Saturday, September 28, 2024
More
    હોમપેજદેશકર્ણાટક CM સિદ્ધારમૈયા સામે આખરે લોકાયુક્ત પોલીસે નોંધી FIR, MUDA જમીન કૌભાંડનો...

    કર્ણાટક CM સિદ્ધારમૈયા સામે આખરે લોકાયુક્ત પોલીસે નોંધી FIR, MUDA જમીન કૌભાંડનો મામલો: ફરિયાદમાં પત્ની-સાળાનાં પણ નામ

    તાજેતરમાં જ ચૂંટાયેલા પ્રતિનિધિઓ માટેની કર્ણાટકની સ્પેશિયલ કોર્ટે મૈસુર લોકાયુક્ત SPને આદેશ આપીને કર્ણાટક સીએમ સામે તપાસ કરીને તેનો રિપોર્ટ 24 ડિસેમ્બર સુધીમાં સોંપવા માટે જણાવ્યું હતું. 

    - Advertisement -

    મૈસુર અર્બન ડેવલોપમેન્ટ ઑથોરિટી (MUDA) જમીન કૌભાંડ કેસમાં કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયા (Siddaramaiah) વિરુદ્ધ FIR નોંધાઈ છે. કર્ણાટકની વિશેષ અદાલતે લોકાયુક્તને તપાસના આદેશ આપ્યા બાદ આ ઘટનાક્રમ સામે આવ્યો છે. 

    27 સપ્ટેમ્બરે લોકાયુક્ત પોલીસે નોંધેલી FIRમાં પ્રથમ આરોપી તરીકે સિદ્ધારમૈયાનું નામ છે. ત્યારબાદ તેમનાં પત્ની પાર્વતી, સાળા મલ્લિકાર્જુન સ્વામી અને જમીનના માલિક દેવરાજનાં નામ છે. તેમની સામે IPC, બેનામી ટ્રાન્ઝેક્શન અને લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ કૌભાંડના અરજદાર અને RTI એક્ટિવિસ્ટ સ્નેહમયી ક્રિષ્નાએ આ ફરિયાદ નોંધાવી છે, જેમાં મુખ્ય આરોપી તરીકે સિદ્ધારમૈયાનું નામ દાખલ કરવામાં આવ્યું હતું.

    અહીં ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ ચૂંટાયેલા પ્રતિનિધિઓ માટેની કર્ણાટકની સ્પેશિયલ કોર્ટે મૈસુર લોકાયુક્ત SPને આદેશ આપીને કર્ણાટક સીએમ સામે તપાસ કરીને તેનો રિપોર્ટ 24 ડિસેમ્બર સુધીમાં સોંપવા માટે જણાવ્યું હતું. 

    - Advertisement -

    25 સપ્ટેમ્બરે વિશેષ અદાલતે કહ્યું હતું કે, “આ મામલે ક્રિમિનલ પ્રોસિજર કોડની કલમ 156(3) હેઠળ પોલીસ અધિક્ષક, કર્ણાટક લોકાયુક્ત મૈસુર પોલીસ અંતર્ગત કેસ નોંધવા, તપાસ કરવા અને કલમ 173 CrPC હેઠળ કાર્યવાહી કરવાનો નિર્દેશ આપવામાં આવે છે. પૂરતી તપાસ કરીને આ મામલે રિપોર્ટ રજૂ કરવાનો રહેશે.” 

    અહીં નોંધવું જોઈએ કે, કર્ણાટકના રાજ્યપાલ થાવરચંદ ગહેલોતે સિદ્ધારમૈયા વિરુદ્ધ MUDA કૌભાંડ માટે આપેલ તપાસના વિરુદ્ધમાં CM હાઇકોર્ટમાં ગયા હતા. ગત 24 સપ્ટેમ્બરે હાઈકોર્ટે MUDA કૌભાંડમાં સિદ્ધારમૈયાની તપાસ કરવાના રાજ્યપાલના આદેશને માન્ય રાખ્યો હતો. જસ્ટિસ એમ. નાગપ્રસન્નાએ રાજ્યપાલના આદેશ સામે સિદ્ધારમૈયાની અરજી ફગાવી દીધી હતી અને કહ્યું હતું , “અરજીમાં ઉલ્લેખિત બાબતોની તપાસ કરવી જરૂરી છે.”

    રાજ્યપાલે આપી હતી તપાસ માટે મંજૂરી

    16 ઓગસ્ટના રોજ રાજ્યપાલે ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ, 1988ની કલમ 17A અને ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS), 2023ની કલમ 218 હેઠળ સિદ્ધારમૈયા સામે કાર્યવાહી કરવાની મંજૂરી આપી હતી. મુખ્યમંત્રીએ 19 ઓગસ્ટના રોજ આને હાઈકોર્ટમાં પડકાર્યો હતો. નોંધનીય છે કે MUDAમાં કથિત ગેરરીતિનો મામલો જુલાઈની શરૂઆતમાં સામે આવ્યો હતો.

    ટૂંકમાં વિગતો એવી છે કે, વર્ષ 2021માં MUDAએ મૈસૂરના કેસર ગામની 3 એકર જમીન હસ્તગત કરી હતી. આ જમીનની માલિકી સિદ્ધારમૈયાનાં પત્નીની હતી. આ જમીનના બદલામાં તેમને દક્ષિણ મૈસૂરના વિજયનગર વિસ્તારમાં અન્ય પ્લોટ ફાળવવામાં આવ્યા હતા. પરંતુ વિજયનગરના આ પ્લોટની માર્કેટ કિંમત જે કેસર ગામની જમીન હસ્તગત કરવામાં આવી હતી તેના કરતાં અનેકગણી વધારે હોવાનું કહેવામાં આવી રહ્યું છે. બીજી તરફ, સિદ્ધારમૈયા પર આરોપ છે કે 2023ના ચૂંટણી સોગંદનામામાં તેમણે પત્નીની આ જમીન માલિકી વિશે કોઇ ઉલ્લેખ કર્યો ન હતો. 

    કૌભાંડ વિશે વિગતવાર અહીંથી વાંચી શકાશે. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં