Wednesday, April 23, 2025
More
    હોમપેજરાજકારણ'રત્નાગિરીમાં હોળીની ઉજવણી દરમિયાન હિંદુઓએ મસ્જિદ પર હુમલો કર્યો': ઝુબૈર, ઓવૈસી અને...

    ‘રત્નાગિરીમાં હોળીની ઉજવણી દરમિયાન હિંદુઓએ મસ્જિદ પર હુમલો કર્યો’: ઝુબૈર, ઓવૈસી અને અન્ય ઇસ્લામી કટ્ટરપંથીઓએ ફેલાવ્યું જૂઠાણું, પોલીસે ખોલી પોલ- શું છે વાસ્તવિકતા

    ઝુબૈર, મકતુબ મીડિયા અને ઓવૈસી જેવાઓએ ફેલાવ્યું જૂઠાણું, પણ પોલીસે સ્પષ્ટતા કરતાં ખુલી ગઈ હતી પોલ.

    - Advertisement -

    13 માર્ચે સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થયો હતો. વિડીયોમાં રત્નાગિરીની એક મસ્જિદ સામે ઘણા હિંદુઓ દેખાતા હતા, જે ઝાડના થડ જેવી દેખાતી વસ્તુ સાથે મસ્જિદના દરવાજા તરફ આગળ વધી રહ્યા હતા. ત્યારપછી ઇસ્લામવાદીઓએ સોશિયલ મીડિયા પર એવું જૂઠાણું ફેલાવ્યું કે હોળીની ઉજવણી દરમિયાન ‘કટ્ટરપંથી હિંદુત્વવાદી ટોળા’એ મસ્જિદ પર હુમલો કર્યો હતો.

    આ વિડીયો શેર કરતા ઑલ્ટ ન્યૂઝના સ્વઘોષિત ફેક્ટચેકર મોહમ્મદ ઝુબૈરે કહ્યું, “મહારાષ્ટ્રના રત્નાગિરિ જિલ્લાના રાજાપુર કસ્બામાંથી એક શરમજનક વિડીયો સામે આવ્યો છે. હોળીની ઉજવણી દરમિયાન તમે એ ભીડને જોઈ શકો છો, જ્યારે લોકો શિમગા (લાકડાનું માળખું) લઈને મસ્જિદ પાસે પહોંચ્યા ત્યારે તેમણે શિમગાને મસ્જિદના દરવાજાની અંદર ધકેલી દેવાનો પ્રયાસ કર્યો. શિમગા મસ્જિદના દરવાજામાંથી લગભગ 3થી 4 ફૂટ અંદર સુધી ઘૂસી ગયું. એક વાર નહીં પણ બે વાર. ભીડમાં રહેલા ઘણા લોકો અને ત્યાં હાજર પોલીસે ભીડને રોકવાનો પ્રયાસ કર્યો. પરંતુ તેઓ સફળ ન થયા. નેશનલ મીડિયા હંમેશની જેમ આવી ઘટનાઓને અવગણતું રહ્યું છે અથવા તેમને વાજબી ઠેરવતું રહ્યું છે.”

    ઝુબૈરની પોસ્ટ પછી નિયમિત રીતે હિંદુઓને ટાર્ગેટ કરતા અને મુસ્લિમ ગુનેગારોના ગુનાઓ પર ઢાંકપિછોડો કરવાનો પ્રયાસ કરતા રહેતા મક્તુબ મીડિયાએ પણ આ વિડીયો પોસ્ટ કરીને પ્રોપગેન્ડા આગળ ચલાવ્યો.

    - Advertisement -

    બીજા એક ઇસ્લામી ‘મીડિયા’ આઉટલેટ ઓબ્ઝર્વર પોસ્ટે પણ આવું જ કર્યું.

    ઈસ્લામવાદીઓ દ્વારા સોશિયલ મીડિયા પર વ્યાપકપણે આ વિડીયો શેર થયા પછી અસદુદ્દીન ઓવૈસીએ પ્રશ્ન ઉઠાવ્યો કે શું ‘કાયદો પોતાનું કામ કરશે’ અને દાવો કર્યો કે પોલીસની હાજરીમાં મસ્જિદ પર હુમલો થયો તે ‘શરમજનક’ છે.

    સોશિયલ મીડિયા પર આ ટોળકીએ આરોપ લગાવ્યો હતો કે ‘હિંદુઓના ટોળાએ’ આ વિસ્તારમાં ‘એક મસ્જિદ પર હુમલો કર્યો હતો’ અને તે મુસ્લિમો પર થઈ રહેલા અત્યાચારનું પ્રગટીકરણ હતું.

    મસ્જિદ પર કથિત હુમલા માટે પોલીસનું નિવેદન

    પોલીસે જણાવ્યું કે સોશિયલ મીડિયા પર જે દાવો કરવામાં આવ્યો છે કે મસ્જિદમાં બળજબરીથી પ્રવેશ કરવામાં આવ્યો, વાસ્તવિકતા તેનાથી વિપરીત છે. પોલીસે જણાવ્યું હતું કે, મૂળ પોસ્ટ, જેમાં ભ્રામક રીલ શેર કરવામાં આવી હતી, તે દૂર કરવામાં આવી છે. જોકે,મૂળ પોસ્ટ દૂર કર્યા પછી પણ આ રીલ શેર કરી રહેલા અન્ય ઈસ્લામીઓ પર પોલીસે કોઈ ટિપ્પણી કરી નથી.

    પોલીસે જણાવ્યું હતું કે આ ઉજવણી કોંકણ ક્ષેત્રમાં સ્થાનિક પરંપરાઓ અને ધાર્મિક વિધિઓનો એક ભાગ હતી.

    ધ હિંદુના અહેવાલ મુજબ, “આ ઘટના બુધવારે સાંજે લગભગ 7.30 વાગ્યે ગામના જવાહર ચોક ખાતે શિમગા શોભાયાત્રા દરમિયાન બની હતી.” પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યા અનુસાર “મદાચી મીરાવનુક નામના લાંબા લાકડાના ઝાડના થડને લઈને આ શોભાયાત્રા રાજાપુર ગામના સખાલકરવાડીથી શરૂ થાય છે અને બે કિલોમીટર દૂર ધોપેશ્વર મંદિરમાં સમાપ્ત થાય છે. પરંપરા મુજબ, આ થડને રસ્તામાં મસ્જિદના પગથિયાં પર થોડી મિનિટો માટે રાખવામાં આવે છે.”

    ધ હિંદુએ વધુમાં અહેવાલ આપ્યો છે કે પોલીસે મોહમ્મદ ઝુબૈર અને ઓવૈસી જેવા લોકોના દાવાઓને નકારી કાઢ્યા છે. પોલીસે જણાવ્યું કે કોંકણની પરંપરાઓ અલગ છે. સ્થાનિક ધાર્મિક વિધિને ‘મદાચી મીરાવનુક’ કહેવામાં આવે છે જ્યાં હોળીનું સરઘસ મસ્જિદના પગથિયાં પર થોભે છે અને હિંદુઓ જે થડને લઈને આવે છે તેને મસ્જિદના દરવાજા પર સ્પર્શ કરાવવામાં આવે છે. આ શોભાયાત્રાનું સ્વાગત કરવા માટે નારિયેળ ચઢાવવાનું સન્માન પરંપરાગત રીતે મુસ્લિમોને આપવામાં આવે છે.

    રત્નાગિરિના એસપી ધનંજય કુલકર્ણીએ જણાવ્યું હતું કે, “ગઈકાલે રાત્રે આ શોભાયાત્રા દરમિયાન કેટલાક સૂત્રોચ્ચાર અને આક્રમકતા જોવા મળી હતી. અમે ગેરકાયદેસર એસેમ્બલી માટે મહારાષ્ટ્ર પોલીસ એક્ટની કલમ 135 હેઠળ FIR નોંધી છે. પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે. કોઈએ ભૂલથી ભ્રામક રીલ ફેલાવી દીધી. તે રીલ હવે દૂર કરવામાં આવી છે. પરિસ્થિતિ શાંતિપૂર્ણ છે અને કાયદો અને વ્યવસ્થાની કોઈ સમસ્યા નથી.”

    રસપ્રદ વાત એ છે કે, ધ હિંદુ અનુસાર, સ્થાનિક મુસ્લિમોએ પણ સ્વીકાર્યું કે આ એક સ્થાનિક પરંપરા છે. અહેવાલમાં એક સ્થાનિક મુસ્લિમને ટાંકીને કહેવામાં આવ્યું છે કે, “દર પાંચ વર્ષે, હોળીની ઉજવણી દરમિયાન, એક સરઘસ કાઢવામાં આવે છે, જે મસ્જિદના પગથિયાં પર થોડી મિનિટો માટે અટકે છે. આવું દેવી નીના દેવીના માનમાં કરવામાં આવે છે.” જોકે, ધ હિંદુ દ્વારા ટાંકવામાં આવેલા એક સ્થાનિક વ્યક્તિનો દાવો છે કે ઝાડનું થડ મસ્જિદના દરવાજા સાથે અથડાયું હતું, પરંતુ પોલીસે આ દાવાને નકારી કાઢ્યો છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં