Wednesday, September 11, 2024
More
    હોમપેજરાજકારણમહારાષ્ટ્ર સરકારે વક્ફ બોર્ડને ફાળવ્યા ₹10 કરોડ, VHPનો વિરોધ: કહ્યું- પુનર્વિચાર કરે...

    મહારાષ્ટ્ર સરકારે વક્ફ બોર્ડને ફાળવ્યા ₹10 કરોડ, VHPનો વિરોધ: કહ્યું- પુનર્વિચાર કરે સરકાર, નિર્ણય ન બદલ્યો તો હિંદુઓના આક્રોશનો સામનો કરવો પડશે

    VHP નેતાએ કહ્યું કે જો આ નિર્ણય પરત લેવામાં નહીં આવે તો મહાયુતિ સરકારે હિંદુઓના આક્રોશનો સામનો કરવો પડશે અને તેની અસર આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અને વિધાનસભા ચૂંટણીમાં પણ જોવા મળશે. 

    - Advertisement -

    મહારાષ્ટ્ર રાજ્યની ભાજપ-શિવસેના-NCPની મહાયુતિ સરકાર વિવાદમાં સપડાઈ છે. તાજેતરમાં સમાચાર સામે આવ્યા કે સરકારે રાજ્યના વક્ફ બોર્ડને ₹10 કરોડ રૂપિયાનું ફંડ જાહેર કર્યું છે. જેને લઈને વિશ્વ હિંદુ પરિષદ સહિતનાં સંગઠનો વિરોધ કરી રહ્યાં છે અને નિર્ણય પરત ખેંચવાની માંગ કરવામાં આવી રહી છે. 

    પ્રાપ્ત વિગતો અનુસાર, ગત 10 જૂનના રોજ રાજ્ય સરકારના લઘુમતી વિકાસ વિભાગ દ્વારા ઓરંગાબાદ સ્થિત વક્ફ બોર્ડને ₹2 કરોડ ફાળવવામાં આવ્યા હતા. જ્યારે બાકીનું ભંડોળ નાણાકીય વર્ષ 2024-25માં જે-તે બોડીને ફાળવવામાં આવશે તેવું જાણવા મળ્યું છે. મહારાષ્ટ્ર સરકારે આ વર્ષના લઘુમતી કલ્યાણ ભંડોળનો 20% હિસ્સો વક્ફ બોર્ડને આપવાનો નિર્ણય કર્યો છે, જે બાબતની પુષ્ટિ ઇસ્લામિક સ્કોલર મુફ્તી મંજૂર જિયાઈએ પણ કરી છે. 

    વિશ્વ હિંદુ પરિષદે આ પગલાંને એક મઝહબી સમુદાયનું તુષ્ટિકરણ ગણાવ્યું છે અને તેનો વિરોધ કર્યો છે. કોંકણ પ્રાંત VHP મહાસચિવ મોહન સાલેકરે ટિપ્પણી કરતાં કહ્યું કે, “આ ક્યારેય સાંખી લેવામાં નહીં આવે. તેમણે કહ્યું કે, ભાજપ નેતાઓએ ચૂંટણી દરમિયાન કોઇ એક સમુદાયને ધર્મના આધાર પર ગ્રાન્ટ આપવાનો વિરોધ કર્યો હતો, પણ હવે યુ-ટર્ન લઇ લીધો છે. 

    - Advertisement -

    VHP નેતાએ કહ્યું કે જો આ નિર્ણય પરત લેવામાં નહીં આવે તો મહાયુતિ સરકારે હિંદુઓના આક્રોશનો સામનો કરવો પડશે અને તેની અસર આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અને વિધાનસભા ચૂંટણીમાં પણ જોવા મળશે. 

    મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો ભાજપ નેતાઓએ પણ સરકારને આ બાબતે પુનર્વિચાર કરવા માટે કહ્યું છે. ફ્રી પ્રેસ જર્નલના એક રિપોર્ટમાં એક ભાજપ નેતાને ટાંકીને કહેવામાં આવ્યું કે, VHP દ્વારા લગાવવામાં આવેલા આરોપો ગંભીર છે અને સરકારે અને ખાસ કરીને ઉપમુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે આ બાબતની નોંધ લેવી જોઈએ. નહીંતર ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી માટે મુશ્કેલી ઉભી થશે.”

    સોશિયલ મીડિયા પર પણ મહારાષ્ટ્ર સરકારના આ નિર્ણયનો વિરોધ જોવા મળી રહ્યો છે અને લોકો પુનર્વિચાર કરવા માટે સરકારને કહી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રમાં ભાજપ, શિવસેના અને NCPની મહાયુતિ સરકાર છે, જેમાં શિવસેના અને NCP અનુક્રમે એકનાથ શિંદે અને અજિત પવારનાં જૂથ છે. મુખ્યમંત્રી પદે એકનાથ શિંદે (શિવસેના) જ્યારે ઉપમુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ (ભાજપ) અને અજિત પવાર (NCP) છે. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં