Tuesday, April 23, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટઈરાનમાં ઉગ્ર બન્યું હિજાબ વિરોધી પ્રદર્શન, પોલીસે 8ને ગોળીએ દીધા, હજારો લોકોની...

    ઈરાનમાં ઉગ્ર બન્યું હિજાબ વિરોધી પ્રદર્શન, પોલીસે 8ને ગોળીએ દીધા, હજારો લોકોની ધરપકડ: મૌલવીઓ નથી ઈચ્છતા મહિલાઓને અધિકાર મળે

    મહેસા અમીનીની હત્યા બાદ ઈરાનમાં શરુ થયેલા હિજાબ વિરોધી આંદોલનની આગ હવે દેશના વિવિધ સ્થળોએ ફેલાઈ છે જેમાં યુવાનો પણ મહિલાઓની મદદમાં આવ્યા છે.

    - Advertisement -

    ઇસ્લામિક દેશ ઇરાનમાં હિજાબ વિરુદ્ધના દેખાવોએ ગુરુવાર (21 સપ્ટેમ્બર 2022) સુધીમાં દેશવ્યાપી સ્વરૂપ લઇ લીધું છે. ઉગ્ર બનેલું આ પ્રદર્શન હવે 15 જુદા જુદા શહેરોમાં ફેલાઈ ગયું છે. પ્રદર્શન દરમિયાન પોલીસ અને જનતા વચ્ચે ઘર્ષણ પણ થઈ રહ્યું છે. જણાવવામાં આવી રહ્યું છે કે અત્યાર સુધીમાં ઈરાનમાં હિજાબ વિરોધી પ્રદર્શનમાં પોલીસે 8ને ગોળીએ દીધા, હજારો લોકોની ધરપકડ થઇ હોવાના પણ સમાચાર છે. પ્રદર્શન કરનારાઓ ઈરાન સરકારને હિજાબને ફરજિયાત કરવાને બદલે વૈકલ્પિક બનાવવાની હાકલ કરી રહ્યા છે.

    મીડિયા રિપોર્ટ્સ અનુસાર અત્યાર સુધીમાં 1 હજારથી વધુ પ્રદર્શનકારીઓની અટકાયત કરવામાં આવી છે. વિરોધીઓ મૌલવીઓ વિરુદ્ધ નારા લગાવી રહ્યા છે, તેમના પર આંખ આડા કાન કરવાનો આરોપ લગાવી રહ્યા છે. સરકાર વિરુદ્ધ રસ્તા પર ઉતરી આવેલા લોકોએ ચેતવણી આપી છે કે મૌલવીઓ પર આધાર રાખીને સરકાર વધુ સમય સુધી નહીં ચાલી શકે. આ જ પ્રદર્શનમાં એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે મૌલવીઓ નથી ઈચ્છતા કે ઈરાનની મહિલાઓને તેમનો અધિકાર મળે.

    પોલીસના વિરોધમાં ઈરાનમાં ગરશાદ એપ લોન્ચ

    - Advertisement -

    હિજાબ વિરોધી પ્રદર્શનમાં મહિલાઓ મોટી સંખ્યામાં છે. તેઓ કહે છે કે હિજાબના કારણે તેઓએ જીવ કેમ ગુમાવવો પડે? ઈરાનના યુવાનોએ વિરોધ કરી રહેલી મહિલાઓના સમર્થનમાં ગર્શાદ નામની એપ પણ શરૂ કરી છે. આ એપમાં મોરલ પોલીસિંગનો વિરોધ કરવામાં આવ્યો છે. આ એપને માત્ર 5 દિવસમાં 10 લાખથી વધુ વખત ડાઉનલોડ કરવામાં આવી છે.

    કહેવામાં આવી રહ્યું છે કે આ એપ હેઠળ વિરોધીઓ ગુપ્ત મેસેજ મોકલી રહ્યા છે. ઈરાનની સરકારે રાજધાની તેહરાનમાં ઈન્ટરનેટ બંધ કરી દીધું છે અને તેની સાથે ઈન્સ્ટાગ્રામ, ફેસબુક, ટ્વિટર અને યુટ્યુબને પણ ત્યાં બ્લોક કરી દીધા છે. હાલમાં, આ તમામ હોબાળાઓને અવગણીને, ઈરાનના સૌથી મોટા ધાર્મિક નેતા આયાતુલ્લાહ આયતુલ્લાહ ખમેનીએ બુધવારે (21 સપ્ટેમ્બર 2022)ની તેમની મીટિંગમાં હિજાબનો ઉલ્લેખ સુધ્ધા કર્યો ન હતો.

    મહસા અમીનીની ઈરાનમાં હત્યા

    ઈરાનમાં હિજાબ ન પહેરવા બદલ પોલીસ કસ્ટડીમાં લેવામાં આવેલી મહિલા મહેસા અમીનીના મૃત્યુ પછી હજારો મહિલાઓ વિરોધ કરી રહી છે. આ મહિલાઓએ ઇસ્લામિક દેશના સર્વોચ્ચ નેતા અલી ખમેનીના મૃત્યુ માટે પ્રાર્થના પણ કરી હતી, તેમને સરમુખત્યાર તરીકે વર્ણવ્યા હતા અને સંબંધિત પોસ્ટરો લહેરાવ્યા હતા.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં