હોમપેજરાજકારણ‘વોટ ચોરી’ના પ્રોપગેન્ડા વચ્ચે કર્ણાટકમાં કોંગ્રેસ ધારાસભ્યની જીત પર જ વિવાદ, હાઇકોર્ટે...

‘વોટ ચોરી’ના પ્રોપગેન્ડા વચ્ચે કર્ણાટકમાં કોંગ્રેસ ધારાસભ્યની જીત પર જ વિવાદ, હાઇકોર્ટે આપ્યો પુનઃ મતગણતરી કરવાનો આદેશ

કોર્ટે નાંજેગૌડાની ચૂંટણીને રદ જાહેર કરી અને ચૂંટણી આયોગને (ECI) આદેશ આપ્યો છે કે તેઓ વોટોની પુનઃગણતરી કરે અને નવું પરિણામ જાહેર કરે. આ માટે ચાર અઠવાડિયાં અપાયાં છે.

- Advertisement -

કર્ણાટક હાઇકોર્ટે 2023ની વિધાનસભા ચૂંટણીમાં મલુર બેઠક પરથી જીતેલા કોંગ્રેસના ધારાસભ્ય કે. વાય. નાંજેગૌડાના ચૂંટણી પરિણામને રદ જાહેર કર્યું છે અને મતોની પુનઃગણતરીનો આદેશ આપ્યો છે. આ બેઠક પરથી માત્ર 248 મતોથી હારેલા ભાજપ ઉમેદવારે કોર્ટમાં અરજી કરી હતી, જેની ઉપર કોર્ટે આ આદેશ આપ્યો.

2023ની કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે 135 બેઠકો જીતીને સરકાર બનાવી હતી, જે 2018ની તુલનામાં 80 બેઠકોનો વધારો હતો. બીજેપીને 66 બેઠકો મળી હતી. આ ચૂંટણીમાં કોલાર જિલ્લાની મલુર વિધાનસભા બેઠક (નંબર 149) પરથી કોંગ્રેસના કે. વાય. નાંજેગૌડા જીત મેળવી હતી. તેઓએ બીજેપીના ઉમેદવાર કે. એસ. મંજુનાથ ગૌડાને માત્ર 248 વોટના તફાવતથી હરાવ્યા હતા. આટલા ઓછા માર્જિનના કારણે વિવાદો શરૂ થયા અને મંજુનાથ ગૌડાએ ચૂંટણી પ્રક્રિયામાં અનિયમિતતાઓના આરોપો લગાવીને હાઇકોર્ટમાં અરજી કરી હતી.

મંજુનાથ ગૌડાની અરજીમાં મુખ્ય આરોપોમાં ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન (EVM) ખોલતાં પહેલાં તેમના ગણતરી એજન્ટો પાસેથી સહી ન લેવી, ફોર્મ 17C પાર્ટ II માટે સહી ન લેવી, ગણતરી હોલમાં અનધિકૃત વ્યક્તિઓને પ્રવેશની મંજૂરી અને નાંજેગૌડાના પક્ષમાં ખોટા વોટો ગણવા અને તેમના પક્ષમાં વોટો રિજેક્ટ કરવા જેવા મુદ્દાઓનો સમાવેશ થતો હતો. વધુમાં, જિલ્લા ચૂંટણી અધિકારી (DEO) દ્વારા ગણતરી પ્રક્રિયાના વિડીયો રેકોર્ડિંગને ન આપવાનો પણ આરોપ હતો, જેના વિશે કહેવાયું કે આ બાબત પારદર્શિતા પર સવાલ ઉભા કરે છે. મંજુનાથ ગૌડાએ પુનઃગણતરીની માંગ કરી હતી, પરંતુ રિટર્નિંગ ઓફિસરે તેના પર કોઈ નિર્ણય લીધો નહોતો.

- Advertisement -

હાઇકોર્ટનો ચુકાદો

16 સપ્ટેમ્બરે જસ્ટિસ આર. દેવદાસની વિશેષ બેન્ચે મંજુનાથ ગૌડાની અરજીને આંશિક રીતે મંજૂરી આપી છે. કોર્ટે નાંજેગૌડાની ચૂંટણીને રદ જાહેર કરી અને ચૂંટણી આયોગને (ECI) આદેશ આપ્યો છે કે તેઓ વોટોની પુનઃગણતરી કરે અને નવું પરિણામ જાહેર કરે. કોર્ટના આદેશ અનુસાર આ પ્રક્રિયા આદેશ મળ્યાનાં ચાર અઠવાડિયામાં પૂર્ણ થવી જોઈએ. કોર્ટે વિડીયો રેકોર્ડિંગના અભાવને મુખ્ય કારણ તરીકે ગણાવ્યું છે, જેના કારણે આરોપોની ચકાસણી શક્ય ન થઈ.

કોર્ટે કહ્યું હતું કે, “જો વિડીયો રેકોર્ડિંગ ઉપલબ્ધ હોત તો ઘણા આરોપો સરળતાથી ચકાસી શકાયા હોત.” કોર્ટે વધુમાં કહ્યું કે, વિડીયો રેકોર્ડિંગ મેળવવા માટે અમારા તમામ પ્રયાસો નિષ્ફળ રહ્યા છે. ત્યારબાદ કોર્ટે ECIને DEO વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાનો આદેશ આપતાં કહ્યું કે, “ચૂંટણી આયોગને જિલ્લા ચૂંટણી અધિકારીના વિડીયો રેકોર્ડિંગ ન આપવાની નોંધ લેવાનો આદેશ છે. તેની વિરુદ્ધ કાયદા અનુસાર યોગ્ય કાર્યવાહી કરવામાં આવે.”

ઉલ્લેખનીય છે કે કોંગ્રેસ પાર્ટી અને વિપક્ષ નેતા રાહુલ ગાંધી સતત વોટચોરીના આરોપો સાથે ચૂંટણી પંચને, સરકારને ઘેરવાના પ્રયાસ કરતા રહે છે અને ચૂંટણી પ્રક્રિયાઓ પર સવાલો ઉઠાવતા રહે છે. તેમનું મોટાભાગનું ફોકસ પણ કર્ણાટક જ રહે છે. હવે અહીંથી જ એક કોંગ્રેસ ધારાસભ્યની જીત વિવાદમાં સપડાઈ છે.

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં