Friday, April 26, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટપાકિસ્તાનમાં ગુરુદ્વારા સાહિબનું અપમાન, મુસ્લિમ કલાકારો ફિલ્મનું શુટિંગ કરવા ચપ્પલ પહેરી નેઘૂસ્યા:...

    પાકિસ્તાનમાં ગુરુદ્વારા સાહિબનું અપમાન, મુસ્લિમ કલાકારો ફિલ્મનું શુટિંગ કરવા ચપ્પલ પહેરી નેઘૂસ્યા: માથું ઢાંકવાની પરંપરા તોડીને શીખ સમુદાયને દુભાવ્યો

    ગુરુદ્વારામાં શીખોના ડ્રેસમાં હાજર મુસ્લિમ કલાકારો જૂતા પહેરીને અંદર ગયા હતા. આમાંના ઘણા લોકોએ માથું પણ ઢાંક્યું ન હતું.

    - Advertisement -

    પાકિસ્તાનમાં મુસ્લિમોએ પંજાસાહિબ ગુરુદ્વારાને અપવિત્ર કર્યું હોવાનો મામલો સામે આવ્યો છે. બીજેપી નેતા મનજિન્દર સિંહ સિરસાએ પણ આ ઘટનાનો એક વીડિયો શેર કર્યો છે, જેમાં ફિલ્મના ક્રૂ મેમ્બર્સ હસન અબ્દાલ વિસ્તારમાં સ્થિત ગુરુદ્વારામાં જૂતા પહેરેલા જોવા મળે છે. મનજિન્દર સિંહ સિરસાનું કહેવું છે કે આ ઘટનાથી ભારતમાં શીખ સમુદાયને પણ ઠેસ પહોંચી છે. તેમણે પાકિસ્તાનમાં મુસ્લિમોએ પંજાસાહિબ ગુરુદ્વારાને અપમાનિત કરવા પર સત્વરે કાર્યવાહી કરવા માંગ કરી છે.

    મનજિન્દર સિંહ સિરસાએ ઘટના પર પ્રતિક્રિયા આપતા કહ્યું કે, “પાકિસ્તાનમાં ઈશનિંદાની કાર્યવાહી ચાલી રહી છે. હું ગુરુદ્વારા પંજા સાહિબમાં અપવિત્રતા ફેલાવવાનો વીડિયો શેર કરી રહ્યો છું. અહીં ફિલ્મની સ્ટારકાસ્ટ અને ટીમને ગુરુદ્વારા પરિસરમાં શૂટિંગ કરવાની પરવાનગી આપવામાં આવી હતી. આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે શૂટિંગ માટે આવેલા લોકો અને ફિલ્મની સ્ટાર કાસ્ટ જૂતા પહેરીને ગુરુદ્વારાની અંદર પહોંચી ગયા છે.”

    અહેવાલો અનુસાર ફિલ્મ ‘લાહોર-લાહોર એ‘ના એક ડઝન મુસ્લિમ કલાકારો પાઘડીઓ બાંધીને ગુરુદ્વારામાં ફિલ્મનું શૂટિંગ કરી રહ્યા હતા. ગુરુદ્વારા સાહિબમાં આવેલી સંગતે જ્યારે ફિલ્મના ક્રૂ મેમ્બર્સને જૂતા સાથે અંદર જોયા તો તેઓએ વિરોધ કર્યો. એક શીખ (સંગત)એ તેનો વીડિયો પણ બનાવ્યો અને તેને સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો. વીડિયોમાં ગુરુદ્વારા સાહિબના સેવકો ફિલ્મની સ્ટારકાસ્ટને શીખ ધર્મ વિશે જણાવી રહ્યા છે. તેમને કહેવામાં આવ્યું કે પંજા સાહિબ શીખ સમુદાય માટે વિશેષ મહત્વ ધરાવે છે.

    - Advertisement -

    જણાવવામાં આવી રહ્યું છે કે ગુરુદ્વારામાં શીખોના ડ્રેસમાં હાજર મુસ્લિમ કલાકારો જૂતા પહેરીને અંદર ગયા હતા. આમાંના ઘણા લોકોએ માથું પણ ઢાંક્યું ન હતું. જ્યારે ગુરુદ્વારામાં પ્રવેશતા પુરુષો, મહિલાઓ અને બાળકોના માથાને ઢાંકવાની પરંપરા છે. શીખોના વિરોધ બાદ મુસ્લિમ કલાકારે કહ્યું કે અમે તમારા મહેમાન છીએ. આના પર વિડિયો બનાવનાર વ્યક્તિએ કહ્યું કે જો મહેમાનો પણ સન્માન સાથે ગુરુદ્વારામાં આવે છે તો તેમનું સ્વાગત છે.

    આ વ્યક્તિએ કહ્યું કે ગુરુદ્વારા સાહિબને શૂટિંગ સ્પોટ બનાવી શકાય નહીં અને જે લોકો આવું કરે છે તેઓ પાકિસ્તાની શીખોના સિદ્ધાંતો અને ગૌરવથી વાકેફ નથી. આ દરમિયાન એક મુસ્લિમ કલાકારે પણ શીખો સાથે ઝઘડવાનો પ્રયાસ કર્યો હતો. આ કલાકારોએ તો પાઘડી પણ ખોટી રીતે પહેરી હતી.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં