Friday, November 22, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટઉમેશ કોલ્હેના હત્યારાઓને કેદીઓએ ચખાડયો મેથીપાક, NIA કોર્ટમાં અરજી કરીને કહ્યું 'અમને...

    ઉમેશ કોલ્હેના હત્યારાઓને કેદીઓએ ચખાડયો મેથીપાક, NIA કોર્ટમાં અરજી કરીને કહ્યું ‘અમને બીજી જેલમાં લઈ જાઓ, અહી જીવને જોખમ’

    જુન મહિનામાં અમરાવતીના વ્યાપારી ઉમેશ કોલ્હેની હત્યા કરવાનો જેમના પર આરોપ છે તેમને મુંબઈની આર્થર રોડ જેલમાં માર માર્યો હોવાનો આરોપ સામે આવ્યો છે.

    - Advertisement -

    ઉમેશ કોલ્હેના હત્યારાઓને કેદીઓએ માર માર્યા બાદ હવે તેમણે જેલ બદલવાની અરજી કરી હતી, મહારાષ્ટ્રના અમરાવતીમાં દવાનાં વેપારી ઉમેશ કોલ્હેની હત્યાના આરોપીઓએ પોતાને મુંબઈની આર્થર રોડ જેલમાંથી અન્યત્ર શિફ્ટ કરવાની માંગ કરી છે. આ અંગે તેણે NIA કોર્ટમાં અરજી પણ આપી છે. અરજીમાં ઉમેશ કોલ્હેના હત્યારાઓને કેદીઓએ માર માર્યા બાદ આર્થર રોડ જેલમાં તેમના જીવનું જોખમ હોવાનું જણાવ્યું છે. દાવો કરવામાં આવે છે કે NIA અને જેલ પ્રશાસનને આ માંગ સામે કોઈ વાંધો નથી.

    મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઉમેશ કોલ્હેની હત્યાના આરોપમાં 7 આરોપીઓ હાલમાં આર્થર રોડ જેલમાં બંધ છે. તેમના નામ 22 વર્ષીય મુદસ્સીર અહેમદ ઉર્ફે સોનુ રઝા, 25 વર્ષીય શાહરૂખ પઠાણ ઉર્ફે બાદશાહ ખાન, 24 વર્ષીય અબ્દુલ તૌફીક ઉર્ફે નાનુ શેખ, 22 વર્ષીય શોએબ ખાન ઉર્ફે ભુન્યા ખાન છે. 22 વર્ષીય અતિબ રશીદ, 44 વર્ષીય યુસુફ ખાન, અને 35 વર્ષીય ઈરફાન શેખ. ઈરફાન શેખ આ હત્યાનો મુખ્ય સૂત્રધાર માનવામાં આવે છે, જે ઉમેશ કોલ્હેનો જૂનો મિત્ર હોવાનું કહેવાય છે. ઉમેશ દ્વારા તેને ઘણી વખત મદદ કરવામાં આવી હતી.

    નોંધનીય છે કે એક દિવસ પહેલા 27 જુલાઈના રોજ શાહરૂખ પઠાણ નામના આરોપી પર જેલમાં હુમલો થયો હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે તે જેલની અંદર ઉમેશ કોલ્હેની હત્યા પર અન્ય કેદીઓની સામે બડાઈ કરી રહ્યો હતો. જેનાથી નારાજ થઈને કલ્પેશ પટેલ, હેમંત મનેરિયા, અરવિંદ યાદવ, શ્રવણ અવન અને સંદીપ જાધવ નામના પાંચ કેદીઓએ શાહરૂખને માર માર્યો હતો. મારપીટ કરનારા તમામ લોકો વિરુદ્ધ આઈપીસીની કલમ 143, 147, 149, 323 હેઠળ જોશીમાર્ગ પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધવામાં આવી છે.

    - Advertisement -

    અમરાવતીના દવાનાં વેપારી ઉમેશ કોલ્હેની 22 જૂન, 2022ના રોજ હત્યા કરવામાં આવી હતી. તમામ આરોપીઓ ઉમેશ કોલ્હે દ્વારા વોટ્સએપ ગ્રુપમાં નુપુર શર્માની પોસ્ટ શેર કરવાથી નારાજ હોવાનું કહેવાય છે. ઉમેશના ગળા પર છરીના ઘા માર્યા હતા. તેના પરિવારના અન્ય સભ્યો તેને બચાવવા દોડી આવ્યા ત્યાં સુધીમાં હુમલાખોરો ભાગી ગયા હતા. શરૂઆતમાં મુંબઈ પોલીસ પર પણ આ કેસને ગંભીરતાથી ન લેવાનો આરોપ લાગ્યો હતો.

    અત્રે ઉલ્લેખનીય છે કે જે ઉમેશ કોલ્હેએ યુસુફ ખાનના બાળકને શાળામાં પ્રવેશ મેળવવા અને પછી તેની બહેનના લગ્ન માટે આર્થિક મદદ કરી હતી, જે ઉમેશ યુસુફને પોતાનો મિત્ર માનતો હતો, પોતાના ઘર અને પરિવારમાં પણ યુસુફને સ્નેહી તરીકે ભેળવ્યો હતો તેજ યુસુફ ખાને ઉમેશ કોલ્હાની હત્યા કરવા માટે કાવતરું ઘડયું, અને ધાર્મિક કટ્ટરતા દાખવીને પોતાના ઉપર કરેલા અહેસાનો ભૂલીને નિર્દોષ ઉમેશની ક્રૂર રીતે હત્યા કરવી હતી.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં