Friday, November 22, 2024
More
    હોમપેજદેશમુફ્તી અઝહરીની અટકાયત બાદ પોલીસ મથકની બહાર એકઠું થયું ટોળું, હોબાળો મચાવીને...

    મુફ્તી અઝહરીની અટકાયત બાદ પોલીસ મથકની બહાર એકઠું થયું ટોળું, હોબાળો મચાવીને નારાબાજી કરી: ધરપકડ કરવા પહોંચી છે ગુજરાત ATS

    રવિવારે (4 ફેબ્રુઆરી, 2024) સવારે ગુજરાત ATSની ટીમ મુંબઈ પહોંચી હતી અને મુફ્તી અઝહરીને કસ્ટડીમાં લઈને કાર્યવાહી શરૂ કરી હતી. જ્યાંથી ઘાટકોપર પોલીસ મથકે લઇ જવાયો હતો.

    - Advertisement -

    મૌલાના મુફ્તી સલમાન અઝહરીની અટકાયત બાદ એક તરફ જ્યાં મુંબઈના ઘાટકોપર પોલીસ મથકમાં કાર્યવાહી કરવામાં આવી રહી છે ત્યાં બીજી તરફ મોટી સંખ્યામાં તેના સમર્થકો પોલીસ મથકની બહાર પહોંચી ગયા હતા અને હોબાળો મચાવ્યો હતો. જોકે, મુફ્તીએ માઈકમાં સંબોધન કરીને તમામને સ્થળ ખાલી કરી દેવા માટે કહ્યું હતું અને જણાવ્યું હતું કે પોતે કાયદાકીય પ્રક્રિયામાં સહયોગ કરવા માટે તૈયાર છે. 

    પ્રાપ્ત જાણકારી અનુસાર, રવિવારે (4 ફેબ્રુઆરી, 2024) સવારે ગુજરાત ATSની ટીમ મુંબઈ પહોંચી હતી અને મુફ્તી અઝહરીને કસ્ટડીમાં લઈને કાર્યવાહી શરૂ કરી હતી. જ્યાંથી ઘાટકોપર પોલીસ મથકે લઇ જવાયો હતો. દિવસ ઢળતાં જેમ-જેમ મુફ્તીના સમર્થકોને જાણ થતી ગઈ તેમ તેઓ એકઠા થવા માંડ્યા હતા અને ઘાટકોપર પોલીસ મથકની બહાર હોબાળો મચાવવાનો શરૂ કરી દીધો હતો. 

    સોશિયલ મીડિયામાં અમુક પોસ્ટ પણ ધ્યાને આવી છે, જેમાં લોકોને ઘાટકોપરમાં એક સ્થળે એકઠા થવા માટે અને મૌલાનાનું ‘સમર્થન’ કરવા માટે અપીલ કરવામાં આવી છે. જે વિડીયો સામે આવી રહ્યા છે તેમાં મોટી સંખ્યામાં લોકોનું ટોળું એકઠું થયેલું જોવા મળે છે અને મઝહબી નારા પણ લાગતા સાંભળવા મળે છે. 

    - Advertisement -

    દરમ્યાન, પોલીસ કસ્ટડીમાંથી મુફ્તી અઝહરીએ પોતાના સમર્થકોને સંબોધન કરીને સ્થળ ખાલી કરી દેવા માટે જણાવ્યું હતું. તેણે કહ્યું કે, તે ગુનેગાર નથી કે ન કોઇ ગુનો કર્યો છે. પોલીસ જરૂરી તપાસ કરી રહી છે અને તે પણ સહયોગ આપે છે. સમર્થકોને તેણે કહ્યું હતું કે તેઓ સ્થળ ખાલી કરી દે. તેણે ધરપકડ થઈ તો તે માટે પણ પોતે તૈયાર હોવાનું જણાવ્યું હતું. 

    બીજી તરફ, ગુજરાત ATS તેને લઈને જૂનાગઢ જવા રવાના થવાની તૈયારી કરી રહી હોવાનું જાણવા મળ્યું છે. જોકે, મુફ્તીના સમર્થકોએ ઘેરો ઘાલ્યો હોવાના કારણે પોલીસ અને ATSને મુશ્કેલી નડી રહી છે. હાલ મુફ્તી પોલીસ અને ATSની કસ્ટડીમાં છે. 

    આ મામલો જૂનાગઢમાં અઝહરીએ આપેલા એક ભડકાઉ ભાષણ મામલેનો છે. 31 જાન્યુઆરીના રોજ યોજાયેલા કાર્યક્રમમાં ભાષણ આપતી વખતે તેણે અમુક ભડકાઉ વાતો કહી હતી, જેનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો હતો. જેમાં તે ‘કરબલા કા આખિરી મૈદાન બાકી હૈ’ અને ‘કુત્તોં કા વક્ત હૈ, હમારા દૌર આયેગા’ વગેરે જેવી વાતો કહેતો સંભળાય છે.

    વિડીયો વાયરલ થયા બાદ જૂનાગઢ પોલીસે સ્વતઃ સંજ્ઞાન લઈને આ મામલે FIR દાખલ કરી હતી. આરોપીઓમાં 2 આયોજકો યુસુફ મલેક અને અજીમ ઓડેદરાનો પણ સમાવેશ થાય છે, જેમની ધરપકડ પહેલેથી જ કરી લેવામાં આવી છે. હવે મુફ્તીને શોધતી ATS મુંબઈ પહોંચી છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં