Friday, May 3, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટમેચ દરમિયાન હિજાબ ન પહેરવા બદલ ઈરાની ચેસ પ્લેયર સારા ખાદીમને દેશમાં...

    મેચ દરમિયાન હિજાબ ન પહેરવા બદલ ઈરાની ચેસ પ્લેયર સારા ખાદીમને દેશમાં પગ ન મુકવા ધમકીઓ; લાચાર મહિલા ખેલાડી સ્પેન જવા મજબુર થઈ

    ઈરાનમાં હિજાબ ન પહેરવા બદલ પોલીસ કસ્ટડીમાં લેવામાં આવેલી મહિલા મહેસા અમીનીના મૃત્યુ પછી હજારો મહિલાઓ વિરોધ કરી રહી છે. ઈરાનમાં હિજબના વિરોધ કરનારા અનેક સ્ત્રી પુરુષોની અટકાયત કરવામાં આવી છે. જેમાંથી કેટલાકને જાહેરમાં ગોળી મારીને તો કેટલાકને ફાંસી આપીને મોતને ઘાટ ઉતારવામાં આવ્યાં છે.

    - Advertisement -

    ઇસ્લામિક દેશ ઈરાન છેલ્લા કેટલાક સમયથી હિજાબ વિરોધી આગમાં સળગી રહ્યો છે, શરીયા કાનુન ન માનીને હિજાબ ન પહેરનારી મહસા અમીનીની હત્યા બાદ હિજાબ વિરોધી આંદોલનની જ્વાળાઓ ખુબ વધી ગઈ હતી, તેવામાં હવે દેશની એક માત્ર ઈરાની ચેસ પ્લેયર સારા ખાદીમને હિજાબ ન પહેરવા બદલ ધમકીઓ મળી હોવાના અહેવાલો આવી રહ્યા છે, હિજાબ પહેર્યા વગર ઇન્ટરનેશનલ ચેસ મેચ રમવા બદલ સારાને ફોન પર દેશ પરત ન આવવા ધમકીઓ આપવામાં આવી હતી, જેને લઈને આ લાચાર મહિલા ખેલાડી સ્પેન જવા મજબુર થઈ છે.

    મળતા અહેવાલો અનુસાર ઈરાની ચેસ પ્લેયર સારા ખાદીમને ફોનમાં અનેક ધમકીઓ આપવામાં આવી હતી. જેમાં તેને ટૂર્નામેન્ટ પછી ઘરે પરત ન ફરવાની ધમકી પણ આપવામાં આવી હતી, કેટલાક લોકોએ તેને એમ પણ કહ્યું હતું કે જો તે દેશમાં પરત ફરી તો તેની “સમસ્યાનું કાયમી સમાધાન” કરી દેશે. આટલું જ નહી, ઈરાનમાં રહેતા સારા ખાદીમના પરિવારને પણ અનેક ધમકીઓ આપવામાં આવી રહી છે.

    ધમકીઓને લઈને સ્પેન જવા મજબુર

    ઉલ્લેખનીય છે કે ગયા અઠવાડિયે સારા ખાદીમ અલ્માટીમાં ફિડે વર્લ્ડ રેપીડ એન્ડ બ્લિટઝ ચેસ ચેમ્પિયન્સમાં ભાગ લેવા પહોંચી હતી, જ્યાં તેણીએ મેચ દરમિયાન હિજાબ નહોતો પહેર્યો, જેને લઈને તેમને ધમકી ભર્યા અનેક ફોન કોલ્સ આવ્યાં હતા. જે પછી સારા ખાદીમે પોતાના દેશ ઈરાન પરત ન ફરવાનો નિર્ણય લીધો હતો અને હાલ તેઓ સ્પેન જઈ પહોંચ્યા છે. આંતર્રાષ્ટ્રીય ચેસ મહાસંઘની વેબસાઈટ અનુસાર સારા ખાદીમ વિશ્વના ચેસ પ્લેયર રેન્કમાં 804ના સ્થાન પર છે. તેઓ ઈરાનના એક માત્ર ચેસ પ્લેયર હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

    - Advertisement -

    સ્પેનમાં સારા ખાદીમની સુરક્ષામાં વધારો

    સારા ખાદીમને આપવામાં આવેલી ધમકીઓ પર હજુસુધી ઈરાનના વિદેશ મંત્રાલયે કોઈ ટિપ્પણી નથી કરી. સારા ખાદીમ જેમને સરસાદત ખાદેમલશરીહ તરીકે પણ ઓળખવામાં આવે છે, તેઓ મંગળવારે સ્પેન પહોંચ્યા હતા. ધમકી ભર્યા અનેક ફોન કોલના કારણે આયોજકોએ તેમને કઝાકિસ્તાન પોલીસની મદદથી સુરક્ષા આપવાનું નક્કી કર્યું હતું. આ કારણોસર ખાદમની હોટલના રૂમની બહાર ચાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવામાં આવ્યા હોવાના અહેવાલો પણ મળી રહ્યા છે.

    ઈરાનમાં હિજાબનો વિરોધ

    ઉલ્લેખનીય છે કે સપ્ટેમ્બર 2022 થી, ઈરાનમાં હિજાબ વિરુદ્ધ સતત પ્રદર્શન થઈ રહ્યા છે. ફિફા વર્લ્ડ કપ દરમિયાન ઈરાનના ખેલાડીઓએ પણ રાષ્ટ્રગીત ન ગાઈને હિજાબનો વિરોધ કર્યો હતો. ઈરાનમાં હિજાબ ન પહેરવા બદલ પોલીસ કસ્ટડીમાં લેવામાં આવેલી મહિલા મહેસા અમીનીના મૃત્યુ પછી હજારો મહિલાઓ વિરોધ કરી રહી છે. ઈરાનમાં હિજબના વિરોધ કરનારા અનેક સ્ત્રી પુરુષોની અટકાયત કરવામાં આવી છે. જેમાંથી કેટલાકને જાહેરમાં ગોળી મારીને તો કેટલાકને ફાંસી આપીને મોતને ઘાટ ઉતારવામાં આવ્યાં છે, તેવામાં ઈરાની ચેસ પ્લેયર સારા ખાદીમ દ્વારા હિજાબ ન પહેરવા પર મળેલી ધમકીઓ બાદ ફરી એક વાર આ ઈસ્લામીક દેશ ખબરોમાં આવ્યો છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં