ઉત્તર પ્રદેશના (Uttar Pradesh) ગાઝિયાબાદમાં (Ghaziabad) વોન્ટેડ આરોપી કાદિરને પકડવા ગયેલી પોલીસ પર હુમલો (Attack On Police) થયો હોવાનું સામે આવ્યું છે. જાણવા મળી રહ્યું છે કે, નોઇડા પોલીસની (Noida Police) ટીમ પર સ્થાનિક મજહબી ટોળાંએ (Muslim Mob) હુમલો કરી દીધો હતો. કહેવામાં આવી રહ્યું છે કે, પથ્થરમારો (Stone Pelting) અને ફાયરિંગ (Firing) થયા બાદ એક કોન્સ્ટેબલને ગોળી વાગી હતી. જેના કારણે તેઓ વીરગતિ પામ્યા છે. આ ઉપરાંત પથ્થરમારાના કારણે 2થી 3 પોલીસકર્મીઓ ઘાયલ થઈ ગયા છે. હાલ આરોપી કાદિરની ધરપકડ કરી લેવામાં આવી હોવાનું સામે આવ્યું છે.
#Ghaziabad
— News1India (@News1IndiaTweet) May 26, 2025
दबिश के दौरान पुलिसकर्मी की मौत
पुलिस टीम पर हुई थी फायरिंग,पथराव हुआ
वांछित बदमाश को पकड़ने के लिए पहुंची थी
सिपाही सौरव की सिर में गोली लगने से हुई थी मौत
पुलिस ने आरोपी कादिर को किया गिरफ्तार
लोकल पुलिस को दबिश की सूचना नहीं दी गई : सूत्र @noidapolice… pic.twitter.com/mJHJ79JxwZ
માહિતી અનુસાર, ગાઝિયાબાદના મસૂરી વિસ્તારમાં નોઇડા ફેઝ-2 પોલીસ સ્ટેશનની ટીમ એક વોન્ટેડ આરોપી કાદિરને પકડવા માટે ગઈ હતી. મસૂરી વિસ્તારમાં પોલીસે જેવા દરોડા પાડવાના શરૂ કર્યાં કે તરત જ મજહબી ટોળાંએ પથ્થરમારો શરૂ કરી દીધો હતો. આરોપ છે કે, ટોળાં તરફથી ગોળીબાર પણ કરવામાં આવ્યો હતો. જેમાં કોન્સ્ટેબલ સૌરભને ગોળી વાગી હતી અને સારવાર હેઠળ લાવ્યા બાદ તેમનું મૃત્યુ થયું હતું.
યુપી પોલીસે સંભાળ્યો મોરચો, આરોપીની ધરપકડ
સ્થાનિક ટોળાંના હુમલામાં 2થી 3 પોલીસકર્મીઓ પણ ઘાયલ થયા હોવાનું સામે આવ્યું છે. હાલ તે તમામ જવાનોની સારવાર ચાલી રહી છે. જોકે, ડૉક્ટર તરફથી કોઈ જોખમ ન હોવાનું કહેવામાં આવી રહ્યું છે. ગાઝિયાબાદ પોલીસે પણ ઘટનાને લઈને કડક કાર્યવાહી હાથ ધરી છે. પથ્થરમારો અને ગોળીબાર વચ્ચે સ્થિતિ પર નિયંત્રણ મેળવીને પોલીસે વોન્ટેડ આરોપીને પકડી પાડ્યો હતો.
ઘટનાની જાણ થતાં જ વિસ્તારમાં સ્થાનિક પોલીસ આવી પહોંચી હતી અને ભારે પોલીસદળ તહેનાત કરી દેવાયું હતું. અફરાતફરી અને ગોળીબાર વચ્ચે વોન્ટેડ આરોપી કાદિર પોતાના સહયોગીઓ સાથે ભાગવાનો પ્રયાસ કરી રહ્યો હતો. જોકે, યુપી પોલીસ અને નોઇડા પોલીસે સાથે મળીને આરોપીને પકડી પાડ્યો હતો. હાલ મૃતક કોન્સ્ટેબલના પરિજનોને ઘટના વિશેની માહિતી આપવામાં આવી છે. પોલીસ અધિકારીઓએ જણાવ્યું છે કે, પોલીસ પર હુમલો કરનારા આરોપીઓને જલ્દીથી પકડી પાડવામાં આવશે.
ગાઝિયાબાદ પોલીસે આ મામલે FIR નોંધીને તપાસ હાથ ધરી છે. પોલીસ અધિકારીએ ઘટનાને લઈને જણાવ્યું છે કે, વોન્ટેડ આરોપીને પકડવા ગયેલી નોઇડા પોલીસની ટીમ પર ટોળાંએ હુમલો કર્યો હતો. આ દરમિયાન ટોળાંએ ગોળીબાર પણ કર્યો હતો. જેના કારણે એક જવાન વીરગતિ પામ્યા છે. હાલ આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને વધુ તપાસ પણ હાથ ધરવામાં આવી છે.