Saturday, October 5, 2024
More
    હોમપેજદેશવીર સાવરકરનું અપમાન કરવા બદલ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને નાસિક કોર્ટે પાઠવ્યા...

    વીર સાવરકરનું અપમાન કરવા બદલ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને નાસિક કોર્ટે પાઠવ્યા સમન્સ: 2022માં નોંધાયો હતો ગુનો, કોર્ટે કહ્યું- શરૂ કરો કેસ

    કોર્ટે કહ્યું કે, “અમારી સમક્ષ રજૂ કરવામાં આવેલી દલીલોને ધ્યાનમાં લેતા અને રેકર્ડને ધ્યાનમાં લેતા એવું જણાય આવે છે કે, આરોપી દ્વારા દેશપ્રેમી વ્યક્તિ વિરુદ્ધ અપાયેલા નિવેદનો પ્રથમદર્શી રીતે બદનક્ષીભર્યા જણાય છે. કેસમાં આગળ વધવા માટે પૂરતા કારણો પણ ઉપલબ્ધ છે.”

    - Advertisement -

    કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi) વારંવાર હિંદુત્વના વિચારના સમર્થક નેતાઓના વિરુદ્ધમાં એલફેલ બોલતા હોય છે. ત્યારે વીર સાવરકર (Veer Savarkar) અંગે પણ રાહુલ ગાંધીએ વાંધાજનક ટિપ્પણી કરી હતી. આ મામલે મહારાષ્ટ્રના નાસિક મેજિસ્ટ્રેટ કોર્ટે (Nashik Court) હિંદુત્વના વિચારક વીર સાવરકર પર તેમની કથિત ટિપ્પણી બદલ માનહાનિના કેસમાં સમન્સ (Summons) પાઠવ્યા હતા.

    નાસિક એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ દિપાલી પરિમલ કડુસ્કરે રાહુલને કોર્ટમાં હાજર થવા માટે 27 સપ્ટેમ્બરે સમન્સ પાઠવ્યા હતા. આ નોટિસમાં કહેવામાં આવ્યું છે કે, રાહુલ ગાંધીએ દેશભક્ત વ્યક્તિ વિરુદ્ધ આપેલ નિવેદન બદનક્ષીભર્યું હતું. આ ઉપરાંત સમન્સમાં કહેવાયું છે કે, રાહુલ ગાંધીએ કેસની આગામી તારીખે વ્યક્તિગત રીતે અથવા તેમના કાનૂની પ્રતિનિધિ મારફતે કોર્ટમાં હાજર રહેવું પડશે.

    કોર્ટે કહ્યું હતું કે, “અમારી સમક્ષ રજૂ કરવામાં આવેલી દલીલોને ધ્યાનમાં લેતા અને રેકર્ડને ધ્યાનમાં લેતા એવું જણાય આવે છે કે, આરોપી દ્વારા દેશપ્રેમી વ્યક્તિ વિરુદ્ધ અપાયેલા નિવેદનો પ્રથમદર્શી રીતે બદનક્ષીભર્યા જણાય છે. કેસમાં આગળ વધવા માટે પૂરતા કારણો પણ ઉપલબ્ધ છે.” ત્યારબાદ કોર્ટે રાહુલ વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ 499 (બદનક્ષી) અને 504 (ઈરાદાપૂર્વક અપમાન) હેઠળ ગુના માટે કેસ શરૂ કરવાનો નિર્ણય કર્યો હતો.

    - Advertisement -

    2022માં નોંધાયો હતો કેસ

    ઉલ્લેખનીય છે કે, આ મામલે ફરિયાદ દાખલ કરનાર વ્યક્તિ એક એનજીઓના ડાયરેક્ટર છે. તેમનો દાવો છે કે, તેમણે હિંગોલીમાં રાહુલ ગાંધીની પ્રેસ કૉન્ફરન્સ અને નવેમ્બર 2022માં કોંગ્રેસ નેતાનું ભાષણ પણ જોયું હતું. તેમણે આરોપ લગાવ્યો કે, રાહુલે બંને પ્રસંગોએ વીર સાવરકરની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડતા અને સમાજમાં તેમની છબી ખરાબ કરતા નિવેદનો આપ્યા હતા.

    ફરિયાદીએ કહ્યું હતું કે, રાહુલ ગાંધીના ભાષણો અને અખબારી નિવેદનો અપમાનજનક હતા. રાહુલ દ્વારા ફરિયાદીના આદર્શ સ્વતંત્રવીર સાવરકરની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો. એટલું જ નહીં, સ્વતંત્રતા પૂર્વે સાવરકરે કરેલા ઉમદા કાર્યોની સાથે સમાજ પ્રત્યેના તેમના યોગદાનને પણ વખોડવામાં આવ્યું હતું.

    ફરિયાદી અનુસાર, રાહુલે કહ્યું કે, ‘સાવરકર ભાજપ ઔર RSS કે જિન હૈ.’ આ નિવેદન ખૂબ અપમાનજનક હતું. તથા વીર સાવરકરની પ્રતિષ્ઠા અને સન્માનને હાનિ પહોંચાડતું હતું. રાહુલે એવો આરોપ પણ લગાવ્યો હતો કે, ‘સાવરકરે હાથ જોડીને મુક્તિ માટે પ્રાર્થના કરી અને બાદમાં બ્રિટિશ સરકાર માટે કામ કરવાનું વચન આપ્યું.’ ફરિયાદીએ માનહાનિ અને ઈરાદાપૂર્વક અપમાન સંબંધિત ભારતીય દંડ સંહિતાની કલમો હેઠળ કાર્યવાહીની માંગ કરવામાં આવી હતી.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં