Friday, October 4, 2024
More
    હોમપેજદેશDeepFake ટેકનોલોજી મામલે મોદી સરકારનું કડક વલણ: સોશિયલ મીડિયા કંપનીઓ માટે જાહેર...

    DeepFake ટેકનોલોજી મામલે મોદી સરકારનું કડક વલણ: સોશિયલ મીડિયા કંપનીઓ માટે જાહેર કરી વધુ એક એડવાઇઝરી, IT મંત્રાલય રાખશે સતત નજર

    સરકાર દ્વારા જારી કરવામાં આવેલી એડવાઇઝરીમાં સોશિયલ મીડિયા કંપનીઓ અને ઈન્ટરનેટ મધ્યસ્થોને બાલ જાતીય શોષણ કન્ટેન્ટ, અશ્લીલ કન્ટેન્ટના હોસ્ટિંગ, શેરિંગ અને ગેરકાયદેસર લોન એપને પરવાનગી આપવા પર પ્રતિબંધ લગાવનારા તમામ નિયમોનું પાલન કરવાં જણાવ્યું છે.

    - Advertisement -

    DeepFake ટેકનોલોજી હવે દેશ અને દુનિયામાં ચર્ચાનો વિષય બન્યો છે. સોશિયલ મીડીયાના ઘણા પ્લેટફોર્મ પર ડીપફેક ટેકનોલોજીનો ઉપયોગ કરીને અયોગ્ય કન્ટેન્ટ પીરસવામાં આવી રહ્યું છે. જેને લઈને હવે કેન્દ્રની મોદી સરકાર સખત કાર્યવાહી કરી રહી છે. કેન્દ્ર સરકારે સોશિયલ મીડિયા કંપનીઓ માટે ફરી એકવાર એડવાઇઝરી જાહેર કરી છે. સરકારે સોશિયલ મીડિયા કંપનીઓને IT નિયમોનું પાલન કરવાની સલાહ આપી છે અને લોકોને પણ આ વિશે સમજાવવા માટે જણાવ્યું છે. ખાસ કરીને ડીપફેક ટેકનોલોજીને લઈને કંપનીઓને સચેત કરવામાં આવી છે. સાથે એ પણ કહ્યું છે કે, જો અયોગ્ય કન્ટેન્ટ મળશે તો સખત કાર્યવાહી કરવામાં આવશે.

    મંગળવારે (26 ડિસેમ્બર) કેન્દ્ર સરકારે સોશિયલ મીડિયા કંપનીઓ માટે એડવાઇઝરી જાહેર કરી છે. જેમાં ડીપફેક ટેકનોલોજીના દુરુપયોગ પર લગામ લગવાનું કડક વલણ સરકાર દ્વારા અપનાવવામાં આવ્યું છે. એડવાઇઝરીમાં નિયમ 3(1)(B)નો હવાલો આપીને કહેવામાં આવ્યું છે કે, જો કોઈ વ્યક્તિ અયોગ્ય કન્ટેન્ટ સોશિયલ મીડિયા પર શેર અથવા તો પોસ્ટ કરશે તો તેના પર આ નિયમ અનુસાર સખત કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવશે. સોશિયલ મીડિયા કંપનીઓને સરકારે મિસઈન્ફોર્મેશન અને ડીપફેક પર વધુ ધ્યાન આપવા માટે કહ્યું છે. સાથે જ તમામ IT નિયમોનું સખ્તાઈથી પાલન કરવાની પણ સલાહ આપવામાં આવી છે.

    IT મંત્રાલય રાખશે સતત નજર

    ઈલેક્ટ્રોનિકલ અને ઈન્ફોર્મેશન ટેકનોલોજીના રાજ્ય મંત્રી રાજીવ ચંદ્રશેખરે જણાવ્યું હતું કે, સરકાર આગામી કેટલાક અઠવાડિયાઓ સુધી સોશિયલ મીડિયા અને ઈન્ટરનેટ મધ્યસથો દ્વારા આ સલાહોના પાલન માટે બારીકાઈથી નજર રાખશે. સાથે તેમણે એવું પણ કહ્યું કે, જો જરૂરી લાગશે તો IT નિયમોના કાયદામાં પણ પરિવર્તન કરવામાં આવશે. એટલે કે સરકાર કોઈપણ સંજોગોમાં ડીપફેકનો દુરુપયોગ ચલાવશે નહીં. આ માટે કેન્દ્ર સરકાર સોશિયલ મીડિયા કંપની અને ઈન્ટરનેટ પર સતત નજર રાખશે. જો કોઈપણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર અયોગ્ય કન્ટેન્ટ પીરસવામાં આવશે તો જે-તે વ્યક્તિ અને કંપની બંને પર કાયદાકીય કાર્યવાહી થઈ શકે છે.

    - Advertisement -

    7 દિવસમાં જમા કરાવવો પડશે રિપોર્ટ

    આ ઉપરાંત IT મંત્રાલયે તમામ સોશિયલ મીડિયા કંપનીઓ પાસેથી 7 દિવસની અંદર ‘એક્શન ટેકન કમ સ્ટેટ્સ રિપોર્ટ’ માંગ્યો છે. સરકાર દ્વારા જારી કરવામાં આવેલી એડવાઇઝરીમાં સોશિયલ મીડિયા કંપનીઓ અને ઈન્ટરનેટ મધ્યસ્થોને બાલ જાતીય શોષણ કન્ટેન્ટ, અશ્લીલ કન્ટેન્ટના હોસ્ટિંગ, શેરિંગ અને ગેરકાયદેસર લોન એપને પરવાનગી આપવા પર પ્રતિબંધ લગાવનારા તમામ નિયમોનું પાલન કરવાં જણાવ્યું છે. આ ઉપરાંત એડવાઇઝરીમાં સોશિયલ મીડિયા કંપનીઓને ગેરકાયદેસર લોન અને સટ્ટાબાજીની એપ વિશેની કોઈપણ જાહેરાતને મંજૂરી આપવા માટે વધારાના પગલાં લેવા કહેવામાં આવ્યું છે. જેથી સામાન્ય લોકો તેની જાળમાં ના ફસાય. નોંધનીય છે કે, આ પહેલાં પણ કેન્દ્ર સરકાર સોશિયલ મીડિયા કંપનીઓ માટે એડવાઇઝરી જાહેર કરી ચૂકી છે, જે બાદ આ બીજી એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે.

    આ ડીપફેક (DeepFake) ટેકનોલોજી શું છે અને તે કેવી રીતે કાર્ય કરે છે તે વિષય પર ઑપઇન્ડિયાએ એક સવિસ્તાર લેખ પ્રકાશિત કર્યો છે. જેમાં સરળતાથી સમજી શકાય છે કે ડીપફેક ટેકનોલોજી શું છે. જે અહી ક્લિક કરવાથી વાંચી શકાશે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં