કેરળના કન્નૂરમાં 41 વર્ષીય બૂથ લેવલ ઓફિસર (BLO) અનીશ જ્યોર્જે આત્મહત્યા કરી લીધી હતી. હવે આ આત્મહત્યાના કેસને લઈને વામપંથીઓનો એક વર્ગ SIR પ્રક્રિયાને બદનામ કરવામાં લાગી ગયો છે. ધ ન્યુઝ મિનીટ્સથી (TNM) લઈને રાજદીપ સરદેસાઈ સુધીના તમામ એવું દર્શાવવા મથી રહ્યા છે કે BLOએ SIRના કામના દબાણમાં આવીને આત્મહત્યા કરી છે.
જોકે આત્મહત્યા પાછળનું સાચું કારણ તો તપાસ બાદ જ સામે આવશે. પણ તે પહેલાં જ કોંગ્રેસે કેરળની CPM સરકાર પર ગંભીર આરોપ લગાવ્યો છે. કોંગ્રેસનું કહેવું છે કે કેરળના આ BLOની આત્મહત્યામાં CPMનો હાથ છે. CPMએ જ તેમને આત્મહત્યા કરવા મજબૂર કર્યા છે.
કેરળમાં BLOની આત્મહત્યામાં CPM પર કોંગ્રેસનો આરોપ
કેરળના કન્નૂરમાં BLO અનીશ જ્યૉર્જની આત્મહત્યા મામલે કોંગ્રેસે દાવો કર્યો છે કે તેની પાછળ INDI ગઠબંધનના સાથી પક્ષ CPMનો હાથ છે. જિલ્લા કોંગ્રેસ કમિટીના (DCC) અધ્યક્ષ માર્ટિન જ્યોર્જે સોમવારે (18 નવેમ્બર 2025) પત્રકાર પરિષદમાં BLO, કોંગ્રેસ કાર્યકર્તા અને બૂથ લેવલ એજન્ટ (BLA) વૈશાખ વચ્ચેની વાતચીતનો એક ઑડિયો જાહેર કર્યો હતો.
ધ ઇન્ડિયન એક્સપ્રેસ અને ધ હિન્દુના જણાવ્યા મુજબ, આ ઓડિયોમાં અનીશ જણાવે છે કે CPM ઘરે-ઘરે જઈને SIR પ્રક્રિયામાં દખલ કરી રહી છે. ઑડિયોમાં સ્પષ્ટ થાય છે કે CPMએ કહ્યું હતું કે નિયુક્ત BLAએ ઘરોની ઓળખ કરવામાં મદદ માટે BLO સાથે જવું જોઈએ. પણ BLA મોકલવાને બદલે CPMએ પોતાના શાખા સચિવ ચંદ્રનને BLO સાથે મોકલી દીધા હતા.
આ જ આરોપ લગાવતાં કોંગ્રેસ નેતા વી.ડી. સતીશને પણ કહ્યું કે BLO અનીશ જ્યોર્જ પર CPMએ દબાણ નાખ્યું હતું. CPM ઈચ્છતી હતી કે કોંગ્રેસનો BLA તેમની સાથે ન જાય, એ જ કારણે અનીશે આત્મહત્યા કરી લીધી.
#WATCH | Thiruvananthapuram, Kerala | On the death of a BLO in Kannur, allegedly by suicide, LoP Kerala Assembly & Congress leader VD Satheesan says, "All the BLOs are overloaded. They cannot afford the work entrusted to them by the Election Comission… Election Comission… pic.twitter.com/Nnt6YRnyEX
— ANI (@ANI) November 17, 2025
આત્મહત્યા પર રાજદીપ સરદેસાઈથી TNMએ SIRને બનાવ્યું નિશાન
જ્યાં એક તરફ કોંગ્રેસે CPMનો હાથ હોવાનો આરોપ લગાવ્યો ત્યાં દેશના કેટલાક મીડિયા સંસ્થાનોએ BLOની આત્મહત્યાને SIR સાથે જોડીને પ્રક્રિયાને નિશાન બનાવી છે. રાજદીપ સરદેસાઈથી લઈને ધ ન્યૂઝ મિનીટનાં (TNM) સ્થાપક ધન્યા રાજેન્દ્રન સુધીનાઓએ ધડાધડ સમાચારો ચલાવવા માંડ્યા કે BLOએ SIRના કામના દબાણમાં આત્મહત્યા કરી છે.

‘ઇન્ડિયા ટુડે’એ ‘SIRના દબાણમાં 2 લોકોનાં મોત; BLOની આત્મહત્યાથી ચૂંટણી યાદી સુધારણા અસરગ્રસ્ત’ જેવી હેડલાઇનથી સમાચાર ચલાવ્યા. આવા નેરેટિવ ઘડનારાઓમાં એ જ સંસ્થાના ‘પત્રકાર’ રાજદીપ સરદેસાઈ પણ છે. તેમણે આ મામલે આખો રિપોર્ટ તૈયાર કર્યો અને બળજબરીથી BLOની આત્મહત્યાને SIR સાથે જોડી.
રાજદીપ સરદેસાઈએ લખ્યું, “હકીકત જાણો: અવાસ્તવિક લક્ષ્યો અને સમયમર્યાદાને કારણે ત્રણ અલગ રાજ્યોમાં SIRને લઈને 2 કથિત આત્મહત્યાઓ અને એક BLOએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો. શું ચૂંટણી પંચ હંમેશની જેમ આને અવગણશે?”
Get real India: 2 alleged deaths by suicide, one suicide attempt of BLOs over SIR in 3 diff states because of unrealistic targets and deadlines. Will @ECISVEEP as always brush it aside? Watch a story that you won’t find on prime time across so called news channels where noise and… https://t.co/z44f59PDQw
— Rajdeep Sardesai (@sardesairajdeep) November 17, 2025
કેટલાક મીડિયા પોર્ટલોએ પણ આ જ પ્રોપેગન્ડાને આગળ વધાર્યો હતો. ધ ન્યૂઝ મિનિટે લખ્યું – ‘કેરળમાં BLOએ આત્મહત્યા કરી, પરિવારે SIRના કામના દબાણનો આરોપ લગાવ્યો.’ આ લેખમાં માત્ર BLOના પરિવારના નિવેદનને જ નેરેટિવ બનાવવા વાપરવામાં આવ્યું, સંપૂર્ણ વાસ્તવિકતા નથી કહેવાઈ.

TNMના સ્થાપક ધન્યા રાજેન્દ્રને પણ ખબરને આગળ વધારી અને BLOની આત્મહત્યાને SIRના માથે નાખી દીધી હતી.
BLO in Kerala dies by suicide, family alleges SIR work pressurehttps://t.co/CuF94rh6RM
— Dhanya Rajendran (@dhanyarajendran) November 17, 2025
આ બધું એ જ પ્રોપેગન્ડાનો ભાગ છે જેમાં આ લેફ્ટ મીડિયા સંસ્થાઓએ બિહારમાં SIR પ્રક્રિયાનો વિરોધ કર્યો હતો અને ઘણા સવાલ ઉઠાવ્યા હતા. પરંતુ પરિણામે બિહારમાં મતદાનની ટકાવારી વધી અને જનતા પણ આ પ્રક્રિયાથી ખુશ જોવા મળી.
કેરળમાં BLOની આત્મહત્યાનો પૂરો મામલો શું છે?
કેરળના કન્નૂરમાં રવિવારે (16 નવેમ્બર 2025) BLO અનીશ જ્યોર્જ પોતાના ઘરમાં મૃત હાલતમાં મળી આવ્યા હતા. 44 વર્ષીય અનીશ એક શાળાના કર્મચારી હતા, જેમને રાજ્યમાં ચાલી રહેલી SIR પ્રક્રિયા દરમિયાન વોર્ડ નં. 18 માટે BLOની જવાબદારી સોંપવામાં આવી હતી. પય્યન્નૂર પોલીસે આ મામલે અપ્રાકૃતિક મૃત્યુનો કેસ નોંધ્યો છે.
તપાસ શરૂ થાય તે પહેલાં જ મીડિયામાં ખબરો ફેલાવવામાં આવી કે અનીશ જ્યોર્જે SIRના કામના દબાણમાં આત્મહત્યા કરી છે. આ ખબરો BLOના પરિવારના હવાલે ચલાવવામાં આવી. પરિવારનું કહેવું છે કે અનીશ રાતોરાત જાગીને કામ કરતા હતા. જ્યારે કોંગ્રેસનો આરોપ છે કે CPMએ અનીશને આત્મહત્યા કરવા મજબૂર કર્યા.
લેફ્ટ મીડિયાએ BLOની આત્મહત્યાને SIR વિરોધી પ્રોપેગન્ડા સાથે કેવી રીતે જોડ્યું
કેરળમાં BLOની આત્મહત્યાને લેફ્ટ મીડિયાએ પોતાના ચોક્કસ નેરેટિવ સાથે જોડી દીધી છે. આ લેફ્ટ મીડિયા, જે બિહારમાં SIR શરૂ થયું ત્યારથી જ તેનો વિરોધ કરી રહ્યું છે, હવે એટલું નિર્દય થઈ ગયું છે કે કોઈની આત્મહત્યાને પણ પ્રોપેગન્ડા બનાવી દીધો છે. જ્યારે હજુ સુધી તપાસમાં જ સ્પષ્ટ નથી થયું કે આત્મહત્યા પાછળ શું કારણ હતું, ત્યારે મીડિયાએ પોતાનું SIR વિરોધી નેરેટિવ પસંદ કરીને ધડાધડ આગળ વધાર્યું છે.
ઉલ્લેખનીય છે કે બિહાર ચૂંટણી 2025માં સફળ રહેલ SIR પ્રક્રિયા હવે દેશના અનેક રાજ્યોમાં શરૂ થઈ ગઈ છે. આ અંતર્ગત મતદાતા યાદીને સુધારવાનું કામ થઈ રહ્યું છે. ચૂંટણી પંચ દ્વારા SIR પર વારંવાર સ્પષ્ટીકરણ આપવા છતાં પણ લેફ્ટ મીડિયા અને કોંગ્રેસી ઇકોસિસ્ટમ તેનો વિરોધ કરી રહ્યાં છે. હવે આ વિરોધ કોઈના જીવની કિંમતથી પણ મોટો થઈ ગયો છે. આનાથી એટલું તો સ્પષ્ટ થઈ ગયું છે કે લેફ્ટ મીડિયા અને કોંગ્રેસ ઇકોસિસ્ટમનો SIR વિરોધ કેટલા નીચલા સ્તરે પહોંચી શકે છે.


