Friday, April 26, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટનજીવી બાબતમાં મદ્રેસા શિક્ષકે 9 વર્ષીય બાળકને માર માર્યો, માથું ટેબલ પર...

    નજીવી બાબતમાં મદ્રેસા શિક્ષકે 9 વર્ષીય બાળકને માર માર્યો, માથું ટેબલ પર પછાડ્યું: સારવાર દરમિયાન મોત, આરોપી ઝીશાન પકડાયો

    બાળકના કાન અને નાકમાંથી લોહી નીકળતું જોઈને પરિજનો તેને લઈને હોસ્પિટલ પહોંચ્યા હતા અને ત્યાંથી સહારનપુર અને ચંદીગઢ લઇ જવામાં આવ્યો, પરંતુ તેનો જીવ બચી શક્યો ન હતો.

    - Advertisement -

    ઉત્તરાખંડના રૂડકીમાં એક મદ્રેસાના શિક્ષકે એક વિદ્યાર્થીને એટલો માર માર્યો હતો કે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા બાદ તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો અને જ્યાં તેનું મોત થઇ ગયું હતું. વિદ્યાર્થીની ઉંમર માત્ર 9 વર્ષ હોવાનું જણાવવામાં આવ્યું છે. બીજી તરફ, આરોપી શિક્ષક ઝીશાનની ધરપકડ કરી લેવામાં આવી છે. 

    ઘટના ગત શનિવારની (10 ડિસેમ્બર 2022) હોવાનું કહેવાય છે. મૃતક વિદ્યાર્થીની ઓળખ મોહ અલી તરીકે થઇ છે. તે ભગવાનપુરના રહમાનિયા મદ્રેસામાં ત્રીજા ધોરણમાં અભ્યાસ કરી રહ્યો હતો. રિપોર્ટ અનુસાર, તે ક્લાસમાં મોટેથી વાતચીત કરતો હોવાના કારણે તેનો શિક્ષક એટલો ગુસ્સે થઇ ગયો કે તેણે વિદ્યાર્થીનું માથું ડેસ્ક પર પટકી દીધું હતું. જેના કારણે તે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઇ ગયો હતો. 

    મદ્રેસાના શિક્ષકે ખરાબ રીતે માર માર્યા બાદ મામલાની ગંભીરતા જોઈને તેના પરિજનોને જાણ કરવામાં આવી હતી. બાળકના કાન અને નાકમાંથી લોહી નીકળતું જોઈને પરિજનો તેને લઈને હોસ્પિટલ પહોંચ્યા હતા અને ત્યાંથી સહારનપુર અને ચંદીગઢ લઇ જવામાં આવ્યો, પરંતુ તેનો જીવ બચી શક્યો ન હતો. ગત બુધવારે (14 ડિસેમ્બર 2022) રાત્રે બાળકનું મોત થઇ ગયું હતું.

    - Advertisement -

    રિપોર્ટ્સ અનુસાર, ઘટના બની ત્યારે મોહ તેના ક્લાસમાં અન્ય વિદ્યાર્થીઓ સાથે રમી રહ્યો હતો. જેનો અવાજ સાંભળીને ઝીશાન ક્લાસમાં ઘૂસી ગયો અને મોહને મારવા માંડ્યો હતો અને ત્યારબાદ તેનું માથું ડેસ્ક અને બ્લેકબોર્ડ સાથે પટકી દીધું હતું. 

    બાળકના પિતા સુફિયાન અહેમદે જણાવ્યું કે, “તેને કાન અને નાકમાંથી લોહી નીકળી રહ્યું હતું. અમે સહરાનપુર સારવાર માટે લઇ ગયા ત્યારે તે પીડાથી કણસી રહ્યો હતો. ત્યારપછી અમે તેને લઈને ચંદીગઢ ગયા પરંતુ ત્યાં પણ તે બચી ન શક્યો.”

    ઘટના બાદ બાળકના પરિજનોએ પોલીસ સમક્ષ ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે ઝીશાન સામે આઇપીસીની કલમ 304 હેઠળ ગુનો નોંધીને ધરપકડ કરી લીધી હતી. પોલીસે જણાવ્યું કે, ધરપકડ બાદ આરોપી શિક્ષકને સ્થાનિક કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો, જ્યાંથી તેને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યો. 

    એક રિપોર્ટ અનુસાર, પીડિત પરિવારે આરોપી સામે તેમને ધમકાવવાનો આરોપ લગાવ્યો છે. બાળકના પરિવારના એક સભ્યે જણાવ્યું કે, આરોપી તેમને કાયદાકીય કાર્યવાહી કરવા બદલ ધમકી આપી રહ્યો છે, પરંતુ તેઓ ચૂપ નહીં રહે અને ન્યાય મેળવીને રહેશે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં