Friday, March 29, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટબુલડોઝર ચાલ્યાં બાદ જાવેદના ઘરમાંથી હથિયાર મળ્યાં, વાંધાજનક દસ્તાવેજો,આરબ અને પાકિસ્તાનનું સાહિત્ય...

    બુલડોઝર ચાલ્યાં બાદ જાવેદના ઘરમાંથી હથિયાર મળ્યાં, વાંધાજનક દસ્તાવેજો,આરબ અને પાકિસ્તાનનું સાહિત્ય પણ મળી આવ્યું

    પ્રયાગરાજમાં તોફાનો કરાવવાનો આરોપ છે તે જાવેદ પંપના ઘેરથી હથીયારો, ઝંડા અને વાંધાજનક સાહિત્ય મળી આવ્યું છે.

    - Advertisement -

    બુલડોઝર ચાલ્યાં બાદ જાવેદના ઘરમાંથી હથિયાર મળી આવતા અરેરાટી વ્યાપી છે. પોલીસે 10 જૂન, 2022 ના રોજ પ્રયાગરાજમાં શુક્રવારની નમાજ પછી થયેલી હિંસાના મુખ્ય સૂત્રધાર જાવેદ પંપ ઉર્ફે જાવેદ મોહમ્મદના ઘરેથી ગુનાહિત સામગ્રી મળી આવી છે. સર્ચ દરમિયાન પોલીસને ગેરકાયદેસર હથિયારો, પોસ્ટરો, ધ્વજ, ઇસ્લામિક દેશોનું સાહિત્ય અને એવા કાગળો મળી આવ્યા છે જેમાં કોર્ટ પર ટિપ્પણી કરવામાં આવી છે. પોલીસે આ તમામ મુદ્દામાલ કબજે લીધો છે.

    કારેલી ખાતે જાવેદ પંપના ઘરને પ્રયાગરાજ ડેવલપમેન્ટ ઓથોરિટી (PDA) દ્વારા રવિવારે (12 જૂન 2022) બુલડોઝર વડે તોડી પાડવામાં આવ્યું હતું. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, જાવેદના ઘરેથી જે સાહિત્ય મળી આવ્યું છે તેમાંથી ઘણા ગલ્ફ દેશો સાથે સંબંધિત છે. તેમાં કેટલાક સંશોધન પત્રો પણ છે. ઘણા રિસર્ચ પેપર પાકિસ્તાનના પ્રોફેસરોને લગતા પણ છે. ‘ઈઝ ઈસ્લામ એ વોયલેટ રીલીજન’ નામનું પુસ્તક પણ મળી આવ્યું છે. આ પુસ્તક મક્કા યુનિવર્સિટીના ભૂતપૂર્વ પ્રોફેસર દ્વારા લખવામાં આવ્યું છે. પોલીસના જણાવ્યા અનુસાર અન્ય પુસ્તકો અને કાગળો તપાસવામાં આવી રહ્યા છે.

    એક રિપોર્ટ અનુસાર પોલીસને જાવેદના ઘરેથી 12 બોરની અને 315 બોરની બે પિસ્તોલ મળી આવી છે. આ ઉપરાંત કેટલાક કારતુસ પણ મળી આવ્યા છે. ઘર પર બુલડોઝર ફરીવળે તે પહેલા પોલીસે આખા ઘરની તલાશી લીધી હતી. તે જ સમયે, 6 વકીલોએ અલ્હાબાદ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ રાજેશ બિંદલને પત્ર લખીને કહ્યું હતું કે જાવેદ પંપના ઘર પર બુલડોઝર ચલાવવાની કાર્યવાહી ખોટી છે. આ વકીલોના નામ કેકે રાય, મોહમ્મદ સઈદ સિદ્દીકી, પ્રબલ પ્રતાપ, રવિન્દ્ર સિંહ, નજમુસ સાકિબ ખાન અને રવિન્દ્ર સિંહ છે. વકીલોના જણાવ્યા અનુસાર, જાવેદના સસરાએ તેમની પુત્રીને તે ઘર ભેટમાં આપ્યું હતું જ્યાં બુલડોઝર ફરી વળ્યું હતું.

    - Advertisement -

    દિલ્હીમાં યુપી ભવન ખાતે પ્રદર્શન

    પ્રયાગરાજમાં, જાવેદ પંપ સામે વહીવટી કાર્યવાહીના વિરોધમાં દિલ્હીમાં યુપી ભવન ખાતે પ્રદર્શન કરવામાં આવ્યું છે. પ્રદર્શનકારીઓએ પ્લેકાર્ડ હાથમાં લીધા હતા અને યોગી સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. આ ગ્રુપમાં હિજાબ પહેરેલી કેટલીક મુસ્લિમ યુવતીઓ આગળ જોવા મળી હતી. કહેવામાં આવી રહ્યું છે કે આમાં કેટલાક ડાબેરી વિદ્યાર્થીઓ પણ સામેલ હતા.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં