Saturday, October 12, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ'ઈમરાને' સગી ફોઈની દીકરી પર બળાત્કાર કરીને અશ્લીલ વિડીયો બનાવ્યો, નિકાહ કરવાની...

    ‘ઈમરાને’ સગી ફોઈની દીકરી પર બળાત્કાર કરીને અશ્લીલ વિડીયો બનાવ્યો, નિકાહ કરવાની ના પાડતાં ગળું દબાવી માર માર્યો: યુપી પોલીસે ઝડપી લીધો

    પીડિતાના મામાના દીકરા ભાઈએ ઘરમાં ઘૂસીને બળાત્કાર કરીને અશ્લીલ વિડીયો બનાવ્યો હતો અને માર પણ માર્યો હતો. હાલ આ મામલે પોલીસ કાર્યવાહી કરી રહી છે.

    - Advertisement -

    ઉત્તરપ્રદેશના ગાઝિયાબાદ જિલ્લામાં એક યુવતીએ તેના મામાના દીકરા ભાઈ પર હથિયાર બતાવીને બળાત્કાર કરવાનો આરોપ લગાવ્યો છે. આરોપીનું નામ ઈમરાન (બદલાયેલું) છે. તેના પર પીડિતાનો વાંધાજનક વીડિયો વાયરલ કરવાનો આરોપ છે. કહેવામાં આવી રહ્યું છે કે નિકાહ કરવાની ના પાડવા બદલ ઈમરાને સગી ફોઈની દીકરી પર બળાત્કાર કરીને અશ્લીલ વિડીયો બનાવી માર માર્યો હતો.

    હાલ ઉત્તર પ્રદેશ પોલીસે એફઆઈઆર નોંધીને આરોપીની ધરપકડ કરી છે. ઘટના 29 ઓગસ્ટ 2022ની જણાવવામાં આવી રહી છે. જોકે, આ વીડિયો અત્યારે વાયરલ થઈ રહ્યો છે. આ મામલાની ફરિયાદ 6 સપ્ટેમ્બર 2022 (મંગળવાર)ના રોજ કરવામાં આવી છે.

    મીડિયા રિપોર્ટ્સ અનુસાર મામલો વિજયનગર પોલીસ સ્ટેશન વિસ્તારનો છે. અહીં પીડિતાએ પોલીસને આપેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે માર્ચ 2022માં તેના પિતાનું અવસાન થયું હતું. ફરિયાદમાં વધુમાં જણાવવામાં આવ્યું છે કે પિતાના અવસાન બાદ તેના ઘરે તેની માતા અને 3 ભાઈઓ જ છે, જેમાં માતા અવારનવાર બીમાર રહે છે.

    - Advertisement -

    પીડિતાએ જણાવ્યાં અનુસાર તેના ભાઈઓ કામ માટે બહાર જાય છે, આનો લાભ લઈને લગભગ 4 મહિના પહેલા એક દિવસ તેના પિતરાઈ ભાઈએ ઘરમાં ઘુસીને તેની સાથે બળાત્કાર કર્યો હતો. કહેવામાં આવી રહ્યું છે કે આ દરમિયાન તેણે પોતાની હરકતનો અશ્લીલ વીડિયો પણ બનાવ્યો હતો.

    પીડિતાના કહેવા પ્રમાણે બળાત્કાર બાદ આરોપીએ તેને ચૂપ રહેવા માટે ધમકી પણ આપી હતી. આ ડરને કારણે તેણીએ લાંબા સમય સુધી બધું સહન કર્યું. ફરિયાદમાં વધુમાં જણાવવામાં આવ્યું છે કે, બળાત્કાર બાદ આરોપી તેના પર નિકાહ કરવા માટે સતત દબાણ કરતો હતો જ્યારે પીડિતા તેના માટે તૈયાર ન હતી.

    જણાવવામાં આવી રહ્યું છે કે 29 ઓગસ્ટના રોજ આરોપી પીડિતાના ઘરે પહોંચ્યો અને કટ્ટા(દેશી બનાવટની બંદૂક)ના જોરે તેને બળજબરીથી પ્રતાપ વિહારના એક હોટલમાં લઈ ગયો. ત્યાં પણ આરોપીએ તેને પીડિતા સાથે નિકાહ કરવા દબાણ કર્યું અને જ્યારે પીડિતાએ ના પાડી તો ઈમરાન (બદલાયેલું નામ) બધાની સામે યુવતીને મારવા લાગ્યો હતો.

    આરોપીના આ કૃત્યનો વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે. આમાં તે પીડિતાનું ગળું દબાવતો જોવા મળે છે. આ પછી ઈમરાને (બદલાયેલું નામ) પીડિતાનો વાંધાજનક વીડિયો તેના ભાઈને મોકલ્યો હતો. આ પછી પીડિતાએ આખી વાત તેના ભાઈને જણાવી અને અંતે આ મામલાની જાણ પોલીસને કરવામાં આવી. ડીએસપી સિટી ફર્સ્ટ ગાઝિયાબાદ અંશુ જૈનના જણાવ્યા અનુસાર, આરોપીની કલમ 376, 323, 504, 366 હેઠળ ધરપકડ કરવામાં આવી છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં