Saturday, July 12, 2025
More
    હોમપેજદેશ'હિંદુ યુવતીઓને ફસાવો, નિકાહ કરો’: ઇન્દોરમાં લવ જેહાદ માટે મુસ્લિમ યુવકોને પૈસા...

    ‘હિંદુ યુવતીઓને ફસાવો, નિકાહ કરો’: ઇન્દોરમાં લવ જેહાદ માટે મુસ્લિમ યુવકોને પૈસા આપતો હતો કોંગ્રેસ કોર્પોરેટર અનવર કાદરી, કેસ દાખલ થયા બાદ ફરાર 

    પોલીસે શુક્રવારે આરોપી સાહિલ અને અલ્તાફની ધરપકડ કરી લીધી. બંનેએ કોંગ્રેસ કોર્પોરેટર પાસેથી પૈસા લેવાની વાત કબૂલી લીધી છે. સાહિલે જણાવ્યું હતું કે તેને હિંદુ યુવતી સાથે લગ્ન કરવા માટે 2 લાખ રૂપિયા આપવામાં આવ્યા હતા. જ્યારે અલ્તાફે કહ્યું કે તેને પણ 1 લાખ રૂપિયા મળ્યા હતા.

    - Advertisement -

    મધ્ય પ્રદેશના ઈન્દોર (Indore) લવ જેહાદ (Love Jihad) કેસમાં કોંગ્રેસ કોર્પોરેટર અનવર કાદરીનું નામ ખુલ્યું છે. આરોપ છે કે તેણે હિંદુ યુવતીઓને ફસાવવા માટે બે સાગરિતો સાહિલ શેખ અને અલ્તાફ ખાનને લાખ-લાખ રૂપિયા આપ્યા હતા. બંનેને પૈસા આપીને હિંદુ યુવતીઓને ફસાવવા અને દેહવ્યાપારમાં ધકેલવા માટે કહ્યું હતું. હવે પોલીસ મામલાની તપાસ કરી રહી છે અને ફરાર કોર્પોરેટરને શોધવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યાં છે. 

    પોલીસે શુક્રવારે આરોપી સાહિલ અને અલ્તાફની ધરપકડ કરી લીધી. બંનેએ કોંગ્રેસ કોર્પોરેટર પાસેથી પૈસા લેવાની વાત કબૂલી લીધી છે. સાહિલે જણાવ્યું હતું કે તેને હિંદુ યુવતી સાથે લગ્ન કરવા માટે 2 લાખ રૂપિયા આપવામાં આવ્યા હતા. જ્યારે અલ્તાફે કહ્યું કે તેને પણ 1 લાખ રૂપિયા મળ્યા હતા. કોર્પોરેટરે એમ પણ કહ્યું હતું કે કામ પૂર્ણ થઈ ગયા બાદ તે બાકીના પૈસા આપશે. બંનેનાં નિવેદનનો વિડીયો પણ વાયરલ થઈ રહ્યો છે. 

    આ વિડીયોમાં લવ જેહાદી સાહિલ અને અલ્તાફ ફોનમાં અમુક હિંદુ યુવતીઓની તસવીર પણ દેખાડે છે. આ યુવતીઓને તેમણે સોશિયલ મીડિયા પર હિંદુ આઇડી બનાવીને ફસાવી હતી. ત્યારબાદ મળવા માટે બોલાવીને દુષ્કર્મ આચર્યું. ત્યારબાદ લગ્ન કરીને ધર્મપરિવર્તન કરવાની પણ યોજના હતી. બંનેએ જણાવ્યું કે કોંગ્રેસ કોર્પોરેટરે બંનેને હિંદુ યુવતીઓને દેહવ્યાપારમાં ધકેલવા માટે પણ કહ્યું હતું. 

    - Advertisement -

    પોલીસે લવ જેહાદીઓના નિવેદનના આધારે કોંગ્રેસ કોર્પોરેટર અનવર કાદરી વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે. ત્યારબાદ તેની ધરપકડ માટે ઘરે પણ ટીમ પહોંચી, પણ તે ફરાર થઈ ચૂક્યો હતો. હવે પોલીસ તેને શોધી રહી છે. 

    ઉલ્લેખનીય છે કે સાહિલ શેખ અને અલ્તાફ ખાનને બજરંગ દળના કાર્યકર્તાઓએ રંગેહાથ પકડી લીધા હતા. બંને હિંદુ યુવતીઓને સાર્વજનિક સ્થળોએ મળવા માટે ગયા હતા, જ્યાં બજરંગ દળે પકડી લીધા. ત્યારબાદ યુવતીઓને ઘરે મોકલીને બંનેને મેથીપાક ચખાડ્યો. બંનેએ અનવર કાદરીના ઈશારે આ ધંધા ચાલુ કર્યા હોવાનું જણાવ્યું. ત્યારબાદ કાર્યકર્તાઓએ તેમને પોલીસના હવાલે કરી દીધા. 

    બજરંગ દળ કાર્યકર્તાએ જણાવ્યું કે એક લવ જેહાદીના મોબાઈલમાં ચેટ પણ જોવા મળી, જેમાં તે કોઈ હિંદુ યુવતીને ધમકી આપતો જોવા મળે છે. જાણવા મળ્યું કે સાહિલે અર્જુન અને અલ્તાફે રાજ નામથી ફેક આઈડી બનાવ્યાં હતાં. જેનો ઉપયોગ કરીને તેઓ હિંદુ યુવતીઓ સાથે મિત્રતા કરતા હતા. બંને સામે બજરંગ દળની મદદથી યુવતીઓએ કેસ દાખલ કરાવ્યો અને ત્યારબાદ પોલીસે ધરપકડ કરવામાં આવી. 

    ફરિયાદમાં 19 વર્ષીય પીડિતાએ જણાવ્યું હતું કે, તે પાર્લરમાં કામ કરે છે. અલ્તાફ તેનો પાડોશી છે. 2020માં અલ્તાફ પાસેથી જ મકાન ખરીદ્યું હતું અને પાડોશમાં હોવાના કારણે વાતચીત ચાલુ થઈ હતી. ત્યારબાદ અલ્તાફે પ્રપોઝ કર્યું અને કહ્યું કે તે લગ્ન કરવા માંગે છે. સાથે એક મોબાઇલ પણ આપ્યો. પણ પછીથી જ્યારે યુવતીએ અંતર બનાવી લીધું તો અલ્તાફે ઘરમાં ઘૂસીને મારી નાખવાની ધમકી આપી અને દુષ્કર્મ પણ આચર્યું. 

    અન્ય એક યુવતી કેરટેકર તરીકે કામ કરે છે. પીડિતાએ સાહિલ શેખ વિરુદ્ધ ફરિયાદ કરી છે. તેણે જણાવ્યું કે પાંચ મહિના પહેલાં ઇન્સ્ટાગ્રામ પર સાહિલ સાથે વાતચીત શરૂ થઈ હતી અને સાહિલે પોતાને હિંદુ ગણાવ્યો હતો. 12 મે, 2025ના રોજ તેણે યુવતીને મળવા માટે બોલાવી અને ત્યારબાદ મિત્રના એક રૂમ પર લઈ ગયો. 

    અહીં સાહિલે યુવતીને કહ્યું કે તે તેને બહુ પ્રેમ કરે છે અને લગ્નની લાલચ આપીને શારીરિક સંબંધો પણ બાંધ્યા. પીડિતાએ બદનામીના ડરે આ વાત કોઈને ન કહી. ત્યારબાદ સત્ય સામે આવવા પર સાહિલ સાથે અંતર બનાવી લીધું. પરંતુ 30 મે, 2025ના રોજ સાહિલે ફરીથી તેને એક કેફે પર બોલાવીને દુષ્કર્મ આચર્યું હતું. પીડિતાનું કહેવું છે કે વિરોધ કરવા પર તેને પૈસાની લાલચ આપવામાં આવી. એવું પણ કહ્યું હોવાનું કહેવાય છે કે ‘તું એક વખત ધર્મપરિવર્તન કરી લે, તું જેટલા કહેશે એટલા રૂપિયા આપીશ.’ યુવતી અનુસાર સાહિલે તેને બુરખો પહેરવા માટે પણ દબાણ કર્યું હતું. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં