Saturday, April 13, 2024
More
  હોમપેજન્યૂઝ રિપોર્ટજંગલોમાં જઈને ગુપ્ત રીતે તાલીમ લઈ રહ્યા હતા જેહાદીઓ, મધ્ય પ્રદેશ પોલીસે...

  જંગલોમાં જઈને ગુપ્ત રીતે તાલીમ લઈ રહ્યા હતા જેહાદીઓ, મધ્ય પ્રદેશ પોલીસે મોટું કાવતરું નિષ્ફળ બનાવ્યું: આરોપીઓમાં શિક્ષકો, એન્જિનિયર પણ સામેલ; 50થી વધુ દેશોમાં ફેલાયેલા છે તાર

  તમામ આરોપીઓ એકબીજા સાથે વાતચીત કરવા માટે ડાર્ક વેબની વિવિધ ચેનલોનો ઉપયોગ કરતા હતા. જેમાં 'રોકેટ ચૅટ', 'થ્રીમા' જેવી ઍપ્સ સામેલ છે. આ પ્રકારના કમ્યુનિકેશનનો ઉપયોગ મોટાભાગે ISIS જેવા આતંકવાદી સંગઠનો કરે છે.

  - Advertisement -

  દેશભરમાં વધી રહેલો ઇસ્લામી કટ્ટરવાદ સરકાર માટે પડકારરૂપ સાબિત થઈ રહ્યો છે. આ પડકાર મધ્ય પ્રદેશમાં પણ જોવા મળી રહ્યો છે. ક્યારેક ઇસ્લામિક સ્ટેટ (ISIS)ના આતંકવાદીઓ, પૉપ્યુલર ફ્રન્ટ ઑફ ઇન્ડિયા (PFI)ના કટ્ટરપંથીઓ, તો ક્યારેક આંતકવાદીઓના સ્લીપર સેલ સામે સુરક્ષા એજન્સીઓની કાર્યવાહી ચાલતી રહે છે. તાજેતરમાં મધ્ય પ્રદેશ પોલીસની એન્ટી ટેરરિઝમ સ્કવૉડ (ATS)એ હિઝ્બ ઉત્ તહરીર (HuT) નામના ઇસ્લામી કટ્ટરપંથી સંગઠન વિરુદ્ધ મોટી કાર્યવાહી કરી છે.

  હિઝ્બ ઉત્ તહરીર સંગઠન તહરીક-એ-ખિલાફત તરીકે પણ ઓળખાય છે. ATSએ કડક કાર્યવાહી કરતા મંગળવારે (10 મે, 2023) ભોપાલના શાહજહાંનાબાદ, એશબાગ, લાલઘાટી અને પિપલાનીમાં દરોડા પાડીને સંગઠનના 10 સભ્યોની ધરપકડ કરી હતી. તો છિંદવાડાથી એક અને તેલંગણાની રાજધાની હૈદરાબાદથી 5 શંકાસ્પદોની અટકાયત કરવામાં આવી છે.

  ધરપકડ કરાયેલા કટ્ટરપંથીઓ પાસેથી ટેકનિકલ સાધનો, દેશ વિરોધી દસ્તાવેજો, કટ્ટરપંથી સાહિત્ય અને અન્ય સામગ્રી જપ્ત કરવામાં આવી છે. મધ્યપ્રદેશ પોલીસે આરોપીઓ વિરુદ્ધ UAPA સહિત ભારતીય દંડ સંહિતા (IPC)ની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. ATS દ્વારા વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે.

  - Advertisement -

  કટ્ટરપંથીઓમાં સોફ્ટવેર એન્જિનિયરથી લઈને શિક્ષકો પણ સામેલ

  HuTના કટ્ટરપંથીઓ પોતાના મિશનને અંજામ આપવા માટે આધુનિક સાધનોનો ઉપયોગ કરતા હતા. તેઓ રૅકી કરવા માટે ડ્રોન કૅમેરાનો ઉપયોગ કરતા હતા. આરોપીઓમાં કમ્પ્યુટર એન્જિનિયર, ટેકનિશિયન, શિક્ષકો, બિઝનેસમેન, જિમ ટ્રેનર, કોચિંગ સેન્ટર સંચાલક, ઑટો ડ્રાઈવર, દરજી વગેરે સામેલ છે. આ તમામ આરોપીઓ સામાન્ય લોકોની વચ્ચે રહીને કટ્ટરપંથી પ્રવૃત્તિઓ કરતા હતા.

  ભોપાલના શાહજહાંનાબાદથી ધરપકડ કરાયેલ 29 વર્ષીય યાસિર ખાન જિમ ટ્રેનર છે, તો શહીદ નગરથી પકડાયેલો 32 વર્ષીય સૈયદ સામી રિઝવી કોચિંગ સેન્ટરમાં શિક્ષક છે. જવાહર કોલોની એશબાગથી પકડાયેલો શાહરુખ દરજી છે, જ્યારે એ જ વિસ્તારમાંથી ધરપકડ કરાયેલો 29 વર્ષીય મિસ્બાહુલ હક મજૂરી કામ કરે છે. તો એશબાગનો શાહિદ ઓટો રિક્ષા ડ્રાઈવર છે.

  ભોપાલના એશબાગના રહેવાસી સૈયદ દાનિશ અલી અને મેહરાજ અલી અનુક્રમે સોફ્ટવેર એન્જિનિયર અને કમ્પ્યુટર ટેકનિશિયન છે. તો લાલઘાટીનો નિવાસી 40 વર્ષીય ખાલિદ હુસૈન શિક્ષક અને બિઝનેસમેન છે. અન્ય આરોપીની ઓળખ મોહમ્મદ આલમ અને કરીમ તરીકે થઈ છે.

  હૈદરાબાદથી આવેલા કટ્ટરપંથીઓ આ રીતે તાલીમ આપતા હતા

  એટીએસની પ્રેસ નોટ અનુસાર, આ તમામ આરોપીઓ ગુપ્ત રીતે જંગલોમાં જઈને ક્લોઝ કૉમ્બેટ ટ્રેનિંગ કેમ્પનું આયોજન કરીને નિશાનબાજીનો અભ્યાસ કરતા હતા. હૈદરબાદથી આવેલા કટ્ટરપંથી અન્યોને ટ્રેનિંગ આપતા હતા. આ ઉપરાંત, આરોપીઓ કોઈને ખબર ન પડે એમ દીની સભાનું આયોજન કરીને ભડકાઉ ભાષણો પણ આપતાં હતા. આ દરમિયાન લોકોમાં કટ્ટરપંથી અને જેહાદી સાહિત્યનું પણ વિતરણ કરવામાં આવતું હતું.

  ATSનું કહેવું છે કે, આરોપીઓ તેમના જેવા યુવકોને ઓળખીને તેમને પોતાના સંગઠનમાં સામેલ કરતા હતા. તમામ આરોપીઓ એકબીજા સાથે વાતચીત કરવા માટે ડાર્ક વેબની વિવિધ ચેનલોનો ઉપયોગ કરતા હતા. જેમાં ‘રોકેટ ચૅટ’, ‘થ્રીમા’ જેવી ઍપ્સ સામેલ છે. આ પ્રકારના કમ્યુનિકેશનનો ઉપયોગ મોટાભાગે ISIS જેવા આતંકવાદી સંગઠનો કરે છે. આરોપીઓ વધુ યુવાનોને સામેલ કરીને હિંદુઓ વિરુદ્ધ જેહાદની યોજના બનાવી રહ્યા હતા. તેઓ મોટા શહેરોમાં ધમાકા પણ કરવા માગતા હતા.

  અત્રે ઉલ્લેખનીય છે કે, કટ્ટરપંથી સંગઠન હિઝ્બ ઉત્ તહેરીરના તાર 50થી વધુ દેશોમાં ફેલાયેલા છે. આ સંગઠનની હિંસક વિચારસરણીને જોતાં 16 દેશોએ તેના પર પ્રતિબંધ પણ મૂક્યો છે. આ કટ્ટરપંથી સંગઠને ભારતમાં શરિયા શાસન સ્થાપિત કરવા માટે મધ્યપ્રદેશમાં પોતાનો આધાર તૈયાર કર્યો હતો. તેના દ્વારા તેઓ તેમના કેડરની ભરતી કરતા હતા. મધ્યપ્રદેશમાં અગાઉ પણ PFIના 22 સભ્યોની ધરપકડ કરવામાં આવી છે. તો માર્ચ 2022માં જમાત-એ-મુજાહિદ્દીન બાંગ્લાદેશના મોડ્યુલનો પણ મધ્યપ્રદેશની પોલીસે પર્દાફાશ કર્યો હતો. આ દરમિયાન 3 આતંકીઓની ધરપકડ કરવામાં આવી હતી.

  - Advertisement -

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં