Sunday, April 13, 2025
More
    હોમપેજદુનિયાબ્રિટનની સૌથી વધુ જોવાતી 'મુસ્લિમ' ચેનલ પણ નીકળી જેહાદી, આતંકવાદનું કરે છે...

    બ્રિટનની સૌથી વધુ જોવાતી ‘મુસ્લિમ’ ચેનલ પણ નીકળી જેહાદી, આતંકવાદનું કરે છે મહિમામંડન, પશ્ચિમી દેશો વિરુદ્ધ ફેલાવે છે નફરત: ઑફકૉમે શરૂ કરી તપાસ

    રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે, ઇસ્લામ ચેનલે 7 ઓક્ટોબર 2023ના રોજ ઇઝરાયલ પર હમાસના હુમલાની પ્રશંસા કરી હતી અને ઇઝરાયલની તુલના નાઝીઓ સાથે કરી હતી. રિપોર્ટમાં એવો પણ આરોપ મૂકવામાં આવ્યો છે કે, ચેનલે ઉગ્રવાદીઓને પ્લેટફોર્મ આપ્યું હતું.

    - Advertisement -

    બ્રિટનની પ્રખ્યાત ‘ઇસ્લામ ચેનલ’, જે પોતાને મુસ્લિમ સમુદાયનો અવાજ કહે છે, તે હવે ભારે મુશ્કેલીમાં મુકાઈ ગઈ છે. દરરોજ 20 લાખ લોકો સુધી પહોંચવાનો દાવો કરતી આ ચેનલ હવે બ્રિટનની સરકારી સંસ્થા ઑફકૉમના રડાર પર આવી ગઈ છે. તેની તપાસ કરતી સંસ્થા, ઑફકૉમ (ઓફિસ ઑફ કોમ્યુનિકેશન્સ), ટીવી, ટેલિકોમ અને પોસ્ટ જેવા વિભાગોનું નિયમન કરે છે.

    ‘ધ ટેલિગ્રાફના અહેવાલ મુજબ, ઇસ્લામ ચેનલ પર હિંસક ઇસ્લામી આંદોલનની પ્રશંસા કરવાનો, પશ્ચિમી દેશો માટે નફરત ભડકાવવાનો અને જેહાદી મકસદોને સહાનુભૂતિપૂર્વક રજૂ કરવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. આ ચેનલનો દાવો છે કે, તેને દરરોજ 20 લાખ લોકો જુએ છે અને બ્રિટનના 60 ટકા મુસ્લિમો તેને ફોલો છે. હવે તેના પર નિષ્પક્ષતાના નિયમોનો ભંગ કરવાનો અને ઉગ્રવાદને પ્રોત્સાહન આપવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. જો તે દોષિત સાબિત થાય તો તેને સજા પણ થઈ શકે છે.

    ઑફકૉમને એક રિપોર્ટ મળ્યા બાદ આ પગલું લેવામાં આવ્યું હતું. તે રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે, ઇસ્લામ ચેનલે 7 ઓક્ટોબર 2023ના રોજ ઇઝરાયલ પર હમાસના હુમલાની પ્રશંસા કરી હતી અને ઇઝરાયલની તુલના નાઝીઓ સાથે કરી હતી. રિપોર્ટમાં એવો પણ આરોપ મૂકવામાં આવ્યો છે કે, ચેનલે ઉગ્રવાદીઓને પ્લેટફોર્મ આપ્યું હતું, તેના રાજકીય કવરેજમાં નિષ્પક્ષતા જાળવી રાખી નહીં અને મહત્વપૂર્ણ તથ્યો વિશે દર્શકોને ગેરમાર્ગે પણ દોરવામાં આવ્યા હતા.

    - Advertisement -

    ઇસ્લામ ચેનલ પર જેહાદી ગ્રુપોને યોગ્ય ઠેરવવાનો આરોપ

    રિપોર્ટ અનુસાર, ઓક્સફર્ડ ઇન્સ્ટિટ્યૂટ ફોર બ્રિટિશ ઇસ્લામના ડિરેક્ટર ડૉ. તાજ હરગઈએ ઑફકૉમને આ ફરિયાદ કરી હતી. બ્રિટિશ ઇસ્લામમાં ડૉ. હરગઈને ઉદાર વિચારક માનવામાં આવે છે. તેમના અહેવાલમાં કહેવામાં આવ્યું હતું કે, નવેમ્બર 2024થી જાન્યુઆરી 2025 સુધી ઇસ્લામ ચેનલે સતત પ્રસારણ નિયમોનું ઉલ્લંઘન કર્યું હતું.

    ડૉ. તાજ હરગઈએ આરોપ લગાવ્યો હતો કે, ચેનલ ઇસ્લામને પશ્ચિમ તરફથી ખતરામાં હોવાનું કહે છે અને હમાસ, ઈરાન અને અન્ય ઇસ્લામી જેહાદી જૂથોને પશ્ચિમી ધર્મનિરપેક્ષ લોકશાહી સામે ‘યોગ્ય’ પ્રતિકાર ચળવળ તરીકે દર્શાવે છે. તે ગાઝાના કવરેજમાં પણ તે એકતરફી વલણ પણ અપનાવે છે અને ઇઝરાયેલ તરફી વક્તાઓને સ્થાન આપતું નથી. ડૉ. હરગઈએ એમ પણ કહ્યું કે, ઇસ્લામ ચેનલ વહાબી-સલાફી ઇસ્લામને પ્રોત્સાહન આપે છે અને શિયા, સૂફી, અહમદી અને ધર્મનિરપેક્ષ મુસ્લિમોની અવગણના કરે છે.

    ડૉ. હરગઈએ ‘ધ ટેલિગ્રાફ’ને જણાવ્યું કે, “ઇસ્લામ ચેનલ બ્રિટનમાં ખતરનાક ઇસ્લામી કટ્ટરપંથનું પ્રતીક છે. આ ચેનલ બ્રિટિશ મુસ્લિમોનું પ્રતિનિધિત્વ કરતી હોવાનો દાવો કરે છે પરંતુ તેનો સંકુચિત અભિગમ મુસ્લિમ ઉગ્રવાદ અને કટ્ટરવાદને પ્રોત્સાહન આપવાનો પ્રયાસ છે. તે ‘આપણે અને એ’ની વિચારધારાને હવા આપે છે, જેના કારણે સમાજની એકતા તૂટે છે. આ ચેનલની ભડકાઉ ભાષા અઅને પક્ષપાતી બાબતો પર ઑફકૉમે પગલાં લેવા જોઈએ.”

    ઑફકૉમના નિયમો જણાવે છે કે, કોઈ ચેનલનું કન્ટેન્ટ, કોઈને પણ નુકસાન પહોંચાડતું ન હોવું જોઈએ, તે સિવાય અશાંતિ અને હિંસાને પ્રોત્સાહન આપનારું પણ ન હોવું જોઈએ. ઇસ્લામ ચેનલ પર આ બધા નિયમોને તોડવાનો આરોપ છે. ઑફકૉમ હાલ આ બધી ફરિયાદોની તપાસ કરી રહી છે, જો દોષિત સાબિત થશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં