છત્તીસગઢના (Chhattisgarh) બીજાપુરમાં પત્રકાર મુકેશ ચંદ્રાકરની હત્યા કેસમાં (Mukesh Chandrakar Murder Case) મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. પોલીસે આ હત્યાકાંડના મુખ્ય આરોપી અને કોંગ્રેસી નેતા સુરેશ ચંદ્રાકરની (Suresh Candrakar) અટકાયત કરી લીધી છે. હત્યાકાંડ બાદ બીજાપુર પોલીસની SIT અને સાઈબર સેલ છેલ્લા ઘણા સમયથી અલગ અલગ ઠેકાણાઓ પર દરોડા પાડીને સુરેશને ઝડપી લેવા પ્રયાસ કરી રહી હતી. હાલ તેને હૈદરાબાદથી ઉઠાવવામાં આવ્યો હોવાનું કહેવામાં આવી રહ્યું છે.
#UPDATE | Prime accused of journalist Mukesh Chandrakar's murder case, Suresh Chandrakar, who was absconding after the crime, has been detained. The accused was detained from Hyderabad late last night by the SIT and he is being questioned: Bastar Police https://t.co/CFFLm5QtJ2
— ANI (@ANI) January 6, 2025
પ્રાપ્ત માહિતી અનુસાર SIT અને સાયબર સેલ દ્વારા અંદાજે 300 કોલ ડિટેલ અને 200 CCTV કેમેરા તપાસ્યા હતા. આ દરમિયાન તે હૈદરાબાદમાં સંતાયો હોવાનું સામે આવ્યું હતું. પોલીસે આપેલી માહિતી અનુસાર એક ટીમ તાત્કાલિક રવાના કરવામાં આવી હતી. તે એક ગેસ્ટ હાઉસમાં સંતાયો હતો અને પોલીસ તેના ઠેકાણા પર પહોંચી ગઈ હતી. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને સુરેશ ચંદ્રાકરની અટકાયત કરી લીધી છે. આ પહેલા પોલીસ સુરેશના મેનેજર સહિત ત્રણ લોકોની ધરપકડ કરી ચૂકી છે. હાલ આરોપીને બીજાપુર (Bijapur) લાવવાની કાર્યવાહી ચાલી રહી છે.
ભ્રષ્ટાચાર ઉજાગર કર્યા બાદ થઈ હતી હત્યા
નોંધનીય છે કે તાજેતરમાં જ પત્રકાર મુકેશ ચંદ્રાકરે કોન્ટ્રાક્ટર (Contractor) સુરેશની પોલ ઉઘાડી કરી હતી. સુરેશને બસ્તરમાં ₹120 કરોડના રોડ બનાવવાનો કોન્ટ્રાક્ટ મળ્યો હતો. પરંતુ પત્રકારે તેના પર ભ્રષ્ટાચારના (corruption) આરોપો લગાવતા સમાચાર ચલાવ્યા બાદ કોન્ટ્રાક્ટર વિરુદ્ધ તપાસના આદેશ આપવામાં આવ્યા હતા. આખા ઘટનાક્રમ બાદથી પત્રકારની કોઈ ભાળ નહોતી મળી રહી.
પરિચિતો સતત તેને શોધી રહ્યા હતા. ત્યારબાદ પોલીસ ફરિયાદ પણ નોંધાવવામાં આવી હતી. પોલીસની શોધખોળ દરમિયાન કોન્ટ્રકટરને ત્યાંથી એક સેપ્ટિક ટેન્કમાંથી મુકેશની લાશ મળી આવી હતી. મુકેશ ચંદ્રાકર NDTV સહીત અનેક સમાચાર ચેનલો સાથે સંકળાયેલા હતા અને ઘણા લાંબા સમયથી પત્રકારત્વ કરી રહ્યા હતા. મેઈનસ્ટ્રીમ મીડિયા ઉપરાંત તેઓ ‘બસ્તર જંકશન’ નામની એક યુટ્યુબ ચેનલ ચલાવતા હતા. તેમની ગણતરી વિસ્તારના બાહોશ અને નીડર પત્રકારોમાં થતી હતી. આ હત્યાકાંડ બાદ પ્રશાસને સુરેશના ગેરકાયદેસર બાંધકામો પર બુલડોઝર ફેરવી દીધું હતું.