કેરળના એક જાણીતા મૌલાનાએ સાર્વજનિક સ્થળો પર પુરુષો અને મહિલાઓના સાથે કસરત કરવાને હરામ ગણાવ્યું છે. તેમણે કહ્યું છે કે, આમ કરીને મહિલાઓ કસરતની આડમાં પુરુષોને પોતાનું ‘જિસ્મ દેખાડે’ છે. આ પ્રકારનું વાંધાજનક નિવેદન આપનાર મૌલાનાનું નામ છે, એપી અબુબકર મુસલિયાર છે અને તેઓ કેરળના જમિયત-ઉલ-ઉલેગામા પફ સુન્નીના મહાસચિવ છે.
મૌલવી અબુબકરનું માનવું છે કે, પુરુષો સાથે એક જ જગ્યા પર કસરત કરવાથી મહિલાઓનું શીલભંગ થઈ જાય છે. વાસ્તવમાં કેરળમાં અગામી સમયમાં ‘મલ્ટી-એકસરસાઈઝ કોમ્બીનેશન 7’નું (MEC 7) આયોજન થવા જઈ રહ્યું છે અને મૌલવી તેનો જ વિરોધ કરી રહ્યા છે. મૌલાના અબુબકરે MEC-7ની આલોચના કરીને તેને ઇસ્લામમાં હરામ ગણાવ્યું છે. તેમણે આ નિવેદન જાહેરમાં આપ્યું છે. તેમનું કહેવું છે કે, મહિલાઓની આ પ્રકારની હરકતો ઇસ્લામી તાલીમને કમજોર કરે છે.
#BreakingNews | #Kerala’s cleric Kanthapuram A P Aboobacker Musliyar, raised objections to a popular physical fitness programme, MEC-7… @Neethureghu @GrihaAtul pic.twitter.com/BcmwlvPDhv
— News18 (@CNNnews18) January 21, 2025
મૌલાનાએ પોતાના નિવેદનમાં કહ્યું છે કે, “આ પ્રકારના કાર્યક્રમોમાં એકબીજાથી અજાણ પુરુષો અને મહિલાઓ એકબીજાને મળે છે. મહિલાઓ પોતાના શરીરને ઉઘાડું કરીને વ્યાયામ અને કસરત કરે છે અને પુરુષોને પોતાનું શરીર દેખાડે છે. આ પ્રકારની હરકતો વિચારોને નષ્ટ કરે છે. ઇસ્લામમાં પુરુષોએ આ રીતે મહિલાઓને જોવી હરામ છે.” તેમનું કહેવું છે કે, આ પ્રકારના કાર્યક્રમો ઇસ્લામના સામાજિક મુલ્યોને ભારે નુકસાન પહોંચાડી શકે તેમ છે.
કેરળના આ મૌલાનાએ કહ્યું કે, પહેલાં મહિલાઓ ઇસ્લામી કાયદાઓનું પાલન કરતી હતી, જેમાં પુરુષો સાથે વાત કરવા માટે પણ તેમને શરતોનું પાલન કરવું પડતું હતું, પણ હવે આ પ્રકારની પ્રથાઓ દૂર કરવામાં આવી રહી છે. તેમણે આ આયોજનને મુસ્લિમ યુવાઓને હરામના રસ્તે લઈ જનારું ગણાવીને કહ્યું હતું કે, પહેલાં પણ આ પ્રકારના કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. તેમણે આ મામલે ઇસ્લામી પ્રભાવના ઘટવાની ચેતવણી પણ આપી.