવસેનાના કાર્યકર્તાઓના કાર્યને બિરદાવે છે. તેમણે અચાનક આવી પડનારી કોઈ જરૂરીયાતને પહોંચી વળવા માટે જ અને બંટી અને બબલીને જો હોસ્પિટલ લઇ જવા પડે તો તેના માટે જ આ એમ્બ્યુલન્સ તેમના ઘર સામે મૂકી દીધી હતી. આ અમારો માનવીય સ્વભાવ દર્શાવે છે.

  રાઉતે ભાજપ પર આરોપ મુકતાં કહ્યું હતું કે ભાજપ આ બંનેને શિખંડી બનાવીને તેમના ખભે બંદૂક મુકીને અમારા પર હુમલો કરી રહ્યું છે. પરંતુ માતોશ્રીને જો નુકશાન પહોંચાડશો તો તમારે તમારા અંતિમસંસ્કારનો સમાન તૈયાર રાખવો પડશે. આ પ્રકારના બોગસ લોકો હિન્દુત્વને શું આગળ લઇ જવાના? અમે તો મહાભારત શરુ કરવા સક્ષમ છીએ.

  હનુમાનજીનું ઉદાહરણ આપતા સંજય રાઉતે આગળ જણાવ્યું હતું કે શિવસેનાનું હિન્દુત્વ ગદાધારી માટે છે નહીં કે ઘંટાધારીઓ માટે. અમે 1992માં અયોધ્યાની જેમજ ધર્મના રક્ષણ હેતુ ગદા ઉપાડીશું. શનિવારે માતોશ્રી ખાતે હનુમાન ચાલીસાના પાઠ કરવાના નવનીત રાણા અને તેમના પતિ રવિ રાણાના પ્રયાસોને જ્યારે શિવસેનાના કાર્યકર્તાઓએ નિષ્ફળ બનાવ્યા ત્યારે મુંબઈ પોલીસે તેમની ધરપકડ કરી હતી. જો કે આ દંપત્તિએ આજની નરેન્દ્ર મોદીની મુંબઈ યાત્રાને ધ્યાનમાં લઈને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના નિવાસસ્થાન માતોશ્રી ખાતે પોતાનો હનુમાન ચાલીસાના પઠનનો કાર્યક્રમ પડતો મૂક્યો હોવાની જાહેરાત પણ કરી હતી.

  - Advertisement -

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં