Monday, March 24, 2025
More
    હોમપેજદેશએકનાથ શિંદેને 'ગદ્દાર' ગણાવીને ફસાયો કોમેડિયન કુણાલ કામરા, નોંધાઈ FIR: સમર્થકોએ શૂટિંગ...

    એકનાથ શિંદેને ‘ગદ્દાર’ ગણાવીને ફસાયો કોમેડિયન કુણાલ કામરા, નોંધાઈ FIR: સમર્થકોએ શૂટિંગ સ્થળની હોટેલમાં કરી તોડફોડ, શિવસેના નેતાએ કહ્યું- દેશ છોડીને ભાગવા કરીશું મજબૂર

    શિવસેનાના સાંસદ મ્હાસ્કેને કહ્યું છે કે, તેઓ કુણાલને મહારાષ્ટ્ર જ નહીં, પરંતુ આખા દેશમાં ક્યાંય પણ જવા નહીં દે. વધુમાં તેમણે એવું પણ કહ્યું હતું કે, શિવસેનાના કાર્યકર્તા દેશભરમાં તેમનો પીછો કરશે અને દેશ છોડીને ભાગવા પર મજબૂર કરી દેશે.

    - Advertisement -

    કોમેડિયન કુણાલ કામરાનો (Kunal Kamra) એક વિડીયો (Video) સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ મહારાષ્ટ્રના રાજકારણમાં હોબાળો થઈ ગયો છે. વિડીયોમાં કુણાલે નામ લીધા વગર જ મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેને (Eknath Shinde) ટાર્ગેટ કર્યા છે અને તેમને ‘ગદ્દાર’ ગણાવી દીધા છે. રવિવારે (23 માર્ચ) વિડીયો સામે આવ્યા બાદ શિવસેનાના (એકનાથ શિંદે) કાર્યકર્તાઓમાં રોષ જોવા મળી રહ્યો હતો. દરમિયાન રવિવારે મોડી રાત્રે શિવસૈનિકોએ મુંબઈની ‘ધ યુનિકોન્ટિનેન્ટલ હોટેલ’માં પહોંચીને તોડફોડ કરી હતી. દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ જ હોટેલમાં કામરાએ વિડીયો શૂટ કર્યો હતો.

    આ ઘટના બાદ મહારાષ્ટ્રમાં સ્થિતિ વણસતી જોવા મળી રહી છે. કોમેડિયન કામરા વિરુદ્ધ મુંબઈના MIDC પોલીસ સ્ટેશનમાં FIR પણ દાખલ કરવામાં આવી છે. મહારાષ્ટ્ર પોલીસે કામરા વિરુદ્ધ BNSની કલમ 353(1)(b), 353(2) અને 356(2) હેઠળ ગુનો દાખલ કર્યો છે. આ સાથે જ ખાર વિસ્તારમાં આવેલી હોટેલમાં તોડફોડ કરવા મામલે ખાર પોલીસ સ્ટેશનમાં રાહુલ કનાલ સહિત 20 શિવસૈનિકો વિરુદ્ધ પણ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. રાહુલ કનાલે આ ઘટનાને લઈને કહ્યું છે કે, આ તો માત્ર ટ્રેલર છે. આવી હરકતો કરનારાને શિવસૈનિકો કોઈપણ ભોગે છોડશે નહીં.

    ‘દેશ છોડીને ભાગવા પર કરીશું મજબૂર’- શિવસેના

    આ ઉપરાંત શિવસેના સાંસદ મ્હાસ્કેને કહ્યું છે કે, તેઓ કુણાલને મહારાષ્ટ્ર જ નહીં, પરંતુ આખા દેશમાં ક્યાંય પણ જવા નહીં દે. વધુમાં તેમણે એવું પણ કહ્યું હતું કે, શિવસેનાના કાર્યકર્તા દેશભરમાં તેમનો પીછો કરશે અને દેશ છોડીને ભાગવા પર મજબૂર કરી દેશે. તેમણે આરોપ લગાવ્યો કે, કામરાએ ઉદ્ધવ ઠાકરે પાસેથી પૈસા લીધા છે અને એકનાથ શિંદેનું અપમાન કર્યું છે. તે સિવાય શિંદે જૂથના નેતા અને શિવસેનાના પ્રવક્તા સંજય નિરૂપણે પણ કામરાને ધમકી આપી છે. તેમણે કહ્યું છે કે, “કાલે (24 માર્ચ) કરીશું કુણાલ કામરાની ધોલાઈ, 11 વાગ્યે.”

    - Advertisement -

    આ ઘટનાને લઈને મુંબઈ પોલીસે જણાવ્યું છે કે, શિવસેના કાર્યકર્તાઓએ મુંબઈના ખાર વિસ્તારમાં એક હોટેલમાં તોડફોડ કરી હતી. અહીં કામરાએ એક શોમાં એકનાથ શિંદેને ‘ગદ્દાર’ કહીને તેમની મજાક ઉડાવી હતી. સાથે આ તે જ હોટેલ છે, જ્યાં વિવાદાસ્પદ ‘ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ’ શો પણ શૂટ કરવામાં આવ્યો હતો. બીજી તરફ શિવસેના ઉદ્ધવ જૂથે કામરાનું સમર્થન પણ કર્યું છે.

    વાયરલ વિડીયોના લીધે વિવાદ

    નોંધનીય છે કે, આ સમગ્ર વિવાદની શરૂઆત કુણાલ કામરાના એક વિડીયોના લીધે થઈ હતી. તેણે પોતે જ પોતાના X હેન્ડલ પર એકનાથ શિંદેને ટાર્ગેટ કરતો તે વિડીયો પોસ્ટ કર્યો હતો. માહિતી અનુસાર, કૃણાલ કામરાએ પોતાના શોમાં 1997ના એક બૉલીવુડ સોંગ ‘દિલ તો પાગલ હૈ’ની ધૂન પર એક પરોડી ગીત રજૂ કર્યું હતું. જેમાં તેણે મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેને 2022માં ફેરબદલી કરવા માટે ‘ગદ્દાર’ ગણાવ્યા હતા.

    આ એક વિડીયો ક્લિપને લઈને સમગ્ર મહારાષ્ટ્રમાં વિરોધ જોવા મળી રહ્યો છે. શિવસેનાના કાર્યકર્તાઓએ આ ઘટનાને ‘અભિવ્યક્તિની સ્વતંત્રતા’નો દુરુપયોગ ગણાવ્યો છે. વધુમાં શિવસેના સાંસદ મ્હાસ્કેએ એવું પણ કહ્યું છે કે, “કામરાએ સાપ પર પગ મૂકી દીધો છે, હવે તેના પરિણામો ભયાનક આવશે.” હમણાં સુધીમાં આ ઘટનાને લઈને 2 FIR નોંધવામાં આવી હોવાનું સામે આવ્યું છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં