Monday, April 29, 2024
More
    હોમપેજક્રાઈમમાંસ ખવડાવ્યું, બળાત્કાર કર્યો, ઇસ્લામ કબુલવા દબાણ કર્યું: દલિત મહિલાને તેના પતિના...

    માંસ ખવડાવ્યું, બળાત્કાર કર્યો, ઇસ્લામ કબુલવા દબાણ કર્યું: દલિત મહિલાને તેના પતિના ‘મિત્ર’ અમજદ ખાને ઘરેથી ઉઠાવી જઈ અનેક દિવસો સુધી હેવાનિયત આચરી

    ઑપઇન્ડિયાએ આ મામલે હિંદુ ધર્મ સેનાના પ્રમુખ યોગેશ અગ્રવાલ સાથે વાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે મહિલા જયારે મળી આવી ત્યારે તે અમજદના ડર અને લોકલાજના કારણે ચુપ રહી હતી. બાદમાં જયારે તેણે તેના પતિને આખી ઘટના કહી, તે બાદ ફરિયાદ દાખલ કરાવવાનો નિર્ણય લેવામાં આવ્યો.

    - Advertisement -

    મધ્ય પ્રદેશના જબલપુરમાં એક પરણિત દલિત મહિલાનું અપહરણ કરી બળાત્કાર આચરી ધર્માંતરણ કરવા દબાણ કરવામાં આવ્યું હોવાની ઘટના સામે આવી છે. આ મામલામાં આરોપી બીજું કોઈ નહીં પણ પીડિતાના પતિનો મિત્ર અમજદ છે. મિત્રતાનો લાભ ઉઠાવી અમજદે મહિલાને ઘરમાંથી ઉઠાવી જઈ ભોપાલમાં બંધક બનાવી હતી અને તેના પર અનેક વાર બળાત્કાર ગુજાર્યો હતો.

    મીડિયા અહેવાલો અનુસાર આ ઘટના જબલપુરના કેંટ પોલીસ સ્ટેશન વિસ્તારની છે. 40 વર્ષીય પીડિત દલિત મહિલા 2 બાળકોની માતા છે. પીડિતાએ ગત 19 જુન 2023ના રોજ અમજદ ખાન વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરાવી હતી. આ સમયે પીડિતા સાથે પોલીસ સ્ટેશનમાં તેનો પતિ તેમજ હિંદુ સંગઠનોના કાર્યકર્તાઓ પણ હાજર રહ્યા હતા. દાખલ થયેલી ફરિયાદ અનુસાર પીડીતાનો પતિ મજુરી કામ કરે છે અને અમજદ સાથે તેને ગાઢ મિત્રતા હતી. જેના કારણે અમજદ તેના ઘરે આવતો-જતો રહેતો હતો.

    આરોપ છે કે અમજદે 2 જુન 2023ના રોજ ચાકુની અણીએ પીડિતાનું તેના ઘરેથી અપહરણ કરી લીધું હતું. જે બાદ તે મહિલાને લઈને ભોપાલ જતો રહ્યો હતો અને ત્યાં તેણે મહિલા પર અનેક વાર બળાત્કાર આચર્યો હતો. આ દરમિયાન અમજદે પીડિતાને બળજબરીથી માંસ ખવડાવ્યું હતું અને ધર્માંતરણ કરી ઇસ્લામ કબુલ કરવા દબાણ કર્યું હતું. આ દરમિયાન પીડિતાના પતિએ તેની પત્નીના લાપતા થયાની ફરિયાદ નોંધાવતા અમજદ દ્વારા તેનું અપહરણ થયું હોવાની આશંકા જતાવી હતી. જે બાદ પોલીસે 8 જુન 2023ના રોજ પીડિતાને ભોપાલથી શોધી લીધી હતી, પરંતુ અમજદ ઝડપાયો ન હતો.

    - Advertisement -

    આ પછી સોમવારે અમજદ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવતા મહિલાએ પોતાની સાથે થયેલી હેવાનિયત વિશે જણાવ્યું હતું. આ મામલે કેંટ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ આરકે સોનીએ મીડિયાને જણાવ્યું હતું કે મહિલા જયારે મળી આવી તે સમયે તેણે આ પ્રકારના આરોપ નહોતા લગાવ્યા. ફરિયાદ મળ્યા બાદ ઘટનાની તપાસ થઇ રહી છે.

    ઑપઇન્ડિયાએ આ મામલે હિંદુ ધર્મ સેનાના પ્રમુખ યોગેશ અગ્રવાલ સાથે વાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે મહિલા જયારે મળી આવી ત્યારે તે અમજદના ડર અને લોકલાજના કારણે ચુપ રહી હતી. બાદમાં જયારે તેણે તેના પતિને આખી ઘટના કહી, તે બાદ ફરિયાદ દાખલ કરાવવાનો નિર્ણય લેવામાં આવ્યો.

    જબલપુરમાં દલિત મહિલાનું અપહરણ કરી બળાત્કાર કરી અમજદે ધર્માંતરણ કરવા દબાણ કરવા મામલે યોગેશ અગ્રવાલનો આરોપ છે કે, “50 વર્ષીય આરોપી અમજદ આ પહેલા પણ હિંદુ મહિલા સાથે બળાત્કાર કરી ચુક્યો છે. તે ગુનાહિત માનસિકતા ધરાવે છે અને તેના પર પહેલેથી જ અનેક ગુનાઓ દાખલ છે.” યોગેશે તેમ પણ જણાવ્યું હતું કે અમજદની ધરપકડ માટે પોલીસને 2 દિવસનું અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં