હરિયાણાના યમુનાનગર જિલ્લાના જગાધરી શહેરની (Jagadhri, Yamunanagar, Haryana) એક કોર્ટે 17 જુલાઈના રોજ એક મુસ્લિમ પુરુષ શાહબાઝને એક સગીર હિંદુ છોકરી પર શારીરિક શોષણ કરવા અને તેને મુસ્લિમ સગીર સાથે સંબંધ બાંધવા માટે દબાણ કરવા બદલ દોષિત ઠેરવ્યો હતો. કોર્ટે આ કેસને ‘લવ જેહાદ’ (Love Jihad) ગણાવ્યો હતો અને આરોપીને 7 વર્ષની જેલ અને ₹1 લાખનો દંડ ફટકાર્યો હતો.
કોર્ટે કહ્યું હતું કે આવા કિસ્સાઓ દેશના સાર્વભૌમત્વ અને અખંડિતતા માટે સંભવિત ખતરો છે. એડિશનલ સેશન્સ જજ રંજના અગ્રવાલે આ અંગે કહ્યું હતું કે લવ જેહાદ એ BNS હેઠળ ગુનો નથી, પરંતુ તેઓએ તેને ‘મુસ્લિમ પુરુષો દ્વારા બિન-મુસ્લિમ મહિલાઓને પ્રેમ કરવાનો ડોળ કરીને ઇસ્લામમાં રૂપાંતરિત કરવાની કથિત ઝુંબેશ’ તરીકે વર્ણવ્યું હતું.
શું હતો સમગ્ર મામલો
આ કેસ નવેમ્બર 2024માં સામે આવ્યો હતો. 14 વર્ષની હિંદુ સગીરાના પિતાએ સિટી યમુનાનગર પોલીસ સ્ટેશનમાં 35 વર્ષીય શાહબાઝ અને એક સગીર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં ઉલ્લેખ હતો કે કિશોરી શાળાએ જતી ત્યારે આરોપી છોકરીનો પીછો કરતો હતો અને શાહબાઝે તેને મુસ્લિમ સગીર સાથે મિત્રતા કરવા દબાણ કર્યું હતું.
Haryana court sentences Shahbaz to 7 years in jail, calling "Love Jihad" a national threat.
— Treeni (@TheTreeni) July 20, 2025
He harassed a 14-year-old Hindu girl, pressuring her to befriend a Muslim minor.
The court described it as a "conspiracy" to convert non-Muslim women. pic.twitter.com/BcWR8nH2uP
હિંદુ સગીરાના પિતાની ફરિયાદના આધારે પોલીસે FIR નોંધી હતી. આ FIR IPCની કલમ 61(2) (ગુનાહિત કાવતરું) અને 351(2) (ગુનાહિત ધાકધમકી) અને POCSO કાયદાની કલમ 17 (ઉશ્કેરણી), 8 (જાતીય સતામણી) અને 12 (બાળક પર જાતીય હુમલો) હેઠળ નોંધવામાં આવી હતી.
કોર્ટે ફટકારી 7 વર્ષની સજા
આરોપીને દોષિત ઠેરવતા અને સજા સંભળાવતા ન્યાયાધીશે કહ્યું કે શાહબાઝ ‘લાલચ અને પ્રલોભન’ દ્વારા પીડિતાને આંતર-ધાર્મિક સંબંધમાં દબાણ કરવાનો વ્યવસ્થિત પ્રયાસ કરી રહ્યો હતો. ન્યાયાધીશે શાહબાઝને POCSO કાયદાની કલમ 8 હેઠળ 4 વર્ષ, કલમ 12 હેઠળ 1 વર્ષ અને IPCની કલમ 351(2) હેઠળ 2 વર્ષની સજા ફટકારી. આ સજાઓ સતત ચાલશે એટલે કુલ 7 વર્ષની સજા થાય છે.
દેશભરમાં વધી રહ્યા છે લવ જેહાદના મામલા
નોંધનીય છે કે દેશભરમાં લવ જેહાદના કેસ વધી રહ્યા છે. તાજેતરમાં, ઉત્તર પ્રદેશ પોલીસે બલરામપુર અને આગ્રામાં બે મોટા ઇસ્લામિક ધર્માંતરણ રેકેટનો (Conversion Racket) પર્દાફાશ કર્યો હતો જેમાં મુસ્લિમ પુરુષોને યુવાન હિંદુ મહિલાઓને ઇસ્લામમાં ધર્માંતરણ કરવા લલચાવવા માટે પૈસા પૂરા પાડવામાં આવી રહ્યા હતા.
રેકેટની તપાસમાં વિદેશી ભંડોળનો ખુલાસો થયો હતો. બલરામપુર ધર્માંતરણ રેકેટના મુખ્ય સૂત્રધાર જલાલુદ્દીન ઉર્ફે છાંગુર (Chhangur Baba Case) સહિત આ રેકેટ સાથે સંકળાયેલા ઘણા લોકોની પોલીસે ધરપકડ કરી છે. આ કેસોની ATF અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની (ED) મદદથી અનેક એજન્સીઓ દ્વારા કરવામાં આવી રહી છે. આ સિવાય ગુજરાતમાં આવા કેસોની સંખ્યા વધી રહી છે.


