Saturday, July 27, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટમુસ્લિમોએ દલિત આધેડની હત્યા કરી, ફૈઝલ સોહિલ અને સલમાનને યુવતીઓની છેડતી કરતા...

    મુસ્લિમોએ દલિત આધેડની હત્યા કરી, ફૈઝલ સોહિલ અને સલમાનને યુવતીઓની છેડતી કરતા અટકવ્યા તો ઢોર માર મારીને હત્યા કરી

    ઉત્તર પ્રદેશમાં એક દલિત આધેડની કેટલાક મુસ્લિમો દ્વારા તેના જ ઘરના ધાબા પર હત્યા કરી દીધી હોવાનો મામલો સામે આવ્યો છે.

    - Advertisement -

    મુસ્લિમોએ દલિત આધેડની હત્યા કરી હોવાની ચોંકાવનારી ઘટના ઉત્તર પ્રદેશના પીલીભીત જિલ્લામાંથી સામે આવી છે, જ્યાં એક એક દલિત આધેડ પિતાની ઘરની ધાબા પર હત્યા કરવામાં આવી હતી. મૃતક જ્યારે દીકરીઓની છેડતી કરતા મુસ્લિમ યુવકોને રોકવા ગયા ત્યારે મુસ્લિમોએ દલિત આધેડની હત્યા કરી નાંખી હતી. ઘટના બાદ વિસ્તારમાં ભારે તંગદિલી ફેલાઈ ગઈ હતી. આ કેસમાં મૃતક રાજુની પત્નીની ફરિયાદ પર બુધવારે (22 જૂન 2022) ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

    ધરપકડ કરાયેલા આરોપીઓમાં મોહમ્મદ ફૈઝાન ઉર્ફે ભુરા પુત્ર ઈમદાદ હુસૈન, મોહમ્મદ શોહિલ પુત્ર ઈમદાદ હુસૈન અને ફૈયાઝ હુસૈનના પુત્ર મોહમ્મદ સલમાન ઉર્ફે મુન્નાનો સમાવેશ થાય છે. આ તમામ સામે IPC કલમ 147, 149, 302 3(2)5 SC/ST એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.

    શું છે આખી ઘટના

    - Advertisement -

    રિપોર્ટ અનુસાર, આ ઘટના જિલ્લાના અમરિયા પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના માધૌપુરની છે. 16 જૂને મુસ્લિમ આરોપીઓ ધાબા પર ચઢીને છોકરીઓની છેડતી કરી રહ્યા હતા. છોકરીઓને બચાવવા ગયેલા દલિત આધેડે વિરોધ કર્યો તો આરોપીઓએ આધેડને ઢોર માર માર્યો. આ લડાઈમાં ગંભીર રીતે ઘવાયેલા આધેડ રાજુને ગંભીર ઈજાઓ પહોંચી હતી. બાદમાં તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં 18 જૂને તેમનું મૃત્યુ થયું હતું. આ કેસમાં ગઈકાલે રાત્રે પણ પોલીસે અનેક લોકોને કસ્ટડીમાં લઈને પૂછપરછ કરી હતી.

    ઘટના બાદ વિસ્તારમાં ભારે તંગદિલી ફેલાઈ ગઈ હતી. નજીકના ત્રણ પોલીસ સ્ટેશનના દળોને સ્થળ પર ખડકી દેવાવામાં આવ્યા છે. આ મામલે દલિત મૃતક રાજુની પત્ની રામ બેટીએ અમરિયા પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ નોંધાવી છે. હાલ ત્રણેય આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. બાકીના આરોપીઓની શોધખોળ ચાલુ છે. અમરિયાના એસએચઓ કેકે વર્માએ આ કેસમાં આરોપીઓ સામે કડક કાર્યવાહીની ચેતવણી આપી છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં