Wednesday, April 24, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટનોઈડામાં ફરી લવ જેહાદ, આરીફ ખાને અરિકન રાણા બની યુવતીને ફસાવી, બળાત્કાર...

    નોઈડામાં ફરી લવ જેહાદ, આરીફ ખાને અરિકન રાણા બની યુવતીને ફસાવી, બળાત્કાર કરી ગર્ભવતી થતા ગર્ભપાત કરાવ્યો

    પીડિતાના કહેવા પ્રમાણે, આરિફે લગ્નના નામે ઘણી વખત તેની સાથે બળાત્કાર કર્યો હતો. આ દરમિયાન જ્યારે પીડિતા ગર્ભવતી થઈ ત્યારે આરોપીએ જબરદસ્તીથી તેનો ગર્ભપાત કરાવ્યો. પીડિતાનો આરોપ છે કે આરોપીઓએ તેની સાથે ઘણી વખત મારપીટ અને દુર્વ્યવહાર પણ કર્યો હતો.

    - Advertisement -

    નોઈડામાં ફરી લવ જેહાદ થયો હોવાનો એક સનસનીખેજ મામલો સામે આવ્યો છે. અહીં એક મુસ્લિમ યુવકે ધર્મ છુપાવીને પહેલા હિંદુ યુવતીને પોતાના પ્રેમ જાળમાં ફસાવી અને તેની સાથે ઘણા મહિનાઓ સુધી શારીરિક સંબંધ બાંધતો રહ્યો. જ્યારે યુવતી ગર્ભવતી થઈ, ત્યારે આ વ્યક્તિ તેને અસહાય હાલતમાં મુકીને નાસી છુટ્યો હતો. પીડિતાનો આરોપ છે કે આરોપીઓએ તેની સાથે ઘણી વખત મારપીટ અને દુર્વ્યવહાર પણ કર્યો હતો. નોઈડામાં ફરી લવ જેહાદ થતા કટ્ટરવાદીઓના મનસુબાઓ સામે આવી રહ્યા છે.

    આરીફ ખાન હિન્દુ હોવાનો દાવો કરીને યુવતીનું યૌન શોષણ કરતો રહ્યો

    આજતકના અહેવાલ અનુસાર પીડિતાએ નોઈડાના સેક્ટર 49માં આરોપી વિરુદ્ધ ફરિયાદ દાખલ કર્યો છે. આરોપીનું સાચું નામ આરીફ ખાન છે. ગુરુગ્રામની રહેવાસી પીડિતાએ જણાવ્યું કે પહેલા આરોપીએ તેનું નામ અરિકન રાણા જણાવ્યું હતું. આરોપીઓએ પીડિતાને તેના પિતા અને અન્ય સંબંધીઓને પણ મળવાનું કરાવ્યું હતું. પીડિતાના કહેવા પ્રમાણે, આરિફે લગ્નના નામે ઘણી વખત તેની સાથે બળાત્કાર કર્યો હતો. આ દરમિયાન જ્યારે પીડિતા ગર્ભવતી થઈ ત્યારે આરોપીએ જબરદસ્તીથી તેનો ગર્ભપાત કરાવ્યો. પીડિતાનો આરોપ છે કે આરોપીઓએ તેની સાથે ઘણી વખત મારપીટ અને દુર્વ્યવહાર પણ કર્યો હતો.

    - Advertisement -

    આ સમગ્ર મામલે પોલીસે આઈપીસી કલમ 376 (બળાત્કાર) અને બળજબરીથી ગર્ભપાત, હિંસક હુમલો અને અન્ય સંબંધિત કલમો હેઠળ ફરિયાદ દાખલ કરી તપાસ શરૂ કરી છે.

    આવો જ કિસ્સો યુપીના હરદોઈમાં સામે આવ્યો છે

    અન્ય એક મીડિયા અહેવાલ મુજબ ગયા અઠવાડિયે યુપીના હરદોઈમાં પણ આવો જ એક કિસ્સો સામે આવ્યો હતો. 12માં ધોરણની એક વિદ્યાર્થીનીએ મુસ્લિમ છોકરા પર ધર્મ છુપાવીને મિત્રતા કરવાનો અને પછી તેની સાથે બળાત્કાર કરવાનો આરોપ લગાવ્યો હતો. પીડિતાના જણાવ્યા અનુસાર, રઝાક નામના છોકરાએ તેની સાથે પ્રિન્સ મિશ્રા તરીકે મિત્રતા કરી અને પછી તેની સાથે બળાત્કાર કર્યો. જ્યારે આરોપીનું જૂઠ પકડાયું તો તેણે પીડિતા પર ત્રાસ ગુજારવાનું શરૂ કરી દીધું. પીડિતાએ જણાવ્યું કે વાસ્તવિકતા બહાર આવ્યા બાદ તેણે પોતાને આરોપીથી દૂર કરી લીધો પરંતુ તે તેને રસ્તામાં રોકીને બ્લેકમેલ કરતો હતો. ઘણા દિવસો સુધી આ બધું સહન કર્યા પછી, પીડિતાએ આખી વાત તેના પરિવારના સભ્યોને કહી, પછી મામલો પોલીસ સુધી પહોંચ્યો.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં