ઉત્તર પ્રદેશના (Uttar Pradesh) કાનપુરમાં (Kanpur) મેયર પ્રમિલા પાંડેએ (Mayor Pramila Pande) પોલીસ ફોર્સ સાથે મુસ્લિમ વિસ્તારમાં જઈને વર્ષોથી બંધ પડેલા હિંદુ મંદિરો (Hindu Temple) ખોલાવ્યા. તેમણે એક પછી એક એમ 5 મંદિરોના તાળા ખોલાવ્યા-તોડાવ્યા જે વર્ષોથી બંધ હાલતમાં હતા. તેમણે આ કાર્યવાહી સમયે 7 પોલીસ સ્ટેશનની પોલીસ ફોર્સ સાથે રાખી હતી. આ મંદિરોમાં કેટલાક તૂટેલા, કેટલાક પર કબજો તો કેટલાકમાં કચરો પડ્યો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર આ કાર્યવાહીમાં મેયર મેયર પ્રમિલા પાંડે સાથે એક ADCP, 3 ACP સહિત કુલ 7 પોલીસ સ્ટેશનની ફોર્સ હતી. મેયર સહિત પોલીસે હેલ્મેટ સહિત સુરક્ષા ઉપકરણો પહેર્યા હતા. મેયરે રામ જાનકી મંદિર કે જેના પર કાનપુર હિંસાના આરોપી મુખ્તાર બાબાનો કબજો હતો તે રાધા કૃષ્ણ મંદિર ,શિવ મંદિર કે જ્યાંથી શિવલિંગ હટાવી લેવામાં અવાયું હતું તે તથા અન્ય એક તૂટેલી અવસ્થાવાળા રાધાકૃષ્ણ મંદિરને ખોલાવ્યા હતા.
कानपुर मेयर मुस्लिम इलाके में बंद मंदिरों को खुलवाने पहुंचीं
— News24 (@news24tvchannel) December 22, 2024
◆ कानपुर मेयर प्रमिला पांडेय ने 7 थानों की फोर्स के साथ बेकनगंज पहुंची
◆ पहले बनती थी मंदिर में बिरयानी, ताला खोलने पर मिला कूड़ा #PramilaPandey | #KanpurMayor | Kanpur pic.twitter.com/bOtCQoUTtZ
રાધા કૃષ્ણ મંદિરમાં કચરો ભરેલો હતો, જયારે રામજાનકી મંદિરના પાછળના ભાગમાં બિરિયાની બનાવવામાં આવતી હતી. મેયરે તમામ મંદિરોને જીર્ણોદ્ધાર કરાવીને પુનઃ શરૂ કરાવવાની વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે જે મંદિરોમાં મૂર્તિઓ નથી, તે મૂર્તિઓ ક્યાં ગઈ તે દિશામાં તપાસ કરવી જોઈએ. હાલ પાંચેય મંદિરોને ખાલી કરાવીને તેની સાફ સફાઈ કરાવવાના આદેશ આપવામાં આવ્યા છે.
મુસ્લિમ વિસ્તારોમાં 120 મંદિરો હોવાનો દાવો
ઉલ્લેખનીય છે કે કાનપુર નગર નિગમે થોડા સમય પહેલા કરાવેલા એક સરવેમાં સામે આવ્યું હતું કે શહેરમાં મુસ્લિમ વિસ્તારમાં કુલ 120 હિંદુ મંદિરો આવેલા છે. આ તમામ મંદિરો બંધ અવસ્થામાં પડ્યા છે. મેયરે જે મુસ્લિમ વિસ્તારોમાં 5 મદિર ખોલાવ્યા તેનું નામ સોની ગલી હતું અને એક સમયે અહીં અઢળક હિંદુઓ વસતા હતા. બદલાયેલી ડેમોગ્રાફી બાદ હિંદુઓ અહીંથી પલાયન કરી ગયા અને તમના ગયા બાદ મંદિરો પર કબ્જા કરી લેવામાં આવ્યા હતા.