Tuesday, March 4, 2025
More
    હોમપેજદેશનમાઝથી મુસ્લિમો થઈ રહ્યા છે દૂર, મદરેસાથી ભાગી રહ્યા છે બાળકો: યુપીમાં...

    નમાઝથી મુસ્લિમો થઈ રહ્યા છે દૂર, મદરેસાથી ભાગી રહ્યા છે બાળકો: યુપીમાં ઈસાઈ મિશનરીઓના ટાર્ગેટ પર હવે મુસલમાન, ધર્માંતરણ કરાવનારને મળે છે ₹15થી 20 હજારનું બોનસ

    સુરક્ષા એજન્સીઓનો દાવો છે કે, આ મિશનરી ગેંગને ઘણા ચર્ચ પણ પૈસા આપી રહ્યા છે. IBના એક પૂર્વ અધિકારીએ પણ આ ઘટનાને લઈને માહિતી આપી છે. સાથે એવી માહિતી પણ સામે આવી છે કે, મિશનરીઓએ અલગ-અલગ શહેરોમાં અનેક ટીમોને મેદાનમાં ઉતારી છે.

    - Advertisement -

    ઉત્તર પ્રદેશમાં (Uttar Pradesh) હવે મિશનરીઓના (Missionaries) ટાર્ગેટ પર મુસ્લિમો (Muslims) આવ્યા છે. જાણવા મળી રહ્યું છે કે, યુપીમાં મિશનરીઓ મુસ્લિમ સમુદાયના લોકોનું ધર્માંતરણ (Conversion) કરાવીને તેમને ખ્રિસ્તી (Christian) બનાવી રહ્યા છે. સુરક્ષા એજન્સીના રિપોર્ટને ટાંકીને મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, આર્થિક રીતે પછાત મુસ્લિમો મિશનરીઓના ટાર્ગેટ પર છે. કહેવાય રહ્યું છે કે પૈસા, બાળકોને શિક્ષણ, સારવાર અને નોકરીની લાલચમાં મુસ્લિમોને મોટાપાયે ખ્રિસ્તી બનાવવામાં આવી રહ્યા છે.

    અહેવાલો અનુસાર, મિશનરીઓનું મિશન મુસ્લિમ અવધ વિસ્તારના શ્રાવસ્તીથી લઈને બહરાઈચ, સીતાપુર, રાયબરેલી, અમેઠી, આંબેડકરનગર અને સુલ્તાનપુર સુધી પહોંચી ગયું છે. તે સિવાય ફતેહપુર, મહારાજગંજ અને બસ્તી સુધી પણ મિશનરીઓ પહોંચી ચૂક્યા છે. માહિતી મુજબ, આખા પરિવારને ખ્રિસ્તી બનાવનારા એજન્ટને ₹20 હજારનું પ્રોત્સાહન બોનસ આપવામાં આવે છે. તેમજ યુવતીને ખ્રિસ્તી બનાવીને તેની સાથે લગ્ન કરનારને ₹15 હજારનું બોનસ આપવામાં આવે છે.

    ચર્ચિત સ્કૂલોથી લઈને પ્રતિષ્ઠિત સંસ્થાઓ પણ કન્વર્ઝનમાં સામેલ

    વધુમાં કહેવાયું છે કે, મિશનરીઓના આ ધર્માંતરણના ખેલમાં પ્રતિષ્ઠિત સંસ્થાઓથી લઈને ચર્ચિત શાળાઓ પણ સામેલ છે. તેઓ હવાલા એજન્ટની જેમ મિશનરીઓને મોટાપાયે ફંડિંગ કરે છે. આ ફંડિંગ દ્વારા જ ગ્રામીણ સ્તર સુધી મિશનરીઓએ જાળ પાથરી છે. મિશનરી એજન્ટ પ્રચારક તરીકે પોતાની ગતિવિધિઓને અંજામ આપી રહ્યા છે. આ એજન્ટો આર્થિક પછાત મુસ્લિમ વર્ગના લોકોને પ્રેયર સભા સુધી લઈને આવે છે. મિશનરીઓએ દરેક વર્ગને ધ્યાને રાખીને પ્રચારકોની નિમણૂક પણ કરી છે.

    - Advertisement -

    આ આખા મિશનને પ્રચારક, પાદરી અને પાસ્ટર દ્વારા ચલાવવામાં આવે છે. સુરક્ષા એજન્સીઓનો દાવો છે કે, આ મિશનરી ગેંગને ઘણા ચર્ચ પણ પૈસા આપી રહ્યા છે. IBના એક પૂર્વ અધિકારીએ પણ આ ઘટનાને લઈને માહિતી આપી છે. સાથે એવી માહિતી પણ સામે આવી છે કે, મિશનરીઓએ અલગ-અલગ શહેરોમાં અનેક ટીમોને મેદાનમાં ઉતારી છે.

    જિલ્લા સ્તર પર સક્રિય છે મિશનરી ટીમ

    ધર્માંતરણ માટે જિલ્લા સ્તર સુધી મિશનરી ગેંગને સક્રિય કરવામાં આવી છે. જાણવા મળી રહ્યું છે કે, મિશન મુસ્લિમ માટે સૌથી વધુ 443 ટીમ પ્રયાગરાજમાં ઉતારવામાં આવી છે. તે સિવાય મહારાજગંજમાં 398, બહરાઈચમાં 378, શ્રાવસ્તીમાં 320, બલરામપુરમાં 330, ગોંડામાં 340 ટીમ, અયોધ્યામાં 333 ટીમ, આંબેડકરનગરમાં 347, સીતાપુરમાં 326, સિદ્ધાર્થનગરમાં 345, અમેઠીમાં 317, રાયબરેલીમાં 323 અને પીલીભીતમાં 346 સક્રિય ટીમ મેદાનમાં ઉતારવામાં આવી છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં