ગત 20 મે, 2025ના રોજ મેરઠના (Meerut) લિસારી ગેટ વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના બની, જેનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. આ વિડીયોમાં દેખાઈ રહ્યું છે કે, એક બુરખાધારી મહિલા (Burqa Clad Woman) રસ્તે જઈ રહી હતી, ત્યારે એક બાઇકસવારે તેનો હાથ પકડીને જબરદસ્તીથી ચુંબન (Molested) કર્યું અને ભાગી ગયો. આ ઘટના CCTVમાં કેદ થઈ ગઈ. આ વિડીયોના ઇસ્લામિક સોશિયલ મીડિયા (Islamic Social Media Handles) હેન્ડલ્સે આડકતરી રીતે હિંદુઓ પર નિશાન સાધવાનું શરૂ કર્યું.
જોકે, આ મામલે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી અને આરોપીની ધરપકડ કરી. ત્યારપછી જે ખુલાસો થયો એ ઇસ્લામિક સોશિયલ મીડિયા હેન્ડલ્સે કરેલા દાવાઓથી એકદમ વિપરીત હતો. બુરખાધારી મહિલાને ચુંબન કરનાર આરોપીની ઓળખ મોહમ્મદ સુહેલ તરીકે થઈ. સુહેલની સામે ભારતીય દંડ સંહિતાની કલમ 354 (મહિલાની શીલભંગ કરવાના ઇરાદે હુમલો અથવા ગુનાહિત બળનો ઉપયોગ) અને કલમ 294 (અશ્લીલ કૃત્ય) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો.
उत्तर प्रदेश : मेरठ में खुलेआम महिला को Kiss करने वाला सुहैल गिरफ्तार !!
— Sachin Gupta (@SachinGuptaUP) May 26, 2025
कान पकड़कर लंगड़ाते हुए सुहैल बोला- 'सर गलती हो गई, अब दोबारा नहीं होगी' https://t.co/CS2tQSOgSB pic.twitter.com/CYnq9X2bIa
ધરપકડ બાદ આરોપીનો એક વિડીયો પણ સામે આવ્યો હતો. આ વિડીયોમાં સુહેલને પોલીસ લઈ જઈ રહી છે અને તે લંગડાતો જોવા મળી રહ્યો છે. વિડીયોમાં આરોપી કાન પકડીને કહે છે, “સાહેબ, ગલતી હો ગઈ, અબ નહીં હોગા.”
ઇસ્લામિસ્ટોનો હિંદુ વિરોધી નેરેટિવ અને મૌન
નોંધનીય બાબત એ છે કે ઘટનાનો વિડીયો વાયરલ થતાં જ કેટલાક ઇસ્લામિસ્ટ સોશિયલ મીડિયા એકાઉન્ટ્સે તેનો ઉપયોગ કરીને અન્ય સમુદાય વિરુદ્ધ નફરત ફેલાવવાનું શરૂ કર્યું. તેમણે આ ઘટનાને ‘મુસ્લિમ મહિલાઓ પર હિંદુઓના અત્યાચાર’ તરીકે રજૂ કરી, એવો દાવો કરવાનો પ્રયાસ કર્યો કે આરોપી હિંદુ છે અને આ ઘટના ભારતમાં મુસ્લિમોના કથિત શોષણનું પ્રતીક છે.

જોકે, જ્યારે મેરઠ પોલીસે આરોપી મોહમ્મદ સુહેલની ધરપકડ કરી અને તેની ઓળખ મુસ્લિમ તરીકે બહાર આવી, ત્યારે આ એકાઉન્ટ હોલ્ડર્સના મોઢામાં દહીં જામી ગયું. કારણ કે વાસ્તવિકતા તેમના કથિત આરોપો કરતા તદ્દન વિરુદ્ધ હતી. સુહેલની ધરપકડ બાદ એ સ્પષ્ટ થઈ ગયું કે બુરખાધારી મુસ્લિમ મહિલા સાથે અભદ્ર વ્યવહાર કરનાર વ્યક્તિ અન્ય કોઈ સમુદાયનો નહીં પણ મુસ્લિમ સમુદાયનો જ હતો. તેમ છતાં આ નેરેટિવ ફેલાવનારાઓએ ન તો પોતાના ખોટા દાવાઓ માટે માફી માંગી કે ન તો પોતાના નિવેદનો પાછા ખેંચ્યા.

આ ઘટના દર્શાવે છે કે કેવી રીતે કેટલાક જૂથો સોશિયલ મીડિયાનો ઉપયોગ પોતાના સ્વાર્થ માટે કરીને સાંપ્રદાયિક નફરત ફેલાવે છે. પીડિત મહિલાને ન્યાય મળવો જોઈએ, પછી ભલે આરોપી કોઈપણ ધર્મનો હોય. આવી ઘટનાઓનો ઉપયોગ સમાજમાં વિભાજન ઊભું કરવા માટે ન કરવો જોઈએ. પોલીસની ઝડપી કાર્યવાહીએ આ મામલે ન્યાયની આશા જગાવી છે, પરંતુ સોશિયલ મીડિયા પર ખોટા નેરેટિવ ફેલાવનારાઓએ પોતાની જવાબદારી સમજવી જોઈએ.