Tuesday, April 16, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટબજરંગીઓના હાથે ઝડપાતા લવ જેહાદી ઈરફાન શેખે પોતાને 'હિન્દુ' ગણાવ્યો, મોબાઈલમાં સગીર...

    બજરંગીઓના હાથે ઝડપાતા લવ જેહાદી ઈરફાન શેખે પોતાને ‘હિન્દુ’ ગણાવ્યો, મોબાઈલમાં સગીર બાળકીના ફોટા બાબતે પૂછતાં પહેલા બહેન કહી, બાદમાં નિકાહ કર્યાનું કબુલ્યું

    બજરંગ દળના લોકોએ ઈરફાનના મોબાઈલમાં 8થી 10 અલગ-અલગ યુવતીઓની તસવીરો વિષે સવાલ પૂછ્યો હતો. તેના પર શેખે છોકરીઓ તેની બહેનની બહેનપણી હોવાની જાણ કરી હતી. જો કે તેની બહેનની મિત્રોએ તેની સાથે ફોટોગ્રાફ કેમ લીધો તે અંગેની માહિતી તે આપી શક્યો ન હતો.

    - Advertisement -

    મધ્યપ્રદેશના ઈન્દોરમાં બજરંગ દળના કાર્યકરોએ લવ જેહાદના આરોપમાં એક યુવકને ઝડપી પાડયો છે. પકડાયેલા યુવકનું નામ ઈરફાન શેખ છે. બજરંગીઓના હાથે ઝડપાતા લવ જેહાદી ઈરફાન શેખે પોતાને ‘હિન્દુ’ ગણાવ્યો હતો, પરંતુ થોડા સમયમાં તેની ઓળખ છતી થઈ ગઈ હતી. આરોપ છે કે ઈરફાન સ્કૂલની બહાર આવતી-જતી હિન્દુ વિદ્યાર્થીનીઓ પર ગંદી નજર રાખતો હતો અને તેમની છેડતી કરતો હતો. ઈરફાનના ફોનમાં તેની સાથે એક સગીર હિન્દુ યુવતીનો ફોટો પણ મળી આવ્યો છે. પહેલા ઈરફાને આ સગીરાને પોતાની બહેન કહી હતી, પરંતુ બાદમાં તેની સાથે નિકાહ કર્યા હોવાનું કબુલ્યું હતું. હાલ ઈરફાનને પોલીસને હવાલે કરવામાં આવ્યો છે.

    મીડિયા રિપોર્ટ્સ અનુસાર મામલો રાજનગર વિસ્તારનો છે. બજરંગ દળના લોકોએ ઈરફાનને રંગેહાથે ઝડપ્યો હતો, આ દરમિયાન બજરંગીઓના હાથે ઈરફાન શેખે માર પણ ખાધો હતો. આ સમગ્ર ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ વીડિયોમાં બજરંગ દળના લોકો મારપીટ દરમિયાન ‘ફિર લવ જેહાદ કરેગા’નો સવાલ પૂછી રહ્યા છે. પાછળથી, કેપ અને વાદળી ટી-શર્ટમાં ઉભો રહેલો ઇરફાન શેખ સિટી કોન્વેન્ટ સ્કૂલ પાસે આંટા મારતો હોવાની કબૂલાત કરતો જોવા મળે છે. આ દરમિયાન ઈરફાને એક છોકરીનું નામ પણ જણાવ્યું જેને તે મળવા આવ્યો હતો. ઈરફાને કહ્યું કે તે 1 વર્ષથી તે છોકરીને મળી રહ્યો છે.

    જ્યારે બજરંગ દળના લોકોએ લવ જેહાદી ઈરફાનને યુવતીની ઉંમર પૂછી તો તેણે તેના રહીમ નગર વિસ્તારમાં રહેતા હોવાની માહિતી આપતાં જણાવ્યું કે તે 17 વર્ષની સગીરા છે. આગળ ઈરફાને જણાવ્યું કે તેણે 6 મહિના પહેલા સગીર વયની હિંદુ યુવતી સાથે નિકાહ કર્યા હતા. તે એક વખત યુવતીના ઘરે પણ ગયો છે. ઈરફાનના કહેવા પ્રમાણે, બજરંગ દળના લોકોને જોઈને તે ડરી ગયો અને ભાગવા લાગ્યો હતો. તેણે જણાવ્યું કે આ દરમિયાન તે લપસીને પડી ગયો અને ઘાયલ થયો હતો.

    - Advertisement -

    આ જ વીડિયોમાં બજરંગ દળના લોકોએ ઈરફાનના મોબાઈલમાં 8થી 10 અલગ-અલગ યુવતીઓની તસવીરો વિષે સવાલ પૂછ્યો હતો. તેના પર શેખે છોકરીઓ તેની બહેનની બહેનપણી હોવાની જાણ કરી હતી. જો કે તેની બહેનની મિત્રોએ તેની સાથે ફોટોગ્રાફ કેમ લીધો તે અંગેની માહિતી તે આપી શક્યો ન હતો.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં