Friday, March 14, 2025
More
    હોમપેજરાજકારણ'હાર માટે તે જવાબદાર... તેમનો ઘમંડ અમને લઈ ડૂબ્યો': મહારાષ્ટ્રમાં 'ઉદ્ધવ સેના'એ...

    ‘હાર માટે તે જવાબદાર… તેમનો ઘમંડ અમને લઈ ડૂબ્યો’: મહારાષ્ટ્રમાં ‘ઉદ્ધવ સેના’એ વિધાનસભા ચૂંટણીમાં કારમી હાર માટે કોંગ્રેસને જવાબદાર ઠેરવી

    શિવસેનાનાં (UBT) નેતા અંબાદાસ દાનવેએ ચૂંટણીમાં હર પાછળ કોંગ્રેસ જવાબદાર હોવાનું જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે કોંગ્રેસનો અતિ-આત્મવિશ્વાસ અને સીટના ભાગલા પાડતી વખતે 'ઘમંડી વર્તન'ના કારણે મહારાષ્ટ્રમાં મહાવિકાસ આઘાડીએ હારનો સામનો કરવો પડ્યો છે.

    - Advertisement -

    મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં (Maharashtra Assembly Elections) જનતાએ ઉંધેકાંધ નાખ્યા બાદ વિપક્ષને હજુ કળ નથી વળી. આમતો ચૂંટણી પહેલાથી જ મહાવિકાસ આઘાડીમાં (MVA) ખેંચતાણ જોવા મળી હતી, શિવસેના (UBT) અને કોંગ્રેસના (Congress) નેતાઓ બેઠકોને લઈને ચૂંટણી પહેલા જ સરાજાહેર તું-તું મેં-મેં પર આવી ગયા હતા. ત્યારે હવે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં કારમી હાર બાદ શિવસેનાએ (Shivsena UBT) હારનું ઠીકરું કોંગ્રેસ પર ફોડ્યું છે.

    શિવસેનાનાં (UBT) નેતા અંબાદાસ દાનવેએ ચૂંટણીમાં હર પાછળ કોંગ્રેસ જવાબદાર હોવાનું જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે કોંગ્રેસનો અતિ-આત્મવિશ્વાસ (Over-confidence) અને સીટના ભાગલા પાડતી વખતે ‘ઘમંડી વર્તન’ના કારણે મહારાષ્ટ્રમાં મહાવિકાસ આઘાડીએ હારનો સામનો કરવો પડ્યો છે. તેમણે કહ્યું હતું કે, જો કોંગ્રેસ પાર્ટીએ ઉદ્ધવ ઠાકરેને મુખ્યમંત્રી ચહેરા તરીકે ઘોષિત કર્યા હોત તો પરિણામો કંઇક જુદા આવ્યા હોત.

    રિઝલ્ટ પહેલા જ સુટ-બુટ પહેરીને તૈયાર થઈ ગયા હતા- દાનવે

    મીડિયા સાથે વાતચીત કરતા દાનવે કોંગ્રેસ પર આકરા પાણીએ જોવા મળ્યા. તેમણે કહ્યું કે, “વિધાનસભા ચૂંટણીમાં હાર માટે કોંગ્રેસ જવાબદાર છે. તેમનો અતિ-આત્મવિશ્વાસ અને ટીકીટ વહેંચણી વખતે દેખાડેલો ઘમંડ મહાવિકાસ આઘાડીને લઈ ડૂબ્યો. મહાવિકાસ આઘાડીએ ઉદ્ધવ ઠાકરેને મુખ્યમંત્રી પદના ઉમેદવાર ઘોષિત કરવાના હતા. જો આમ થયું હોત તો પરિણામો અલગ આવી શકતા હતા. પણ તેઓ તો (કોંગ્રેસ) પરિણામો પહેલા જ સુટ-બુટ પહેરીને તૈયાર થઈ ગઈ હતીં.”

    - Advertisement -

    ઉદ્ધવ ઠાકરેના નેતાએ કોંગ્રેસ પર નિશાનો સાધતા કહ્યું હતું કે, “લોકસભા ચૂંટણીમાં મળેલા પરિણામો બાદથી જ મહારાષ્ટ્ર વિધાસભા ચૂંટણીમાં કોંગ્રેસ અતિ-આત્મવિશ્વાસથી ભરેલી જોવા મળી રહી હતી. હરિયાણા અને જમ્મુ-કાશ્મીરમાં જોવા મળ્યું એમ, સીટના ભાગલામાં તેમના ઘમંડ ભર્યા વર્તને અમને આટલું નુકસાન પહોંચાડ્યું. જો ઉદ્ધવ ઠાકરેને મુખ્યમંત્રી પદના ઉમેદવાર બનાવ્ય હોત તો પરિણામો જૂદા હોત.” આ દરમિયાન દાનવેએ આગામી ભવિષ્યમાં શિવસેના (UBT) તમામ 288 બેઠકો પર સ્વતંત્ર ચૂંટણી લડવા ધ્યાન કેન્દ્રિત કરશે તેમ ઈશારો કર્યો હતો.

    નોંધનીય છે કે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં ભાજપના નેતૃત્વમાં શિવસેના (એકનાથ શિંદે જૂથ) અને સહયોગી પાર્ટીઓની મહાયુતિએ 288 માંથી 230 બેઠકો પર પ્રચંડ જીત મેળવી હતી. બીજી તરફ કોંગ્રેસ, શિવસેના (UBT), NCP (શરદ પવાર) અને અન્ય દળોના ગઠબંધનની મહા વિકાસ આઘાડીને માત્ર 46 બેઠકો જ મળી હતી.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં