ટેકનોલોજી અને વિજ્ઞાનમાં થયેલી પ્રગતિ માટે જાપાનનું (Japan) સામાન્ય રીતે સન્માન કરવામાં આવે છે. જોકે, આ દેશ વિશે એક નવી ચિંતા ઉભી થઈ છે, જ્યાં નિષ્ણાતો દાવો કરે છે કે જો જન્મ દર (birth rate) ઘટતો રહેશે તો તે લુપ્ત (extinct) થઈ શકે છે. તોહોકુ યુનિવર્સિટીના રિસર્ચ સેન્ટર ઓન એજિંગ ઇકોનોમી એન્ડ સોસાયટીના પ્રોફેસર હિરોશી યોશિદાનો (Hiroshi Yoshida) અંદાજ છે કે 5 જાન્યુઆરી, 2720 સુધીમાં, દેશમાં 14 વર્ષથી ઓછી ઉંમરનું ફક્ત એક જ બાળક હશે.
રિપોર્ટ અનુસાર, પ્રોફેસરે એક ઘડિયાળ બનાવી છે, જે દર્શાવે છે કે દેશમાં પ્રજનન દર ઝડપથી ઘટી રહ્યો છે. સત્તાવાળા દ્વારા અભ્યાસ કરાયેલ વાસ્તવિક સમયના આંકડાકીય ડેટા વર્તમાન વર્ષ અને પાછલા વર્ષોમાં બાળકોની સંખ્યા દર્શાવે છે અને ઘટતો ગ્રાફ દર્શાવે છે. દર વર્ષના ડેટાના આધારે, ઘડિયાળ તે વર્ષની આગાહી કરે છે જ્યારે બાળકોની વસ્તી ઘટીને ફક્ત એક જ થઈ જશે.
2720માં જાપાનની વસ્તી પામશે નાશ
તાજેતરની ગણતરીઓ મુજબ, આજથી લગભગ 695 વર્ષ પછી, દેશમાં કોઈ નહીં બચે, ફક્ત એક સગીર 14 વર્ષથી ઓછી ઉંમરનો હશે. એપ્રિલ 2012થી દર વર્ષે અપડેટ થતો આ અંદાજ, પ્રોફેસર યોશિદાના જાપાનના વસ્તી સંકટ તરફ ધ્યાન દોરવાના પ્રયાસનો એક ભાગ છે. તાજેતરમાં જાહેર કરાયેલા અંદાજો દર્શાવે છે કે બાળ વસ્તીમાં વાર્ષિક 2.3% નો ઘટાડો થયો છે, જે આગામી વર્ષોમાં ઘટતી સંખ્યા અંગે ચિંતા વ્યક્ત કરે છે.
જાપાનમાં જન્મ દર 2023માં ઘટીને 1.20 થશે. આનું કારણ લોકોમાં રસનો અભાવ, ઓછા લગ્ન અને મોટી સંખ્યામાં લોકો એકલ જીવન જીવવાનું પસંદ કરી રહ્યા છે. દેશ દ્વારા જાહેર કરાયેલા સરકારી આંકડા દર્શાવે છે કે 2024ના પહેલા ભાગમાં જન્મ દર વધુ ઘટીને 1969 પછી સૌથી નીચો રહેશે. “ગયા વર્ષે જાન્યુઆરીથી જૂન વચ્ચે, જાપાનમાં 350,074 જન્મ નોંધાયા હતા, જે 2023 ના સમાન સમયગાળા કરતા 5.7 ટકા ઓછા છે,” આરોગ્ય મંત્રાલયના અહેવાલમાં જણાવાયું છે.
અહેવાલમાં જણાવાયું છે કે જન્મ દરમાં ઘટાડો ચિંતાજનક છે, જેના કારણે જાપાની નીતિ ઘડનારાઓને જન્મ દરમાં ઘટાડાને રોકવા માટે અસાધારણ પગલાં અમલમાં મૂકવાની ફરજ પડી છે. દરમિયાન, રાષ્ટ્રીય નેતાઓ અને નિષ્ણાતો આ વલણને અત્યંત ચિંતાજનક ગણાવી રહ્યા છે.
મોહન ભાગવતે પણ ભારત માટે આવી જ વાત કરી છે
નોંધનીય છે તાજેતરમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના અધ્યક્ષે પણ આવી જ વાત કરી હતી. RSS સરસંઘચાલક મોહન ભાગવતે રવિવારે (1 ડિસેમ્બર, 2024) નાગપુરમાં એક જાહેર કાર્યક્રમમાં આ નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે, “જનસંખ્યામાં ઘટાડો એ ચિંતાનો વિષય છે. આધુનિક જનસંખ્યા શાસ્ત્ર કહે છે કે જ્યારે કોઈ સમાજની વસ્તીનો કુલ પ્રજનન દર 2.1થી નીચે જાય છે, ત્યારે તે સમાજ પૃથ્વી પરથી નાશ પામે છે, તેને કોઈ મારવાનું નથી. કોઈ જ સંકટ ન હોય તો પણ એ સમાજ નાશ પામે છે. એજ રીતે અનેક ભાષાઓ અને સમજો નષ્ટ થયા છે.”
તેમણે વધુમાં જણાવ્યું કે, “TFR 2.1થી નીચે ન જવો જોઈએ, આપણા દેશની વસ્તી નીતિ 1998 અથવા 2002માં નક્કી કરવામાં આવી હતી. પરંતુ તેમાં એમ પણ જણાવવામાં આવ્યું છે કે કોઈ પણ સમાજનો TFR 2.1થી ઓછો ન હોવો જોઈએ. હવે પોઈન્ટ વન માત્રામાં મનુષ્ય જન્મી તો ન શકે, આથી જ આપણને બેથી વધારે ત્રણ બાળકોની જરૂર છે તેમ જનસંખ્યા શાસ્ત્ર કહે છે.”