Saturday, January 18, 2025
More
    હોમપેજદુનિયાહમાસ સાથે યુદ્ધવિરામ સંધિ પર નેતન્યાહુ કેબિનેટની મહોર, 19 જાન્યુઆરીથી અમલ શરૂ:...

    હમાસ સાથે યુદ્ધવિરામ સંધિ પર નેતન્યાહુ કેબિનેટની મહોર, 19 જાન્યુઆરીથી અમલ શરૂ: 470 દિવસ બાદ મુક્ત થશે ઇઝરાયેલી બંધકો

    અંદાજે સાત કલાક ચાલેલી બેઠકના અંતે ઇઝરાયેલ અને હમાસ વચ્ચે અંતે યુદ્ધવિરામ ડીલને મંજૂરી આપી દેવામાં આવી. રિપોર્ટ અનુસાર 24 મંત્રીઓએ આ નિર્ણયના પક્ષમાં મત આપ્યો હતો, જ્યારે 8 મંત્રીઓ તેના વિરોધમાં હતા.

    - Advertisement -

    ઇઝરાયેલ (Israel) અને હમાસ (Hamas) વચ્ચે પ્રસ્તાવિત યુદ્ધવિરામ સંધિ (Ceasefire Deal) પર યહૂદી દેશની કેબિનેટે મહોર મારી છે. ઇઝરાયેલ સરકારની કેબિનેટે શુક્રવારે (17 જાન્યુઆરી) એક બેઠકમાં આ સીઝફાયર ડીલને મંજૂરી આપી. વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુના કાર્યાલય તરફથી કરવામાં આવેલી સત્તાવાર જાહેરાત અનુસાર રવિવારથી આ યુદ્ધવિરામ લાગુ કરવામાં આવશે અને બંને પક્ષે બંધકોને મુક્ત કરવામાં આવશે.

    ટાઈમ્સ ઓફ ઇઝરાયેલના અહેવાલ અનુસાર વડાપ્રધાન કાર્યાલય તરફથી મોડી રાત્રે (સ્થાનિક સમય અનુસાર) 1 વાગ્યે સત્તાવાર રીતે જાહેર કરવામાં આવેલા એક સંક્ષિપ્ત નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે, અંદાજે સાત કલાક ચાલેલી બેઠકના અંતે ઇઝરાયેલ અને હમાસ વચ્ચે અંતે યુદ્ધવિરામ ડીલને મંજૂરી આપી દેવામાં આવી છે. રિપોર્ટ અનુસાર 24 મંત્રીઓએ આ નિર્ણયના પક્ષમાં મત આપ્યો હતો, જ્યારે 8 મંત્રીઓ તેના વિરોધમાં હતા. આખરે બહુમતીએ નિર્ણય લેવામાં આવ્યો. 

    પ્રાપ્ત માહિતી અનુસાર આ સંધિ રવિવારથી લાગુ કરવામાં આવશે. જેમાં હમાસ ઇઝરાયેલી બંધકોને મુક્ત કરશે, તો ઇઝરાયેલ પણ અમુક આતંકવાદીઓને છોડી રહ્યું છે. હમાસ પહેલાં 33 બંધકોને મુક્ત કરશે. મંત્રાલય દ્વારા એક સૂચિ પણ જાહેર કરવામાં આવી છે અને તે અનુસાર પેલેસ્ટાઇનના કેદીઓને આઝાદ કરવામાં આવશે. આ યાદીમાં 700થી વધુ લોકોનાં નામ જાહેર કરવામાં આવ્યાં છે. સૂચિમાં હમાસ અને પેલેસ્ટાઇનના જેહાદી આતંકવાદીઓનાં પણ નામ હોવાનું અહેવાલોમાં કહેવામાં આવી રહ્યું છે. 

    - Advertisement -

    કેબીનેટના મંત્રીઓનો વિરોધ

    ઉલ્લેખનીય છે કે યુદ્ધવિરામના નિર્ણયથી ઇઝરાયેલ સરકારના મંત્રીમંડળના કેટલાક મંત્રીઓ રાજી નથી અને તેમણે તેનો વિરોધ કર્યો છે. તેમનું માનવું છે કે આ નિર્ણયથી આ હમાસ સામે ઘૂંટણ ટેકવા જેવું થશે. ઇઝરાયેલના સુરક્ષા મંત્રી ઈટમાર બેન-ગ્વીરે આ મામલે રાજીનામું ધરી દેવાની ચીમકી ઉચ્ચારી હતી, તો બીજી તરફ નાણામંત્રી બેજેલ સ્મોટ્રિચે પણ કહ્યું છે કે જો છ સપ્તાહમાં સરકાર યુદ્ધ વિરામ પરત નહીં ખેંચે તો તેઓ સરકાર છોડી દેશે. 

    નોંધવું જોઈએ કે 7 ઓકટોબર 2023ના રોજ હમાસના કટ્ટર ઇસ્લામી આતંકવાદીઓ ઇઝરાયેલમાં ઘૂસી ગયા હતા અને ક્રુરતાથી 1200 લોકોની હત્યા કરી નાખી હતી. જ્યારે 251થી વધુ લોકોને ઉઠાવી લઈ જઈને તેમને બંધક બનાવી દેવામાં આવ્યા હતા. આ પછીની ઘટનાઓમાં પેલેસ્ટાઇન સમર્થક આતંકવાદીઓએ ઇઝરાયેલ પર કાળો ખેર વર્તાવતાં આખરે ઇઝરાયેલ દ્વારા વળતો જવાબ આપવામાં આવ્યો અને ગાઝા પર હુમલો કરી હમાસ અને હિઝબુલ્લાહ જેવાં આતંકવાદી સંગઠનોને હતાં-ન્હોતાં કરી નાખ્યાં.

    આ ડીલ એવા સમયે થઈ છે જ્યારે બે જ દિવસ પછી અમેરિકામાં નવા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ શપથ લેવા માટે જઈ રહ્યા છે. તેમણે શપથ અગાઉ જ જાહેર કર્યું હતું કે તેઓ સત્તા સંભાળે ત્યાં સુધીમાં હમાસ જો ઇઝરાયેલી બંધકોને ન છોડે તો મધ્ય-પૂર્વમાં ઉથલપાથલ મચી જશે. આ ડીલમાં ટ્રમ્પની પણ મોટી ભૂમિકા હોવાનું કહેવામાં આવી રહ્યું છે. બીજી તરફ, 7 ઑક્ટોબર, 2023થી શરૂ થયેલું યુદ્ધ આખરે 470 દિવસ બાદ અટકી રહ્યું છે. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં