Saturday, April 5, 2025
More
    હોમપેજમિડિયાઆરોપી શહેનાઝની જે દલીલો કોર્ટે ન સ્વીકારી, તેના આધારે 'મુસ્લિમ વિક્ટિમ' કાર્ડ...

    આરોપી શહેનાઝની જે દલીલો કોર્ટે ન સ્વીકારી, તેના આધારે ‘મુસ્લિમ વિક્ટિમ’ કાર્ડ રમી રહ્યું છે ‘The Wire’: હિંદુ સગીરાને રોજા રાખવા દબાણ કર્યું હોવાનો મામલો

    સિદ્ધાર્થ વરદરાજન દ્વારા સંચાલિત વામપંથી પ્રોપગેન્ડા વેબ પોર્ટલે શહેનાઝની જામીન અરજીના આધારે આ સમાચારને એક અલગ એંગલ આપવાનો પ્રયાસ કર્યો છે.

    - Advertisement -

    ઉત્તર પ્રદેશના ઝાંસીમાં (Jhansi) શહેનાઝ (Shahnaz) અને ખુશનુમા (khushnuma) નામની બે મહિલાઓએ 16 વર્ષની હિંદુ સગીરને (Hindu Minor Girl) લલચાવીને તેનું ધર્માંતરણ (Conversion) કરવાનો પ્રયાસ કર્યો હતો. તેમણે સગીરાને લલચાવી હતી કે, રોજા રાખવાથી તે અમીર બની જશે. ત્યારબાદ સગીરાએ પણ 2-3 દિવસ સુધી રોજા રાખ્યા હતા. હવે આ મામલે વામપંથી પ્રોપગેન્ડા પોર્ટલ ‘ધ વાયરે’ (The Wire) આરોપીની જામીન અરજીને ટાંકીને આ કેસને પૈસાનો મામલો ગણાવીને તેને એક અલગ એંગલ આપવાનો પ્રયાસ કર્યો છે.

    હકીકતમાં આ મામલો ઝાંસીના કોતવાલી પોલીસ સ્ટેશન વિસ્તારના ભાંડેરી ગેટની બહારના મોહલ્લા સાથે જોડાયેલો છે. એક વ્યક્તિએ તેમના પાડોશીઓ 40 વર્ષીય શહેનાઝ ઉર્ફે સના અને ખુશનુમા પર તેમની 16 વર્ષની સગીર પુત્રીને ઇસ્લામમાં ધર્માંતરણ કરવાનો પ્રયાસ કરવાનો આરોપ લગાવ્યો હતો. આ માટે બંનેએ તેની પુત્રીને લલચાવી અને તેને રોજા રાખવા અને નમાજ પઢવા માટે ફોસલાવી હતી.

    સગીરાના પિતાનું કહેવું હતું કે, બંને મુસ્લિમ મહિલાઓએ તેમની પુત્રીને કહ્યું હતું કે, જો તે મુસ્લિમોના પાક મહિનામાં રોજા અને નમાજ કરશે તો તેનો પરિવાર સમૃદ્ધ થશે અને તે ધનવાન બનશે. બંને પાડોશી હોવાથી સગીરાએ શહેનાઝની વાત માની લીધી હતી. આ સાથે જ સગીરાએ રોજા રાખવાના શરૂ કરી દીધા હતા અને ઘરમાં નમાજ પણ પઢવા લાગી હતી. ત્રણ-ચાર દિવસ સુધી સતત તેણે આવું કર્યું હતું.

    - Advertisement -

    એક દિવસ તેના પરિવારના સભ્યોએ તેને આવું કરતા જોઈ લીધી હતી. ત્યારબાદ પરિજનોએ સગીરાને સમજાવી પણ હતી. જ્યારે શહેનાઝને ખબર પડી કે સગીરાના પરિવારે તેનો વિરોધ કર્યો છે, ત્યારે તે તેમના ઘરે પહોંચી ગઈ હતી. શહેનાઝ સગીરાના કાકાના રૂમમાં ઘૂસી ગઈ અને દરવાજો બંધ કરીને આત્મહત્યા કરવાની અને પરિવારને ફસાવવાની ધમકી આપવા લાગી. તેનાથી ગભરાઈને પીડિતાના કયાકાએ પોલીસને ફોન કરી કરી દીધો હતો.

    શહેનાઝે તેમને ખોટા કેસમાં ફસાવવાની ધમકી આપી અને ત્યાંથી ભાગી ગઈ હતી. જ્યારે હિંદુ સંગઠનોને આ ઘટનાની જાણ થઈ, ત્યારે તેમણે તેને ધર્માંતરણનો મુદ્દો ગણાવીને વિરોધ કર્યો હતો. સગીરાના પિતા 13 માર્ચે કોતવાલી પોલીસ સ્ટેશન ગયા હતા અને ફરિયાદ પણ નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસે ઉત્તર પ્રદેશ ગેરકાયદેસર ધર્મ પરિવર્તન પ્રતિબંધ અધિનિયમ, 2021ની કલમ 3 અને 5(1) હેઠળ કેસ નોંધ્યો હતો.

    સીઓ સિટી સ્નેહા તિવારીએ કહ્યું હતું કે, શહેનાઝ વિરુદ્ધ એક સગીરાને ધર્મ પરિવર્તન માટે ઉશ્કેરવા બદલ કેસ નોંધવામાં આવ્યો છે. બાદમાં પોલીસે બંને મહિલાઓની ધરપકડ પણ કરી હતી. આ પછી બંને મહિલાઓને કોર્ટમાં રજૂ કરવામાં આવી હતી અને જેલમાં મોકલી દેવામાં આવી હતી. પોલીસે શાંતિ ભંગ, મારી નાખવાની ધમકી અથવા ગંભીર ઈજા પહોંચાડવાની અને મિલકતનો નાશ કરવાની, ગુનાહિત ધાકધમકી જેવી કલમો ઉમેરી છે.

    ત્યારબાદ બંને મહિલાઓએ જામીન માટે કોર્ટમાં અરજી કરી હતી. કોર્ટે 26 માર્ચે આ અંગે સુનાવણી કરી હતી. ઝાંસીના એડિશનલ સેશન્સ જજ વિજય કુમાર વર્માએ શહેનાઝને જામીન આપવાનો ઇનકાર કર્યો હતો. ન્યાયાધીશ વિજય કુમાર વર્માએ કહ્યું કે, શહેનાઝ તપાસ દરમિયાન સાક્ષીઓ અથવા પુરાવાઓને પ્રભાવિત કરી શકે છે. કારણ કે તે પીડિતાની બાજુમાં રહે છે. આ આધારે તેની જામીન અરજી ફગાવી દેવામાં આવી હતી.

    વામપંથી પ્રોપગેન્ડા પોર્ટલ વાયરે આપ્યો નવો એંગલ

    સિદ્ધાર્થ વરદરાજન દ્વારા સંચાલિત વામપંથી પ્રોપગેન્ડા વેબ પોર્ટલે શહેનાઝની જામીન અરજીના આધારે આ સમાચારને એક અલગ એંગલ આપવાનો પ્રયાસ કર્યો છે. જામીન અરજી દાખલ થયા પહેલાં ‘ધ વાયરે’ ધર્માંતરણના પ્રયાસ વિશેના આ સમાચારને તેના પોર્ટલ પર વિગતવાર સ્થાન પણ આપ્યું ન હતું. હવે આ પોર્ટલ પર ઉમર રાશિદે ધર્માંતરણને નાણાકીય વિવાદ તરીકે દર્શાવવાનો પ્રયાસ કર્યો છે.

    ઉમર રાશિદે ‘રોજા કે આર્થિક વિવાદ: રમજાન દરમિયાન ‘ધર્મ પરિવર્તન’ માટે યુપીમાં એક મુસ્લિમ મહિલાની ધરપકડ કેમ કરવામાં આવી?’ હેડલાઇન સાથેના પોતાના સમાચારમાં આરોપીઓના દાવાઓનો આધાર બનાવ્યો હતો. સ્વાભાવિક છે કે, કોઈ ગુનેગાર એવું નથી કહેતો કે, તેણે ગુનો કર્યો છે. તે ઘણીવાર એવું જ કહે છે કે બીજી વ્યક્તિએ તેને ખોટા કેસમાં ફસાવ્યો છે અને મામલો કંઈક બીજો છે.

    આ કેસમાં પણ રાશિદે આરોપી શહેનાઝનો ઉલ્લેખ કરીને ધર્મ પરિવર્તનના પ્રયાસના આરોપોને નાણાકીય વિવાદમાં ફેરવવાનો પ્રયાસ કર્યો અને મીડિયામાં સામે આવેલા ધર્મ પરિવર્તનના એંગલને ચાલાકીથી ધૂમિલ કરવાનો પ્રયાસ કર્યો. તેણે રિપોર્ટમાં આરોપી શહેનાઝ ટાંકીને કહ્યું કે, દેવું ચૂકવવાનું ટાળવા માટે ધર્માંતરણ કેસમાં ફસાવવા માટે ખોટી વાર્તા બનાવવામાં આવી છે. શહેનાઝનું કહેવું છે કે, ફરિયાદી હિંદુ પુરુષ થોડા સમય પહેલાં બીમાર પડ્યો હતો અને તેની પત્નીએ તેની પાસેથી 50,000 ઉધાર લીધા હતા.

    રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, ફરિયાદીની પત્નીએ શહેનાઝને 10 દિવસમાં પૈસા પરત કરવાનું વચન આપ્યું હતું. જ્યારે તેણે પૈસા પાછા ન આપ્યા, ત્યારે શહેનાઝ તેના ઘરે પૈસા માંગવા જતી રહી, પરંતુ ફરિયાદીની પત્ની એક યા બીજા બહાનાથી તેને ટાળતી રહી. ઘટનાના દિવસે તે ફરિયાદીના ઘરે પૈસા માંગવા ગઈ હતી, પરંતુ ફરિયાદીના ભાઈએ તેને ઘરમાં બંધ કરી દીધી હતી.

    આ આરોપોને સામે લાવવા માટે ઉમર રાશિદે પ્રોપગેન્ડા વેબસાઇટના લેખમાં શહેનાઝના બેલનો ઉપયોગ કર્યો છે. શહેનાઝ એક હિંદુ સગીરાને નમાજ પઢવા અને રોજા રાખવા માટે દબાણ કરવાના કેસમાં આરોપી છે. સ્વાભાવિક છે કે તે પોતાને નિર્દોષ જાહેર કરશે અને તે શા માટે સ્વીકારશે કે તેણે તે કૃત્ય કર્યું છે. આ સમગ્ર મામલામાં ધ વાયરના પત્રકારે અગાઉ કેસમાં શું હતું તેના પર વાત કરી છે, પરંતુ આ નાણાકીય વ્યવહારો અંગે પીડિતા કે પોલીસ તપાસ શું કહે છે તે અંગે વાત કરી નથી. જામીન અરજી પર આખો રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો હતો. જો પક્ષ જાણ્યો પણ હોય, તો પણ અહેવાલ જોતાં એવું લાગે છે કે, કેસને અલગ વળાંક આપવાના ઈરાદાથી અથવા વાચકોના મનમાં મૂંઝવણ ઊભી કરવાના ઈરાદાથી, તે પક્ષનો અહેવાલમાં સમાવેશ કરવામાં આવ્યો નથી.

    વાયરનું આ વલણ નવું નથી. તે હિંદુવિરોધી લોકો અને ડાબેરીઓના પક્ષમાં તથ્યોની આવી વિકૃતિ રજૂ કરવા માટે જાણીતું છે. ધ વાયર આવા એકતરફી રિપોર્ટિંગ માટે મીડિયા વર્તુળોમાં પણ ખૂબ કુખ્યાત છે. આ કિસ્સામાં પણ પોર્ટલે કંઈક આવું જ કરવાનો પ્રયાસ કર્યો છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં