Friday, March 29, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટરાજસ્થાન : ઝાકિર હુસૈન-નાઝિમ શેખ મંદિરની છત પર માંસ રાંધતા પકડાયા, વિવાદ...

    રાજસ્થાન : ઝાકિર હુસૈન-નાઝિમ શેખ મંદિરની છત પર માંસ રાંધતા પકડાયા, વિવાદ બાદ ધરપકડ

    રાજસ્થાનના ઉદયપુરમાં એક મંદિરની છત પર માંસ રાંધતા બિહારના બે મુસ્લિમ મજૂરો પકડાઈ જતાં ચકચાર ફેલાઈ જવા પામી છે અને પોલીસ તરત એકશનમાં આવી છે.

    - Advertisement -

    રાજસ્થાનના ઉદયપુરમાં એક હિંદુ મંદિરની છત પર 2 મુસ્લિમ યુવકો દ્વારા માંસ રાંધવામાં આવ્યા બાદ આ મામલે વિવાદ થયો હતો. કૃત્ય કરનાર બંને આરોપીઓના નામ ઝાકિર હુસૈન અને નાઝિમ શેખ હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. તેમની ઉપર આરોપ છે કે તેમણે માંસ ખાધા બાદ હાડકાંઓ મંદિરમાં જ ફેંકી દીધા હતા. આ મામલે પોલીસે કેસ દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

    આ ઘટના શુક્રવારની (6 મે 2022) છે. આ મામલે પોલીસે કેસ દાખલ કર્યા બાદ બંને આરોપીઓની ધરપકડ પણ કરી લીધી હતી.

    ભાજપ નેતા લક્ષ્મીકાંત ભારદ્વાજે મંદિરનો વિડીયો શેર કર્યો છે. તેમણે મુખ્યમંત્રી અશોક ગેહલોતને આ મામલે કાર્યવાહી કરવા માટે અપીલ કરી છે. વિડીયોમાં ‘જય શ્રીરામ’ લખેલા મંદિરના ગેટ આગળ પોલીસ જવાનો તહેનાત જોવા મળે છે. મંદિરની છત પર ગેસ સિલિન્ડર અને ચૂલા પર વાસણો રાખેલા જોવા મળે છે. વાસણને ખોલીને બતાવવામાં આવે ત્યારે તેમાં માંસ રાંધવામાં આવેલ હોય તેમ જણાઈ રહ્યું છે.

    - Advertisement -

    ઇન્ડિયા ન્યૂઝના રિપોર્ટ અનુસાર, આરોપીઓ લગભગ 15 દિવસથી મંદિરની છત પર રહેતા હતા. દરમ્યાન તેઓ નોનવેજ બનાવીને ખાઈ રહ્યા હતા. જેની જાણ સ્થાનિક લોકોએ કોર્પોરેટરને કરતા તેમણે લોકો સાથે પહોંચીને તમામ સામાન રસ્તા પર ફેંકી દેવડાવ્યો હતો. જે બાદ મંદિર પરિસર પાણીથી  ધોઈને સાફ કરવામાં આવ્યું હતું. આ મંદિર અલીપુર વિસ્તારમાં સામુદાયિક ભવન પાસે બનાવવામાં આવેલ છે તેમ જાણવા મળ્યું છે. ઘટનાની જાણકારી બાદ સ્થાનિક લોકો મંદિરની આગળ ભેગા થઈને વિરોધ કરી રહ્યા હતા.

    પકડાયેલા આરોપીઓ વિશે સ્થાનિક લોકોનું માનવું છે કે તેઓ બિહારથી રસ્તા બનાવવા માટે બોલાવવામાં આવેલા મજૂરો છે. તેમને પહેલાં પણ મંદિર પરિસરમાં જવા બાબતે ચેતવણી આપવામાં આવી હતી પરંતુ તેઓ માન્યા ન હતા. નગરપાલિકા અને સ્માર્ટ સિટીના અધિકારીઓ પણ બંને આરોપીઓને ઓળખતા નથી. વધુમાં, પકડાયેલા આરોપીઓએ અગાસીએ માંસ બનાવવાનું કબૂલ કર્યું હતું.

    આ મામલે સ્થાનિક કોર્પોરેટર કુસુમ પવારે ઓપઇન્ડિયાને જણાવ્યું કે, તેમને જાણ થતા તાત્કાલિક માંસ બહાર ફેંકી દેવડાવ્યું હતું અને મંદિર પરિસરની સાફસફાઈ કરવામાં આવી હતી. તેમજ બંને આરોપીઓને તાત્કાલિક જગ્યા છોડી દેવા માટે સૂચના આપી હતી. જોકે, જ્યારે બીજા દિવસે જઈને જોયું તો ફરીથી મંદિર પરિસરમાં હાડકાં જોવા મળ્યાં હતાં. જે બાદ તેમણે ભૂપાલપુરા પોલીસ મથકે જઈને ફરિયાદ નોંધાવી હતી. જે બાદ પોલીસે સ્થળ પર પહોંચીને બંને આરોપીઓને પકડી લીધા હતા.

    અન્ય એક રિપોર્ટ અનુસાર, ભૂપાલપુરા પોલીસ મથકે કેસ દાખલ કરવામાં આવ્યો છે. આરોપીઓ સામે કલમ 295 હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે. આ મામલે કોર્પોરેટરે ફરિયાદ આપી હતી. DSPએ આ કેસ મામલે કાર્યવાહીની પુષ્ટિ કરી હતી.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં