Friday, April 19, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટહત્યાની ધમકી બાદ સીએમ શિંદે ગરજ્યા, કહ્યું: ના ક્યારેય ડર્યો છું, ના...

    હત્યાની ધમકી બાદ સીએમ શિંદે ગરજ્યા, કહ્યું: ના ક્યારેય ડર્યો છું, ના તો ક્યારેય ડરીશ, જનતાના કામ કરતો કોઈ નહીં અટકાવી શકે; આરોપીની ધરપકડ

    મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેને જાનથી મારી નાખવાની ધમકી આપનાર મુંબઈના રહેવાસીની મુંબઈ પોલીસે ધરપકડ કરી છે.

    - Advertisement -

    ફરી એક વાર મહારાષ્ટ્રના સીએમ એકનાથ શિંદેને હત્યાની ધમકી આપવામાં આવી છે , ફોન પર મળેલી આ ધમકી બાદ પોલીસ પ્રશાસન હરકતમાં આવ્યું હતું, અને મુખ્યમંત્રી એકનાથ શિંદે અને તેમના પરિવારની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો હતો, તો બીજી તરફ સીએમ એકનાથ શિંદેને હત્યાની ધમકી આપનારની ધરપકડ કરવામાં આવી છે.

    મળતા અહેવાલો અનુસાર મુખ્યમંત્રી એકનાથ શિંદેને રવિવારે (2 ઑક્ટોબર) ના રોજ જાનથી મારી નાખવાની ધમકીઓ મળી હતી, જેના પગલે રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન અને ગૃહ પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે પોલીસ મહાનિર્દેશકને સુરક્ષા વધારવાનો નિર્દેશ આપ્યો હતો. તો બી તરફ ઉપમુખ્યમંત્રીએ કહ્યું હતું કે ડીજીપી અને ઇન્ટેલિજન્સ વિભાગના વડાને પણ સીએમને મળી રહેલી સતત ધમકીઓના સ્ત્રોત શોધવા માટે ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.

    નોંધનીય છે કે જાનથી મારી નાખવાની ધમકી મળ્યા બાદ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેનું પણ નિવેદન સામે આવ્યું છે. ધમકી મળ્યા બાદ તેમણે કહ્યું કે, “હું આ બધા પર ધ્યાન આપતો નથી. અમારું ગૃહ વિભાગ અને ગૃહ પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ સક્ષમ છે, અમને તેમનામાં સંપૂર્ણ વિશ્વાસ છે. હું આવી ધમકીઓથી ક્યારે ડર્યો નથી, અને ડરીશ પણ નહી. મને જનતા માટે કામ કરતા કોઈ રોકી નહીં શકે, હું કામ કરતો રહીશ.

    - Advertisement -

    આરોપીની ધરપકડ, ચોંકાવનારો ખુલાસો

    અહેવાલો અનુસાર રવિવારે સવારે લગભગ 2:48 વાગ્યે, લોનાવાલા પોલીસ કંટ્રોલ રૂમને એક અજાણ્યા મોબાઈલ નંબર પરથી કોલ આવ્યો, જેમાં સીએમ શિંદેની હત્યાનું કાવતરું ઘડવામાં આવ્યું હોવાનો દાવો કરવામાં આવ્યો હતો.પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં લેતા, પોલીસે તરત જ મોબાઈલ નંબર ટ્રેસ કર્યો અને માલિકની ઓળખ મુંબઈના રહેવાસી તરીકે કરી.ટૂંક સમયમાં જ ક્રાઈમ બ્રાન્ચની એક ટીમ મુંબઈ જવા રવાના થઈ અને રવિવારે ઘાટકોપર વિસ્તારમાંથી આરોપીને પકડી પાડ્યો હતો.

    આરોપીની ઓળખ મુંબઈ શહેરના રહેવાસી 36 વર્ષીય અવિનાશ વાઘમારે તરીકે થઈ છે.લોનાવાલા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી એફઆઈઆર અનુસાર, અવિનાશ મુંબઈ જઈ રહ્યો હતો, ત્યારે તે લોનાવાલાની એક હોટલમાં રોકાયો.હોટલમાં રોકાણ દરમિયાન નશામાં ધૂત આરોપી હોટલના સંચાલકે પાણીની બોટલના વધુ પૈસા વસૂલતા નારાજ હતો અને તેણે સીએમ શિંદેને જાનથી મારી નાંખવાની ધમકી આપી દીધી હતી.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં