Sunday, June 22, 2025
More
    હોમપેજદુનિયાબાંગ્લાદેશમાં વધુ એક હિંદુ યુવકની જાહેરમાં હત્યા: કટ્ટરપંથીઓ માથામાં ગોળી મારીને થઈ...

    બાંગ્લાદેશમાં વધુ એક હિંદુ યુવકની જાહેરમાં હત્યા: કટ્ટરપંથીઓ માથામાં ગોળી મારીને થઈ ગયા ફરાર, પોલીસે કહ્યું – નથી મળી ઔપચારિક ફરિયાદ

    ખુલના મેટ્રોપોલિટન પોલીસના એડીસી (મીડિયા) મોહમ્મદ અહેસાન હબીબે જણાવ્યું હતું કે, હત્યારાઓની ઓળખ કરવામાં આવી રહી છે અને તેમની શોધખોળ ચાલુ છે. તેમણે કહ્યું કે, આ મામલે કોઈ ઔપચારિક ફરિયાદ નોંધાઈ નથી.

    - Advertisement -

    વડાંપ્રધાન શેખ હસીનાના નેતૃત્વ હેઠળની અવામી લીગ સરકારને ઉથલાવી દેવામાં આવ્યા બાદ બાંગ્લાદેશમાં (Bangladesh) હિંદુવિરોધી હિંસા (Anti-Hindu violence) ચરમસીમાએ છે. દરરોજ કોઈને કોઈ હિંદુની હત્યા થઈ રહી રહી હોવાના સમાચાર સામે આવે છે, બળાત્કાર થઈ રહ્યા છે અને મંદિરો પર હુમલા થઈ રહ્યા છે. ત્યારે હવે ફરી સમાચાર સામે આવ્યા છે કે, બાંગ્લાદેશમાં વધુ એક હિંદુ યુવકની હત્યા (Murder of a Hindu youth) કરવામાં આવી છે. બીજી તરફ, મોહમ્મદ યુનુસના નેતૃત્વ હેઠળની ઇસ્લામી દેશની વચગાળાની સરકાર લઘુમતીઓ સામે ધાર્મિક હિંસાનો ઇનકાર કરી રહી છે.

    સ્થાનિક મીડિયા અનુસાર, મૃતક યુવકની ઓળખ 26 વર્ષીય અર્નબ કુમાર સરકાર તરીકે થઈ છે. અર્નબ ખુલના યુનિવર્સિટીમાં MBAનો વિદ્યાર્થી હતો. તે શહેરના સોનાડાંગા વિસ્તારના અબુ અહેમદ રોડ પર રહેતા નીતિશ ચંદ્ર સરકારનો પુત્ર છે. તેઓ બોસપુરા કોલેજિયેટ સ્કૂલ પાસે રહેતા હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે, ચાની દુકાન પર ચા પીતી વખતે તેના માથામાં ગોળી મારી દેવામાં આવી હતી.

    સોનાડાંગા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ શફીકુલ ઇસ્લામે જણાવ્યું કે, શુક્રવારે (23 જાન્યુઆરી, 2025) રાત્રે લગભગ 9 વાગ્યે, અર્નબ તેંતુલતલા ચાર રસ્તા પર સ્થિત એક ચાના સ્ટોલ પર ચા પી રહ્યો હતો. તે જ સમયે કેટલાક હુમલાખોરો મોટરસાઇકલ પર આવ્યા અને તેમને ગોળી મારી દીધી. ગોળી તેમના માથામાં વાગી અને તેમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. આ પછી હુમલાખોરો સ્થળ પરથી ભાગી ગયા હતા.

    - Advertisement -

    પોલીસે ગણાવી દીધો આતંકી હુમલો, કહ્યું- નથી મળી કોઈ ફરિયાદ

    ઘટના બાદ સ્થાનિક લોકો અર્નબને સિટી મેડિકલ કોલેજ હોસ્પિટલમાં લઈ ગયા હતા, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. દરમિયાન, ખુલના શહેર પોલીસના (દક્ષિણ વિભાગ) ડેપ્યુટી કમિશનર મોહમ્મદ મોનીરુઝ્ઝમાને તેને આતંકવાદી હુમલો ગણાવ્યો હતો. તેમણે કહ્યું, “આતંકવાદીઓએ એક વિદ્યાર્થીની ગોળી મારીને હત્યા કરી છે. તેમની હત્યા પાછળનો હેતુ જાણવા માટે તપાસ ચાલી રહી છે.”

    ખુલના મેટ્રોપોલિટન પોલીસના એડીસી (મીડિયા) મોહમ્મદ અહેસાન હબીબે જણાવ્યું હતું કે, હત્યારાઓની ઓળખ કરવામાં આવી રહી છે અને તેમની શોધખોળ ચાલુ છે. તેમણે કહ્યું કે, આ મામલે કોઈ ઔપચારિક ફરિયાદ નોંધાઈ નથી. સ્થાનિક લોકોનું કહેવું છે કે, 10-12 હુમલાખોરોનું એક જૂથ અનેક મોટરસાઇકલ પર આવ્યું હતું અને આ ઘટનાને અંજામ આપ્યો હતો.

    સતત હિંદુઓની થઈ રહી છે હત્યા

    આ પહેલા 5 જાન્યુઆરીએ બાંગ્લાદેશના ફરીદપુરમાં અજાણ્યા હુમલાખોરોએ એક હિંદુ પત્રકાર અને તેમના પરિવારને નિશાન બનાવ્યો હતો. આ ઘટનામાં તેના ઘરની મહિલાઓ ગંભીર રીતે ઘાયલ થઈ ગઈ. આ ઘટના મધુખલી ગામમાં બની હતી. સ્વાતંત્ર્ય સેનાની શ્યામેન્દુ બોઝ તેમના પરિવાર સાથે અહીં રહે છે. તેમના પુત્ર સૌગાત બોઝ દૈનિક અજમેર પત્રિકામાં પત્રકાર છે.

    તેવી જ રીતે, ચટગાંવના પટેંગા કાઠગઢમાં પ્રાંત તાલુકદાર નામના એક હિંદુ યુવાનનું પહેલાં મુસ્લિમ ટોળા દ્વારા અપહરણ કરવામાં આવ્યું હતું અને પછી તેને લઈ જઈને ખરાબ રીતે ત્રાસ આપવામાં આવ્યો હતો. આ પ્રાંત પર અગાઉ ઇસ્લામી કટ્ટરપંથીઓ દ્વારા ઇશનિંદાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. ડિસેમ્બર 2024માં પણ આવી જ એક ઘટના બની હતી, જ્યારે મુસ્લિમ ટોળાએ આકાશ દાસ નામના યુવક પર ઇશનિંદાનો આરોપ લગાવીને 130 હિંદુ ઘરો અને 20 મંદિરોને આગ ચાંપી દીધી હતી.

    ડિસેમ્બરના છેલ્લા અઠવાડિયામાં નરેલમાં 52 વર્ષીય હિંદુ મહિલા બસના મલિકનું રહસ્યમય રીતે મૃત્યુ થયું. મુસ્લિમ કટ્ટરપંથીઓ દ્વારા બસના પર સામૂહિક બળાત્કાર આચરવામાં આવ્યો હતો. આ કારણે બસના મલિક તણાવમાં આવી ગઈ અને તેણે ઝેર પીને આત્મહત્યા કરી લીધી હતી. આ પછી પોલીસે કેસ છુપાવવાનું શરૂ કર્યું હતું અને મૃતકનું ચારિત્ર્યહનન શરૂ કર્યું હતું. બાંગ્લાદેશમાં હિંદુઓ પર અત્યાચારના આવા સેંકડો બનાવો છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં